બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Make Special And tasty Panipuri with different chutney at Home, Simple Recipe

રેસિપી / કંઈક ચટપટું ખાવાની ઈચ્છા છે તો લાઈનમાં લાગ્યા વિના ઘરે જ બનાવી લો પાણીપૂરી

Published By: Bhushita

Last Updated: 02:56 PM, 10 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર એવું બને છે કે કંઈ અલગ જ ખાવાનું મન હોય. તેમાં પણ પરિવારમાં બધા ઘરમાં હોય તો સાથે બેસીને ખાવાની મજા વધી જાય છે. પાણીપૂરી આવી જ એક ડિશ છે. જેને ખાવાની મજા અલગ જ હોય છે. લાલ લસણની ચટણી, બ્રાઉન ગળી ચટણી, કોથમીર મરચાં અને ફૂદીનાની લીલી ચટણી અને ખમણી સેવ. અરે વાહ, કોમ્બિનેશનથી જ મોઢામાં પાણી આવી જાય. ખુમચા પર લાઈનમાં પરિવાર સાથે ઊભા રહીને પાણીપૂરી ખાવામાં કંટાળો આવી શકે પણ ઘરે જ તેની મજા લેવું સરળ છે.

પાણી પૂરી    

પૂરી બનાવવા માટે

- બે વાટકી રવો
- પાણી

રીત

બે વાડકી રવામાં થોડુંક જ મીઠું નાંખી, કઠણ લોટ બાંધવો એક કપડાને પાણીમાં પલાળી, બરાબર નિચોવી, કણક ઉપર વીંટી કણકને તપેલીમાં મૂકી ઢાંકણ ઢાંકી છ કલાક રહેવા દેવી. પછી ખાંડી, મસળી તેમાંથી મોટો પાતળો રોટલો વણી, ડબ્બીના નાના ઢાંકણાથી પૂરીઓ કાપવી, ભીના ચાદરના કપડા ઉપર છૂટી પાથરવી. થોડી વાર પછી પેણીમાં વધારે તેલ મૂકી, સારું ગરમ થાય એટલે એક એક કરીને સાત-આઠ પૂરી મૂકવી. તેને સાધારણ દબાવી ફુલાવવી. બધી ફૂલી જાય પછી ફેરવવી. પૂરી કડક તળાય પછી કાઢી લેવી. 

પ્રતિકાત્મક ફોટો

પાણીપૂરીનું પાણી

સામગ્રી

- અડધી ઝૂડી ફુદીનાનાં પાન
- થોડા લીલા ધાણા
- દસ લીલાં મરચાં 
- આદુ નાખી મિક્સરમાં ઝીણી પેસ્ટ 
- ત્રણ કપ પાણી
- મીઠું
- સંચળ
- બે ચમચા પાણીપૂરીનો મસાલો  

રીત

બધી સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી લો અને તેને ઠંડા પાણીમાં મિક્સ કરીને ચાખી લો. જરૂર પ્રમાણે સંચળ કે ચાટ મસાલો ઉમેરો.

ગળી ચટણી માટે

- સો ગ્રામ ખજૂર 
- પચાસ ગ્રામ આંબલી

રીત

આ બંનેને પલાળી, વાટી તેનું પાણી બનાવવું તેમાં થોડો ગોળ નાંખી, પાતળી ચટણી બનાવવી.

પ્રતિકાત્મક ફોટો

તીખી ગ્રીન ચટણી (કોથમીર - ફૂદીના- મરચાની ચટણી)

સામગ્રી

- એક કપ સમારેલી કોથમીર
- અડધો કપ સમારેલી ફુદીનો
- ત્રણ નંગ લીલા મરચા
- એક નાનો ટુકડો આદુ
- સ્વાદ પ્રમાણે મીઠું
- અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો ભૂકો
- એક ટીસ્પૂન દહીં
- એક ટીસ્પૂન શેકેલી શિંગ નો ભૂકો

રીત

ચટણી માટેની બધી જ સામગ્રી લઇ મિક્સરમાં ક્રશ કરી લેવી.

લસણની લાલ ચટણી

સામગ્રી

- દસ કળી લસણ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ત્રણ ટીસ્પૂન લાલ મરચું પાવડર
- બે ટીસ્પૂન તલ

લસણની લાલ ચટણીની રીત

ઉપરની બધી જ સામગ્રી ભેગી કરી ક્રશ કરી લો. પાણી બને તેટલું ઓછું નાંખો. ચટણી વાપરતી વખતે જરૂર પુરતું પાણી નાંખવું.
 
મસાલા માટે

- અઢીસો ગ્રામ બટાકા
- બસો ગ્રામ ચણા
- બસો ગ્રામ 

 

રીત

બંનેને બાફીને બન્ને ભેગા કરી, મીઠું, મરચું, મરીનો ભૂકો નાંખવો. તેમાં બુંદી તૈયાર રાખવો.

એક બાઉલમાં છ-સાત પૂરી મૂકી, તેને ફોડી, ઉપર બટાકા-ચણા મૂકવાં. તેના ઉપર પાણી અને ખજૂર-આંબલીની ચટણી નાંખવી. ઉપર બુંદી ભભરાવવી.

સંકળાયેલા મુદ્દાઓ

Different dish Panipuri Recipe Single dish menu ચટણી પાણીપૂરી રેસિપી recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ