બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Man in China dies after testing positive for hantavirus

Hantavirus / કોરોનાના ખતરા સામે લડી રહેલા ચીનમાં વધુ એક નવા વાયરસથી મોત થતાં મચ્યો હડકંપ

Published By: Divyesh

Last Updated: 04:05 PM, 24 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયર સામે ઝઝૂમી રહેલા ચીનના યુન્નાન પ્રાંતમાં એક વ્યક્તિનું મોત હંતા વાયરસથી થયું છે. પીડિત વ્યક્તિ કામ કરવા માટે બસથી શાડોંગ પ્રાંત પરત ફરી રહ્યો હતો. જો કે તેનામાં હંતા વાયરસ પોઝિટિવ મળી આવ્યો. જો કે તેને લઇને હાલમાં બસમાં સવાર અન્ય 32 લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે.

  • કોરોના સામે ઝઝૂમી રહેલા ચીનના યુન્નાન પ્રાંતમાં એક વ્યક્તિની હંતા વાયરસથી મોત
  •  આ ઘટના અંગે સોશિયલ મીડિય પર મચી ધમાલ
  • લોકોમાં ડરઃ કોરોનાની જેમ આ મહામારી ન બની જાય

જો કે આ અંગે હાલ લોકો ટ્વિટ કરવાથી લોકો ડરી રહ્યાં છે કે આ પણ કોરોના વાયરસની જેમ મહામારી ન બની જાય. લોકો કહી રહ્યાં છે કે જો  ચીનના લોકો પશુઓને જીવતા ખાવાનું બંધ નહીં કરે તો આ ચાલુ જ રહેશે. આ હંતા વાયર ઉંદર ખાવાથી થાય છે. 

જાણો છે શું છે હંતા વાયરસ

વિશેષજ્ઞોની જાણકારી મુજબ કોરોના વાયરની જેમ હંતા વાયરસ ઘાતક નથી. કોરોનાની વિરુદ્ધ આ હવા દ્વારા ફેલાતો નથી. આ ઉંદર અને ખિસકોલીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સેંટર ફોર ડિજિજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન મુજબ ઉંદરોનો ઘરની અંદર અને બહાર રહેવાથી હંતા વાયરસના સંક્રમિતનો ખતરો છે. એટલું જ નહીં પણ જો કોઇ સ્વસ્થ વ્યક્તિ છે અને તે હંતા વાયરસના સંપર્કમાં આવે છે તો તેને સંક્રમિત હોવાનો ખતરો રહે છે. 

 


જો કે હંતા વાયર એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં જતો નથી, પરંતુ જો કોઇ વ્યક્તિ ઉંદરના મળ, પેશાબ વગેરેને જો અડી જાય અને ત્યારબાદ પોતાની આંક, નાક અને મોઢૂં (મોં) ને અડે છે તો હંતા વાયરસ સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે.

આ વાયરસના સંક્રમિત થવા પર મનુષ્યને તાવ, માથાનો દુઃખાવો, પેટમાં દુઃખાવો, ઉલ્ટી, ડાયરિયા (ઝાડા) વગેરે થઇ જાય છે. જો ઇલાજમાં મોડુ થાય છે તો સંક્રમિત મનુષ્યના ફેફડામાં પાણી ભરાય જાય છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો કે સીડીસી મુજબ હંતા વાયર જાનલેવા છે. જેમાં સંક્રમિત વ્યક્તિઓનો મરવાનો આંકડો 38 ટકા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

China Coronavirus World News hantavirus કોરોના વાયરસ ચીન વર્લ્ડ ન્યૂઝ હંતા વાયરસ Hantavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ