બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / many rules will be changed from 1st june onwards

નવા નિયમ / ખર્ચાપાણીમાં થશે વધારો! 1 જૂનથી બદલાઈ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સાને પડશે માર

Khevna

Last Updated: 11:13 AM, 27 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 જૂનથી પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો ક્યા નિયમોમાં શું ફેરફારો થશે.

  • 1 જૂનથી પર્સનલ ફાઈનાન્સને લગતા ઘણા નિયમોમાં થશે ફેરફાર 
  • SBIનાં વ્યાજ દરમાં થશે વધારો 
  • થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પણ થશે મોંઘુ 

 

જૂનથી ઘણા  નિયમોમાં ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર આપણા ખિસ્સા પર સીધી પડશે. આ બધા નિયમો પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલા છે. સ્ટેટ બેન્કની હોમ લોન લેનારાઓ, એક્સિસ બેન્ક અને  ઇન્ડિયા પોસ્ટ પેમેંટ બેન્કના ગ્રાહકો અને ગાડી માલિકો પર આ નિયમોની સીધી અસર પડશે. જો તમે પણ આ શ્રેણીમાં આવો છો, તો જૂન મહિનાથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. રેપો રેટ અને લેડિંગ રેટ વધ્યા બાદ હોમ લોનની ઈએમઆઈમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. એટલા માટે બેન્કોનાં નિયમો જાણી લો અને તે હિસાબે પોતાનું ટ્રાન્ઝેક્શન ચાલુ રાખો.

1. SBIનાં વ્યાજમાં વધારો 


સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હોમ લોનનાં એક્સ્ટર્નલ બેન્ચમાર્ક લેડિંગ રેટ 40 બેસિસ પોઈન્ટ વધારીને 7.05 ટકા કરી દીધા છે. સ્ટેટ બેન્કે જણાવ્યું છે કે લેડિંગ રેટ સાથે જોડાયેલ વ્યાજ દરોમાં વધારાનો નિયમ 1 જૂન, 2022થી લાગૂ થવા જઈ રહ્યા છે. ઈબીએલઆર પહેલા 6.65 ટકા હતું, પરંતુ 40 બેસિસ પોઈન્ટનાં વધારા સાથે આ 7.05 ટકા થઇ ગયું છે. હવે સ્ટેટ બેન્ક આ રેટનાં હિસાબે પોતાના ગ્રાહકો પાસેથી હોમ લોન પર વ્યાજ લેશે. 

2. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 


પ્રાઈવેટ કારનું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પહેલા કરતા મોંઘુ થશે. 2019-20માં આ ઇન્શ્યોરન્સ 2072 રૂપિયા હતું, પરંતુ તેને 2094 રૂપિયા પર ફિક્સ કરવામાં આવ્યું છે. આ 1000થી ઓછા સીસીની કારો માટે છે. 1000થી 1500 સીસીની કારોનું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ 3221 રૂપિયાથી 3416 રૂપિયા કરવામાં આવ્યું છે. જે ગાડીઓની ક્ષમતા 1500 સીસીથી ઉપરની છે, તેનું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ 7890થી વધારીને 7897 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. 150થી 350 સીસીનાં ટૂ વ્હીલર્સ વાહનો માટે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 1366 રૂપિયા જ્યારે 350થી વધારે સીસીથી ક્ષમતા ધારાવતા વાહનો માટે 2804 રૂપિયા પ્રીમિયમ રહેશે. 

3. ગોલ્ડ હોલમાર્કિંગ 


1 જૂન 2022થી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો પડાવ શરુ થશે. દેશનાં 256 જીલ્લાઓ અને તેમાં જોડાયેલા નવા 32 જીલ્લાઓમાં 1 જૂનથી સોનાનાં ઘરેણા અને આર્ટિફેક્ટનું હોલમાર્કિંગ ફરજીયાત થશે. આ જીલ્લાઓમાં એસેઈંગ અને હોલમાર્કિંગ સેન્ટર પહેલાથી હાજર છે, એટલા માટે હોલમાર્કિંગને ફરજીયાત કરવામાં આવ્યું છે. આ 288 જીલ્લોમાં માત્ર 14,18,20, 22, 23 અને 24 કેરેટ સોનાનાં ઘરેણા વહેંચવામાં આવશે. આ બધા ઘરેણા ફરજીયાત હોલમાર્ક હોવા જોઈએ. 

4. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ ચાર્જ 


પોસ્ટ ઓફિસમાં આધારથી ચાલતા પેમેન્ટ સિસ્ટમ જેમ કે પીઓએસ મશીન અને માઈક્રો એટીએમથી ફ્રી લિમિટ બાદ ટ્રાન્ઝેક્શન કરવા પર સર્વિસ ચાર્જ આપવો પડશે. સર્વિસ ચાર્જ લગાવવાનો નિયમ 15 જૂનથી લાગૂ થશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ઇન્ડિયન પોસ્ટની સબ્સીડરી છે, જેને પોસ્ટ વિભાગ ચલાવે છે. એક મહિનામાં એઈપીએસથી ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી થશે, પરંતુ ત્યાર બાદ ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ચાર્જ લાગૂ કરવામાં આવશે. લિમિટથી વધારે કેશ ઉપાડવા કે જમા કરવા પર 20 રૂપિયા પ્લસ જીએસટી અને મિની સ્ટેટમેન્ટ માટે 5 રૂપિયા પ્લસ જીએસટી આપવું પડશે. 

5. એક્સિસ બેન્કનો સેવિંગ અકાઉન્ટ ચાર્જ 


અર્ધ શહેરી / ગ્રામીણ વિસ્તારોમાં સરળ બચત અને સેલરી પ્રોગ્રામ માટે સરેરાશ માસિક શેષ રકમને 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કે 1 લાખ રૂપિયાનું ટર્મ ડિપોઝીટ કરવામાં આવ્યું છે. લિબર્ટી સેવિંગ અકાઉન્ટ માટે જમા રકમ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કે 25,000 રૂપિયાનું સ્પેન્ડિંગ કરવામાં આવ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News SBI ઇન્ડિયા પોસ્ટ એક્સિસ બેન્ક થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ