ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / મુંબઈ / Travel / Luxury cruise "Karnika" to connect Mumbai to Diu

Travel / ક્રૂઝની મજા માણવા હવે ગોવા નહીં જવું પડે, મુંબઈથી દીવ સેવા શરૂ, આટલું છે ભાડું

Published By: Shalin

Last Updated: 12:35 AM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પ્રવાસીઓએ મોટા જહાજ એટલે કે ક્રુઝ વડે દરિયાઈ મુસાફરીના અનુભવ માટે બીજા રાજ્યમાં અથવા બીજા દેશમાં જવું પડે છે. જો કે હવે આ સમસ્યા ફરવાના શોખીનોને નહિ નડે કારણ કે મુંબઈ થી સૌરાષ્ટ્રના કેન્દ્ર શાસિત પ્રદેશ સુધીની એક લક્ઝરી ક્રુઝને સરકારે લીલી ઝંડી આપી દીધી છે.

ADVERTISEMENT

કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ કરેલી એક પ્રેસ રિલીઝ મુજબ મુંબઈના દરિયા કિનારાથી "કર્ણિકા" નામની લકઝરી ક્રુઝ 400 પ્રવાસીઓ સાથે આજે એટલે કે 13મી નવેમ્બરે રાત્રે રવાના થઈ રહી છે જે 14 તારીખે સવારે 8 વાગે પહોંચશે.  મનસુખ મંડાવિયાએ આ તમામ પ્રવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

આ પ્રસંગે આ ક્રુઝને ફ્લેગ ઑફ કરી રહેલા IAS અધિકારી શ્રી સંજય ભાટિયાએ જણાવ્યું હતું કે શિપિંગના કેન્દ્રીય મંત્રી દ્વારા મળેલ ટાર્ગેટ મુજબ મે 2020 સુધી દીવની 17 મુસાફરી કાપવામાં આવશે. સમય જતા સફરમાં બીજા સ્થળો પણ ઉમેરવામાં આવશે. 

Source : jaleshcruises.com
Source : jaleshcruises.com

17 મુસાફરીની તારીખો કઈ છે?

14-11-19
21-11-19
28-11-19
12-12-19
19-12-19
09-01-20
16-01-20
30-01-20
06-02-20
13-02-20
27-02-20
19-03-20
02-04-20
16-04-20
30-04-20
14-05-20
28-05-20

આટલા છે દીવની મુસાફરીના ભાવ 

આ ટુર ૨ રાત્રી અને ૩ દિવસની છે જેમાં મુંબઈથી દીવ થઇને ક્રુઝ મુંબઈ પાછી આવશે. વ્યક્તિદીઠ ભાવ રૂપિયા 13000 થી 16000ની વચ્ચે છે. નોંધનીય છે કે ઉનાળામાં વેકેશન સીઝન હોવાથી ભાવ વધુ છે. 

નોંધનીય છે કે મહારાષ્ટ્રના ગણપતિફૂલેના જાયગડ પોર્ટથી ઓક્ટોબર 2019માં આ ક્રુઝ શરુ કરવામાં આવી હતી જેમાં હવે દીવને ઉમેરવામાં આવ્યું છે. 

શું છે ખાણીપીણીમાં?

કર્ણિકા 40 જેટલી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસે છે જેની મજા તમે રૂમમાં બેસીને, રેસ્ટોરન્ટમાં અથવા ડેક પર બેસીને માણી શકો છે. 

Source : jaleshcruises.com

કર્ણિકા એક પ્રીમિયમ લકઝરી ક્રુઝ શિપ છે. તેની જાહોજલાલી ભરી સફર ફક્ત ભારતીય પ્રવાસીઓ એની પણ વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષશે.

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Travel cruise diu karnika ship travel tourism Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ