બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Make Traditional Urad Dal Vada For Kali Chudash Festival

દિવાળી 2019 / આ રીતે બનાવો કાળીચૌદશના પરંપરાગત અડદની દાળના વડા

Published By: Bhushita

Last Updated: 08:58 AM, 26 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ખાસ તહેવારોની સાથે કેટલીક ખાસ વાતો જોડાયેલી છે. કાળીચૌદશના દિવસે ઘરમાંથી કંકાસ કાઢવાનો રિવાજ છે. આ દિવસે લોકો ઘરે અડદની દાળના અને અન્ય દાળના વડાં બનાવે છે અને તેને ઘરમાં ફેરવીને ચાર રસ્તા પર મૂકી આવે છે. આ ખાસ પ્રથાના આધારે આ દિવસે સાંજે લગભગ દરેક ગુજરાતી ઘરમાં વડાં બનાવવાનો રિવાજ છે.

અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો. 

નોંધ- ખીરું બની ગયા બાદ પહેલાં વડા તળાઈ જ્યારે ત્યારે પ્રથાના આધારે મૂકવાના 5 વડા કાઢી લો અને પછી બાકીના વડાના દહીંવડા બનાવીને મજા માણો.

દહીંવડા- ફાઈલ ફોટો

અડદની દાળના દહીંવડા

સામગ્રી

  • અઢીસો ગ્રામ અડદની દાળ
  • પાંચસો ગ્રામ દહીં
  • અડધું લાલ મરચું
  • અડધી ચમચી જીરું
  • પચાસ ગ્રામ બેસન, થોડા ધાણા, તેલ 
  • મીઠું સ્વાદ મુજબ.

રીત 

દહીંવડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં વાટી લો. તેમાં બેસન જીરું, થોડું તેલ અને કાપેલા ધાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો. તળેલા વડાને પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને દહીમાં નાખો. લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર, મીઠું નાખીને સર્વ કરો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

DIwali 2019 Festival Kali Chudash Recipe Urad Dal Vada Vada અડદની દાળના વડા કાળીચૌદશ દહીંવડા પરંપરા રેસિપી Diwali 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ