ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / દરિયામાં હાઇજેક: તુર્કીના હથિયારોથી ભરેલું જહાજ લૂંટી ગયા લૂટેરા, 6 ભારતીય નાગરિકો પણ હતા સવાર

વિશ્વ / દરિયામાં હાઇજેક: તુર્કીના હથિયારોથી ભરેલું જહાજ લૂંટી ગયા લૂટેરા, 6 ભારતીય નાગરિકો પણ હતા સવાર

Published By: Pravin Joshi

Last Updated: 08:51 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમાલિયાના પંટલેન્ડ કિનારા નજીક દરિયાઈ ચાંચિયાઓએ તુર્કીના હથિયારોથી ભરેલા એક કાર્ગો જહાજ M/V LUTUF નું અપહરણ કર્યું છે.

ADVERTISEMENT

સોમાલિયાના પંટલેન્ડ તટ નજીક દરિયાઈ ચાંચિયાઓએ મોટો હુમલો કરીને તુર્કીના હથિયારો અને લશ્કરી સાધનોથી ભરેલા એક કાર્ગો જહાજને લૂંટી લીધું છે. આ ઘટનામાં 6 ભારતીય નાગરિકો સહિત 10 ક્રૂ મેમ્બર્સનું અપહરણ કરવામાં આવ્યું છે. ઘટનાના 4 દિવસ પસાર થઈ ગયા હોવા છતાં જહાજની વર્તમાન સ્થિતિ કે બંધક બનાવાયેલા ક્રૂ મેમ્બર્સ વિશે કોઈ માહિતી મળી શકી નથી. સોમાલિયાના એક અધિકારીએ આ સપ્તાહની શરૂઆતમાં જણાવ્યા મુજબ, કેમરૂનનો ઝંડો ધરાવતા M/V LUTUF નામના કાર્ગો જહાજને પંટલેન્ડના એઇલ જિલ્લામાં મર્રાયાથી અંદાજે 3½ નોટિકલ માઇલ દૂરથી સોમવારે અગવા કરવામાં આવ્યું હતું. ચાંચિયાઓ આ જહાજને નુગાલ તટ તરફ લઈ ગયા છે.

didha - 2026-08-20T204845.711

જહાજમાં તુર્કીનો સૈન્ય સામાન અને 6 ભારતીયો

પોલર મુવમેન્ટ શિપિંગના આ જહાજમાં મોગાદિશુ સ્થિત તુર્કીના મિલિટ્રી ટ્રેનિંગ સેન્ટર માટે હથિયારો, કમ્યુનિકેશન સિસ્ટમ અને સેટેલાઇટ ઉપકરણો લઈ જવામાં આવી રહ્યા હતા. જહાજના 10 સભ્યોના ક્રૂમાં 6 ભારતીય નાગરિકો, 1 તુર્કી નાગરિક, 1 જોર્જિયાઈ નાગરિક, 2 સર્બિયાઈ સિક્યુરિટી ગાર્ડ્સ સામેલ હતા. આ ઘટના અંગે હજુ સુધી તુર્કીના અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

8 ચાંચિયાઓએ આપ્યો ઘટનાને અંજામ

અહેવાલો મુજબ, આ ઘટનાને 8 દરિયાઈ ચાંચિયાઓએ અંજામ આપ્યો છે. એવું માનવામાં આવે છે કે આ એ જ જૂથ છે જેણે 26 એપ્રિલના રોજ M/V Sward જહાજનું અપહરણ કર્યું હતું. આ લૂંટારાઓ જહાજને પંટલેન્ડના ડંગોરોયો જિલ્લામાં ગરમાલ નજીકના કિનારા તરફ લઈ ગયા હતા. ઘટના બાદ તુર્કીની માલિકીના 2 જહાજ હાઇજેક થયેલા જહાજની નજીક પહોંચ્યા હતા, જ્યારે તુર્કીના હેલિકોપ્ટર અને ડ્રોન તે વિસ્તારમાં સતત મોનિટરિંગ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ NRI / 15 સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યાં છે અમેરિકાના આ નિયમો, જે ભારતીયોને કરશે સીધી અસર

મંગળવારે 2 લોકો ધરાવતી એક નાની હોડી જહાજ પાસે આવી હતી અને 'ખત' (khat - સોમાલિયામાં ચાવવામાં આવતો એક નશીલો પદાર્થ) પહોંચાડ્યો હતો. બોટ કિનારે પરત ફરી તે પછી તેના પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા અને 2 અન્ય ઘાયલ થયા હતા. જોકે, આ એર સ્ટ્રાઇક કોણે કરી અને માર્યા ગયેલા લોકો હાઇજેકિંગમાં સામેલ હતા કે કેમ તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. હાલમાં હાઇજેક થયેલા જહાજ અને તમામ ક્રૂ મેમ્બર્સની શોધખોળ જારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ShipHijack Pirates Somalia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ