ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ઇન્ડોનેશિયામાં કુદરતનો પ્રકોપ: થોડા કલાકોમાં ફાટ્યા 3 જ્વાળામુખી, જાણો શું ભૂકંપ સાથે છે કનેક્શન?
Last Updated: 05:30 PM, 20 August 2026
ADVERTISEMENT
ઇન્ડોનેશિયામાં મંગળવારે રાત્રે અચાનક બનેલી એક ઘટનામાં થોડા જ કલાકોના અંતરે દેશના ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં સ્થિત સક્રિય જ્વાળામુખી ફાટ્યા હતા. પૂર્વ જાવામાં માઉન્ટ સેમેરુ, ઇસ્ટ નુસા તુગારામાં માઉન્ટ લેવોટોબી લાકી-લાકી અને નોર્થ માલુકુમાં માઉન્ટ ઇબુમાં વિસ્ફોટ નોંધાયા હતા. આ પૈકી માઉન્ટ ઇબુમાં માત્ર થોડા જ કલાકોની અંદર 3 વાર વિસ્ફોટ થયો હતો. તંત્રના જણાવ્યા અનુસાર સેમેરુ અને લેવોટોબી લાકી-લાકી એલર્ટ લેવલ III પર છે, જ્યારે ઇબુ એલર્ટ લેવલ II પર છે.
ADVERTISEMENT

આ ઘટના બાદ ભૂકંપ અને જ્વાળામુખી વચ્ચેના સંબંધો અંગે સવાલો ઉઠી રહ્યા છે. જોકે, ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ ત્રણેય જ્વાળામુખી ભૌગોલિક રીતે એકબીજાથી ખૂબ દૂર છે અને પહેલાથી જ સક્રિય હતા. સેમેરુ અને લેવોટોબીમાં અગાઉ પણ સતત હલચલ જોવા મળતી હતી અને ઇબુ પણ લાંબા સમયથી સક્રિય છે. તેથી ત્રણેયનું એક જ સમયે ફાટવું એ માત્ર એક સંયોગ હોઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવતા દેશોમાંનો એક છે, જ્યાં લગભગ 127 સક્રિય જ્વાળામુખી આવેલા છે. આનું મુખ્ય કારણ દેશનું ભૌગોલિક સ્થાન છે. ઇન્ડોનેશિયા 'પેસિફિક રિંગ ઓફ ફાયર' વિસ્તારમાં આવેલું છે, જ્યાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો સતત એકબીજા સાથે અથડાય છે અને સરકે છે. જ્યારે એક પ્લેટ બીજી પ્લેટની નીચે જાય છે, ત્યારે ઊંડાણમાં ગરમ ખડકો પીગળીને મેગ્મા બનાવે છે, જે ઉપર તરફ આવીને જ્વાળામુખી વિસ્ફોટનું રૂપ ધારણ કરે છે.

ADVERTISEMENT
યુએસજીએસ મુજબ જો કોઈ જ્વાળામુખીની અંદર અગાઉથી જ મેગ્મા અને ભારે દબાણ જમા થયેલું હોય, તો મોટો ભૂકંપ તેની સક્રિયતા વધારી શકે છે. પરંતુ જો જ્વાળામુખીમાં પર્યાપ્ત મેગ્મા કે દબાણ ન હોય, તો ભૂકંપની અસરોથી તે ફાટતો નથી. બીજી તરફ, જ્યારે મેગ્મા જમીનની અંદર ઉપર તરફ વધે છે ત્યારે ખડકો પર દબાણ આવવાથી પણ નાના-નાના ભૂકંપ આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ NRI / 15 સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યાં છે અમેરિકાના આ નિયમો, જે ભારતીયોને કરશે સીધી અસર
ADVERTISEMENT
અત્યાર સુધી એવા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી જે સાબિત કરી શકે કે સેમેરુ, લેવોટોબી લાકી-લાકી અને ઇબુના વિસ્ફોટ એક જ કારણસર થયા છે. ત્રણેય જ્વાળામુખી અલગ-અલગ પ્રદેશોમાં હોવાથી આ ઘટનાને ઇન્ડોનેશિયાની અત્યંત સક્રિય ભૌગોલિક સ્થિતિનો જ એક ભાગ માનવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT