બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / LPG ગ્રાહકો સાવધાન! 16 ઓગસ્ટ પહેલા કરી લેજો આ કામ, નહીં તો સિલિન્ડર અને સબસિડી નહીં મળે

તમારા કામનું / LPG ગ્રાહકો સાવધાન! 16 ઓગસ્ટ પહેલા કરી લેજો આ કામ, નહીં તો સિલિન્ડર અને સબસિડી નહીં મળે

Published By: Bijal Vyas

Last Updated: 12:47 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Aadhaar e-KYC: જો તમે એલપીજી ગ્રાહક હોય, તો સરકારે તમારા માટે એલપીજી આધાર ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. અહીં તમે જાણી શકો છો કે ઘરે બેઠા આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરી શકાય.

દેશભરમાં એલપીજી સિલિન્ડરની માંગમાં થયેલો તાજેતરનો વધારો સૌના માટે ચિંતાનો વિષય બન્યો છે. લોકો જણાવી રહ્યા છે કે ભૂતકાળની સરખામણીમાં તેમને સિલિન્ડર મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. આના જવાબમાં, સરકારે એલપીજી પુરવઠા વ્યવસ્થામાં સુધારો કરવા માટે નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે.

કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન હેઠળ, તમામ પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી ગ્રાહકો માટે બાયોમેટ્રિક ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. આ બાબતમાં વિવિધ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ સોમવારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને ગ્રાહકોને 15 ઓગસ્ટ સુધીમાં અચૂકપણે તેમનું કેવાયસી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

ગેસ વિતરક શાંતનુ ચંદ્રાએ જણાવ્યું હતું કે, જિલ્લાના અડધાથી વધુ ગ્રાહકોએ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, પરંતુ મોટી સંખ્યામાં ગ્રાહકોએ હજુ સુધી તેમ કર્યું નથી. તેમણે ચેતવણી આપી હતી કે જે ગ્રાહકોએ તેમની KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તેમને 15 ઓગસ્ટની અંતિમ તારીખ પૂરી થયા બાદ ગેસ સિલિન્ડર બુક કરાવવામાં ગંભીર તકનીકી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

હકીકતમાં જે પણ LPG ગ્રાહકોએ e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળતાને કારણે LPG સિલિન્ડર બુકિંગ અને સબસિડીના લાભો જેવી સેવાઓ પર અસર પડી શકે છે. આવો જાણીએ કે તમે ઘરે બેઠા આ LPG આધાર e-KYC કેવી રીતે પૂર્ણ કરી શકો છો...

શું કામ કરવુ પડશે?

  • જો તમે LPG ગ્રાહક છો એટલે કે તમારી પાસે તમારા નામે LPG ગેસ કનેક્શન છે તો તમારે LPG આધાર e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
  • આ માટે તમારે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને તમારી ઓળખ ચકાસવી આવશ્યક છે.
  • તમે આ પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકો છો.

ઇ-કેવાઇસી કરવવું કેમ જરુરી છે?

  • ગેસ સિલિન્ડર બુક કરતી વખતે કોઈ સમસ્યા ન આવે,
  • ગેસની ડિલિવરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે,
  • અન્ય સબસિડી સમયસર મળી રહે વગેરે..

આ પણ વાંચોઃ ભારતમાં રાંધણ ગેસ પર નવા ચાર્જની તૈયારી? સિલિન્ડર લગભગ ₹18 મોંઘો થવાની શક્યતા

ઘરે બેઠા કેવી રીતે કરાવવું E-KYC?

  • સૌપ્રથમ, તમારે તમારા મોબાઇલ ફોન પર તમારી ગેસ કંપનીની એપ ડાઉનલોડ કરવાની રહેશે.
  • પછી એપમાં તમારો મોબાઇલ નંબર અથવા ગ્રાહક નંબર દાખલ કરો અને લોગ ઇન કરો.
  • ત્યારબાદ, તમારી બધી વિગતો જેમ કે એજન્સીનું નામ, તમારું નામ, વગેરે ત્યાં દેખાશે.
  • ત્યારબાદ તમને એપ પર e-KYC અથવા આધાર ઓથેન્ટિકેશનનો ઓપ્શન મળશે.
  • તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે 'Aadhaar FaceRD' એપ ઇન્સ્ટોલ કરવી પડશે.
  • ત્યારબાદ, તમારે તમારા ચહેરાને સ્કેન કરવાની અને પછીના પગલાં અનુસરવાની જરૂર છે.
  • એકવાર બધું વ્યવસ્થિત થઈ જાય, પછી તમારી e-KYC પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lpg e-kyc process Aadhaar e-KYC Done Online For LPG Gas Cylinder

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ