બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Maharashtra Political Crisis: PM Modi tweets congratulations to CM Eknath Shinde and Devendra Fadnavis

શુભેચ્છા / PM મોદીએ CM એકનાથ શિંદેને પાઠવ્યા અભિનંદન, DyCM દેવેન્દ્ર ફડણવીસના કર્યા વખાણ, જુઓ શું કહ્યું

Published By: Vishnu

Last Updated: 11:03 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિંદે જમીનથી જોડાયેલા નેતા,રાજકીય અને વહીવટી અનુભવ પણ છે, દેવેન્દ્ર ફડણવીસનો અનુભવ ખુબ કામ આવશે-PM મોદી

  • મહારાષ્ટ્રની કમાન એકનાથ શિંદેના હાથમાં
  • દેવેન્દ્ર ફડણવીસે DyCM  તરીકે લીધા શપથ
  • શપથ બાદ PM મોદીએ આપ્યા અભિનંદન

મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી ચોંકાવનારી ઉલટફેર આવી છે. ભાજપે એવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે કે ઉદ્ધવ ઠાકરે સમર્થિત શિવસેના અને મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડીના ગઠબંધનને ચારોખાને ચીત કરી દીધી છે. ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસે પોતે જ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હશે. જે બાદ સાંજે 7 30 વાગ્યે  રાજપાલ કોશિયારીએ એકનાથ શિંદેને સીએમ તરીકે શપથ લેવડાવ્યય છે. તેમજ દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિંદે અને ફડણવીસને પાઠવી શુભેચ્છા
શિંદેને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર એકનાથ શિંદેને અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રને વધુ ઊંચાઈ પર લઇ જવા માટે કામ કરશે. 

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના તમામ કાર્યકર્તા માટે પ્રેરણા રૂપ: PM મોદી
PMએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર દેવેન્દ્ર ફડણવીસને શુભેચ્છા. તેઓ ભાજપના તમામ કાર્યકર્તા માટે પ્રેરણા છે. તેમનો અનુભવ અને નિપુણતા સરકાર માટે સંપત્તિ બની રહેશે. મને ખાતરી છે કે મહારાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવશે

અમિત શાહે પાઠવ્યા અભિનંદન
ટ્વીટ કરતાં અમિત શાહે કહ્યું કે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના સીએમ અને દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવા બદલ હાર્દિક શુભકામના, વધુમાં લખ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે પીએમ મોદીની માર્ગદર્શનમાં નવી સરકાર મહારાષ્ટ્રના વિકાસ અને જનતાના હિતો માટે સમર્પિત ભાવથી કામ કરશે.

શરદ પવારે પાઠવી શુભકામના
તો બીજી તરફ શરદ પવારે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવા માટે અભિનંદન પાઠવા હતા અને કહ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના હિતની રક્ષા કરવામા આવશે
 

સંકળાયેલા મુદ્દાઓ

CM Eknath Shinde Maharashtra Political Crisis PM modi devendra fadnavis દેવેન્દ્ર ફડણવીસ પીએમ મોદી મહારાષ્ટ્ર રાજકીય સંકટ સીએમ એકનાથ શિંદે Maharashtra Political Crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ