બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મિસ યુનિવર્સ ખિતાબ તરફ આગળ વધી રહી છે મનિકા વિશ્વકર્મા, ચમકતાં ગાઉનમાં આપ્યો આ મેસેજ

મનોરંજન / મિસ યુનિવર્સ ખિતાબ તરફ આગળ વધી રહી છે મનિકા વિશ્વકર્મા, ચમકતાં ગાઉનમાં આપ્યો આ મેસેજ

Jinal Chauhan

Last Updated: 01:03 PM, 12 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિસ યુનિવર્સ 2025ના મુકાબલામાં ભારતીય કન્ટેસ્ટન્ટ મનિકા વિશ્વકર્મા છવાઈ ગઈ છે. તે દરેક ઈવેન્ટમાં તેની સુંદરતા અને લુકથી ભારતની દાવેદારી મજબૂત કરી રહી છે. તાજેતરમાં જ મનિકાએ LGBTQ લોકો માટે ટ્રિબ્યુટ કરવામાં આવેલી પરેડમાં ભાગ લીધો હતો.

મિસ યુનિવર્સ 2025માં ભારતીય સ્પર્ધક મનિકા વિશ્વકર્મા સતત ધ્યાન ખેંચી રહી છે. તે આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. મિસ યુનિવર્સનું ફાઇનલ 21 નવેમ્બરે યોજાશે. ફાઇનલ પહેલાં મનિકા ઘણા કાર્યક્રમોમાં ભાગ લઈ રહી છે અને તેના સ્ટાઇલિશ લુક માટે બધાની પ્રશંસા મેળવી રહી છે.

મનિકા LGBTQ કોમ્યુનિટી પરેડમાં ભાગ લેનારા બધા લોકો સાથે જોડાઈ હતી.જ્યાં તેને બ્લેક ગાઉન પહેર્યુ હતું.તેને ડિઝાઇનર લી પેંગે બનાવેલ બ્લેક અને ગ્રે મેટાલિક થીમ વાળું સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતો. ગાઉનની નીચે ફ્લેર સ્કર્ટ હતો.ગાઉનની ડિટેઈલિંગની વાત કરીયે તો તેના ઉપરના ભાગમાં રેડ ક્રિસ્ટલ્સ હતા વચ્ચે પીળા પથ્થર જે સ્કર્ટના એરિયા સુધી પહોંચતા લાઈટ કલરમાં ચેન્જ થઈ જાય છે.

મનિકાએ આ ડ્રેસ સાથે ડાયમંડની જ્વેલરી પહેરી હતી જે તેના લુક પર વધુ જામતી હતી. ગળામાં તેણે સુંદર પેન્ડેન્ટ નેકલેસ પહેર્યુ હતું અને સાથે કાનમાં મેચિંગ ઈયરિંગ્સ પહેરી હતી. વાળની હેરસ્ટાઈલ પણ એકદમ હાઈ રાઈઝ જેમ કરી હતી.

કોણ છે મનિકા વિશ્વકર્મા?

મનિકા વિશ્વકર્મા માત્ર 22 વર્ષની છે. તે રાજસ્થાનની છે.ઓગસ્ટ 2025માં તેણે દેશભરની બ્યુટી ક્વીન્સને હરાવીને મિસ ઈન્ડિયા યુનિવર્સ 2025 સ્પર્ધા જીતી. તે મિસ યુનિવર્સ 2025 માં વિશ્વભરની બ્યુટી ક્વીન્સ સામે સ્પર્ધા કરી રહી છે, અને તેનું પ્રદર્શન અત્યાર સુધી પ્રભાવશાળી રહ્યું છે.મનિકાને મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ચાહકોની ચિંતા ટળી! ધર્મેન્દ્રને હોસ્પિટલમાં રજા મળી, ઘેર લઈ જવાનો પરિવારનો નિર્ણય

મનિકાનો ડ્રેસ જ નહીં પરંતુ તેનો મેકઅપ પણ અદભુત હતો. આ લુક માટે તેણે વિંગ્ડ આઈલાઈનર, મસ્કરા, કોહલ, ગ્રે-સિલ્વર ચમકદાર આઈશેડો અને ગ્લોસી લિપ્સ કર્યા હતા. આ લુકમાં તે કોઈ સુંદર પરી જેવી લાગતી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manika Vishwakarma Miss Universe Beauty Pageant
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ