બ્રેકિંગ ન્યુઝ
VTV / Martyr CDS Bipin Rawat's last public statement
ADVERTISEMENT
8 ડિસેમ્બરનો દિવસ દેશ માટે ખૂબ માઠા સમાચાર લઈને આવ્યો છે. દેશે એક વીરતાનું એક અણમોલ રતન ગુમાવ્યું છે. તમિલનાડુના કૂન્નુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત શહીદ થતા દેશભરમાં શોકની લહેર દોડી ગઈ છે. જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવતનું પણ દુર્ઘટનામાં મોત થયું છે.
12 નવેમ્બરનું છેલ્લું જાહેરમાં નિવેદન
12 નવેમ્બરના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટોફ જનરલ બિપિન રાવતે કહ્યું કે પાકિસ્તાન આપણું દુશ્મન નથી પરંતુ ખરેખરમાં ચીન આપણો દુશ્મન છે. છેલ્લા ઘણા સમયથી ચીન સરહદ પર તણાવ પૈદા કરી રહ્યું છે જેને લઈને ભારતીય સેના પણ સરહદ પર તૈનાત છે. સમગ્ર મામલે ટાઈમ્સ નાઉ સમિટમના કાર્યક્રમમાં બિપિન રાવતે કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતનું પ્રાથમિક ફોકસ ડીએક્સેલેશન પહેલા વિઘટન છે. કારણકે ચીન પહેલા નંબરનો દુશ્મન દેશ છે. પાકિસ્તાનથી એટલો ખતરો નથી. વધુમાં રાવતે કહ્યું આવનારા દિવસોમાં ભારતે બે મોર્ચા પર તેના દુશ્મનોનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
તાલિબાનને લઈને રાવત શું કહ્યું હતુ?
બિપિન રાવતે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવતા મત રજૂ કર્યો હતો કે ભારતને પહેલાથી ખબર હતી કે અફગાનિસ્તાનમાં તાલિબાની રાજ આવશે, ભારતે કંટિંજેન્સી-પ્લાન પહેલેથી જ તૈયાર કરી રાખ્યો હતો, તાલિબાની સાથે આંતકવાદીઓ વ્યવહાર કરવામાં આવશે, રાવતે ખુલેઆમ કહ્યુ હતુ કે અફઘાનિસ્તાની પરિસ્થિતીઓને લઈને ભારત તૈયાર છેજો અફઘાનની સ્થિતીથી ભારતને અસર પડશે તો ભારત તેનો જવાબ આપવા તૈયાર છે તેવી હામ પણ ભરી હતી.
2019માં POK પર બિપિન રાવતે શું કહ્યું હતુ ?
તત્કાલીન સેના પ્રમુખ બિપિન રાવતે POKને લઈને મોટું નિવેદન આપ્યું હતુ. પાકિસ્તાને POK પર કબ્જો ભલે જમાવ્યો હોય પણ તેને નિયંત્રિત આતંકવાદીઓ કરે છે
ADVERTISEMENT
ચીન પર રાવતે કર્યો હતો સીધો હુમલો?
CDS બિપિન રાવતે ચીનને લઈને થોડા દિવસ પહેલા નિવેદન આપતા કહ્યું હતું કે POKમાં પાકિસ્તાનને હિંસા અને સુવિધાઓ ચીન સહાય આપી રહ્યું છે. પાકિસ્તાનને ચીનનુ સતત સમર્થ ભારત વિરોધી વલણ દર્શાવે છે.
કશ્મીરને લઈને બિપિન રાવતે શું નિવેદન આપ્યું હતુ?
રાવતે પાકિસ્તાનને આતંકવાદને પ્રોતસાહન આપવાને લઈને બ્લેક લિસ્ટ કરવા કહ્યું હતું. પાકિસ્તાનને કૂટનીતિક રૂપે એકલુ પાડવાની જરૂર છે તેવો મત વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાને કશ્મીર ઘાટીમાં 10-12 વર્ષની ઉંમરના સગીરોને કટ્ટરપંથી બનાવ્યા હોવાનો તાલ ઠોકી નાપાકની સાજિસને ઉઘાડી પાડી હતી.
ADVERTISEMENT
ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ
ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર આજે તમિલનાડુના નીલગિરિસમાં ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો સવાર હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 1 શખ્સની હાલત ગંભીર છે. આ અકસ્માત નીલગીરી અને કોઈમ્બતુર વચ્ચે થયો હતો
કોણ હતા બિપીન રાવત?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.