બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / lok sabha elections 2024 rashtriya lok dal jayant chaudhary nda

BIG NEWS / ભાજપ ફરી કરશે નવાજૂની? નીતિશ કુમાર બાદ INDIA ગઠબંધનને વધુ એક મોટો ઝટકો આપવાની તૈયારી

Manisha Jogi

Last Updated: 07:00 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળનું ગઠબંધન તૂટવાની કગાર પર છે. RLD ના મુખ્ય નેતા જયંત ચૌધરી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પ્રેસ કોન્ફરન્સ કરીને ગઠબંધનની જાહેરાત કરશે.

  • સપા અને રાષ્ટ્રીય લોકદળનું ગઠબંધન તૂટવાની કગાર પર
  • ભાજપ અને RLD ગઠબંધનની જાહેરાત કરશે
  • આગામી બે દિવસમાં રાષ્ટ્રીય લોકદળ NDAનો હિસ્સો બની જશે

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળનું ગઠબંધન તૂટવાની કગાર પર છે. આગામી બે દિવસમાં રાષ્ટ્રીય લોકદળ NDAનો હિસ્સો બની જશે. માનવામાં આવી રહ્યું છે કે, RLD ના મુખ્ય નેતા જયંત ચૌધરી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પ્રેસ કોન્ફરન્સ કરીને ગઠબંધનની જાહેરાત કરશે. 

ભાજપ રાજ્યસભાની સીટ આપશે
રાષ્ટ્રીય લોકદળ પાર્ટીએ ભાજપ પાસેથી 5 લોકસભા સીટની માંગ કરી છે. ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય લોકદળ પાર્ટીને મથુરા, બાગપત, અમરોહા અને કૈરોનાની ઓફર આપી હતી. રાષ્ટ્રીય લોકદળ પાર્ટી મુઝ્ઝફરનગર સીટની માંગ કરી છે, ભાજપે આ સીટ આપવાની ના પાડી હતી. આ સીટના કારણે ગઠબંધનનો પેંચ ફસાયો હતો. સંજીવ બાલિયાન મુઝ્ઝફરનગર સીટથી ભાજપ સાંસદ છે અને હાલમાં કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી છે. ભાજપે આ સીટ પર સમજૂતી કરવાની ના પાડી દીધી હતી. ભાજપ રાષ્ટ્રીય લોકદળ પાર્ટીને ઉત્તરપ્રદેશમાં એક રાજ્યસભા સીટ આપવા માટે તૈયાર છે, પણ એક લોકસભા સીટ ઓછી કરી દીધી છે. 

RLDને 3 લોકસભા અને એક રાજ્યસભા સીટ મળશે
જયંત ચૌધરીએ ભાજપ હાઈકમાન સાથે વાત કર્યા પછી આ ફોર્મ્યુલા નક્કી કર્યો છે. જેથી ભાજપ ઉત્તરપ્રદેશમાં લોકદળને 3 લોકસભા સીટ આપશે. ઉપરાંત ઉત્તરપ્રદેશમાં 10 રાજ્યસભા સીટ બાકી છે, જેમાંથી ભાજપની 7 સીટ પર જીત નક્કી છે. ભાજપ તેની પાર્ટીના 6 ઉમેદવાર રાજ્યસભા મોકલશે અને સમજૂતી અનુસાર રાજ્યસભાની એક સીટ લોકદળના ખાતામાં આવશે. 

વધુ વાંચો: 'ગુજરાતની બધી લોકસભા બેઠકો જીતશે ભાજપ, કોંગ્રેસના ફરી સુપડા સાફ'- મૂડ ઓફ નેશનમાં દાવો

સપા અને INDIAને ફટકો
રાષ્ટ્રીય લોકદળ પાર્ટી પાસે ઉત્તરપ્રદેશમાં એકપણ સાંસદ નથી, પણ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં મજબૂત જન આધાર છે. ભાજપ લોકદળ પાર્ટીની મદદથી બહોળી સફળતા મેળવી શકે છે. જયંત ચૌધરી NDAમાં શામેલ થતા સમાજવાદી પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધનને મોટો ફટકો પડી શકે છે. મુઝ્ઝફરનગરમાં દંગા પછી જાટ સમુદાય સમાજવાદી પાર્ટીથી નારાજ છે, જેથી આ સમુદાય ભાજપ અથવા રાષ્ટ્રીય લોકદળ સાથે આવી શકે છે. જયંત ચૌધરી ભાજપમાં જતા ભાજપને સફળતા મળશે અને સપાને નુકસાન થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ