ન્યૂઝ અપડેટ્સ
VTV / maruti suzuki india discontinued swift diesel variant removed from website
ADVERTISEMENT
મારૂતિએ તેની આ કારનું વેચાણ બંધ કર્યું
ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ હટાવી આ કાર
મિડલ ક્લાસ લોકોની ફેવરિટ હતી આ કાર
ADVERTISEMENT
હકીકતમાં 1 એપ્રિલ 2020માં દેશમાં બીએસ6 એમિશન નોર્મ્સ લાગુ થઈ ગયા છે. જેના કારણે દેશમાં હવે માત્ર બીએસ6 વાહન જ વેચાશે. જોકે, મારૂતિ સુઝુકીએ ગયા વર્ષે જ ઘોષણા કરી દીધી હતી કે, કંપની હવે ધીરે-ધીરે ડીઝલ કારનું ઉત્પાદન બંધ કરી દેશે.

ADVERTISEMENT
આ દરમિયાન મારૂતિએ તેની સ્વિફ્ટ 1.3 લીટર ડીઝલ એન્જિન એરિએન્ટ કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. કંપનીએ વેબસાઈટ પરથી પણ આ કારનું વેચાણ હટાવી દીધું છે. એટલે કે મારૂતિ સ્વિફ્ટ ડીઝલ વેરિઅન્ટની બજારમાંથી વિદાય થઈ ગઈ છે. મારૂતિ સુઝુકીએ સ્વિફ્ટ ડીઝલ એન્જિનને ઓફિશિયલી બંધ કરતાં વેબસાઈટ પરથી પણ હટાવી દીધી છે. હવે આ કાર માત્ર બીએસ6 નોર્મ્સમાં પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં જ ઉપલબ્ધ રહેશે. કંપનીએ પહેલાં જ જણાવી દીધું હતું કે, ડીઝલ કારોને કંપની બીએસ6માં અપડેટ નહીં કરે.
કંપનીએ આ હેચબેકમાં 1.3 લીટર મલ્ટીજેટ ફોર સિલિન્ડર યૂનિટનો ઉપયોગ કર્યો હતો. જે 74bhp પાવર અને 190Nm પીક ટોર્ક જનરેટ કરે છે. મારૂતિ સ્વિફ્ટની દિલ્હીમાં એક્સ શોરૂમ કીમત 5,19,000 થી 8,02,000 લાાખ રૂપિયાની વચ્ચે છે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, મારૂતિએ સ્વિફ્ટને વર્ષ 2005માં લોન્ચ કરી હતી. આ કંપનીની બેસ્ટ સેલિંગ કારોમાંથી એક છે. કંપની અત્યાર સુધી સાડા સાત લાખથી વધુ યૂનિટ વેચી ચૂકી છે. તમને જણાવી દઈએ કે, મારૂતિ સ્વિફ્ટ ડીઝલ વેરિઅન્ટ 28Kmplની શાનદાર માઈલેજ આપતી હતી. જ્યારે પેટ્રોલ વેરિઅન્ટમાં કંપની 21 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપવાનો દાવો કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો