બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / Make Tasty And Healthy Fenugreek and Spinach Muthiya in winter season at Home With Easy Recipe
પાલક-મેથી મુઠિયા
ADVERTISEMENT
સામગ્રી
ADVERTISEMENT
વઘાર માટે
ADVERTISEMENT
રીત
એક બાઉલમાં મેથી અને પાલકને બરાબર ધોઈ લો. તેના પર થોડું મીઠું નાંખીને આઠથી દસ મિનિટ માટે એક બાજુ પર મૂકી દો. ત્યાં સુધીમાં મુઠિયા મૂકવા માટે પાણી ધીમા તાપે ગરમ કરવા મૂકી દો. મુઠિયા મૂકવાની ડિશ પર થોડું તેલ લગાવી લો. ત્યાર બાદ પાલક-મેથીને હાથ વડે બરાબર નીચોડીને પાણી કાઢી લેવું. એક મોટા બાઉલમાં પાલક-મેથી, બધાં જ લોટ, આદું-લસણની પેસ્ટ, લીલાં મરચાં, જીરૂં, લીબુંનો રસ, તેલ, ખાંડ, બેકિંગ સોડા અને મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો. થોડું પાણી નાખી કડક લોટ બાંધી લો. તેમાંથી લુઆ લઈને બોલ આકારના બનાવો. જરૂર પડે તો કોરો લોટ લેવો. હાથ વડે મુઠિયા બનાવીને તેને તેલ લગાવેલી ડિશ પર મૂકો. ધ્યાન રાખવું કે મુઠિયા એકબીજા પર ચોંટી ન જાય. તૈયાર થયેલી મુઠિયાની ડિશને કુકરમાં મૂકી લગભગ 20થી 25 મિનિટ સુધી ચઢવા દેવા. તૈયાર થયેલા મુઠિયાને બહાર કાઢી ઠંડા થવા દેવા. ત્યાં સુધી વઘાર તૈયાર કરી લેવો. વઘાર માટે સૌપ્રથમ એક નાના પેનમાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થઈ જાય એટેલે તેમાં રાઈ અને જીરૂં નાખવું. તતડે એટલે તેમાં હીંગ નાંખવી. ત્યાર બાદ તેમાં મુઠિયા નાંખીને બરાબર હલાવો. ચારેક મિનિટ સુધી બરાબર હલાવો. હલાવતી વખતે ધ્યાન રાખવું કે મુઠિયા તૂટી ન જાય. ત્યાર બાદ ગરમા ગરમ મુઠિયા પીરસવા માટે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.