બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. માર્ચના અંતે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. રાજકીય પાર્ટીઓ પણ પોતપોતાના સોગઠા ગોઠવવા લાગી છે. ભાજપે પણ ફીર એક વાર મોદી, કહેવતને પગલે ચાલીને ધુઆધાર તૈયારીઓ શરુ કરી દીધી છે. સોનામા સુગંધ ભળી હોય તેવા સમાચાર આવ્યાં છે.
2024માં ભાજપની ક્લીન સ્વીપ
મૂડ ઓફ નેશનમાં ગુજરાતમાં ભાજપની જીતને લઈને મોટો દાવો કરાયો છે. આ વખતે પણ રાજ્યના લોકોનો ભાજપ પર ભરોસો કાયમ છે. મૂડ ઓફ નેશન અનુસાર, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી ક્લીન સ્વીપ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણીમાં પણ ભાજપને ક્લીન સ્વીપ કરતાં લોકસભાની બધી 26 બેઠકો ઝડપી હતી. ગુજરાતમાં ભાજપનો વોટ શેર 62.1 ટકા છે જ્યારે કોંગ્રેસનો વોટ શેર 26.1 ટકા છે. બાકીનો પક્ષનો 12 ટકા હિસ્સો છે.
ADVERTISEMENT
કેવી રીતે કરાયો સર્વે
સર્વે માટે 543 બેઠકો પરથી 1,49,092 સેમ્પલ લેવામાં આવ્યા. આ સર્વે લગભગ દોઢ મહિના (15 ડિસેમ્બર 2023 થી 28 જાન્યુઆરી 2024 સુધી) કરવામાં આવ્યો હતો. 35 હજાર લોકો સાથે સીધી વાત કરાઈ હતી. તે ઉપરાંત દોઢ લાખ લોકોને અલગ-અલગ રીતે સામેલ કરવામાં આવ્યા છે, જે બાદ અમે સર્વેના પરિણામો જાહેર કરાયાં હતા.
ગુજરાતમાં કોને કેટલી સીટ મળશે?
ભાજપ- 26
કોંગ્રેસ- 0
અન્ય- 0
કુલ બેઠક- 26
ADVERTISEMENT
ભાજપ માટે સોનામા સુગંધ જેવા સમાચાર
આ સમાચાર ભાજપનું મનોબળ વધારી શકે છે. આમેય ભાજપને બીજા પક્ષો કરતાં સૌથી પહેલા લોકસભા ચૂંટણીની તૈયારીઓ શુર કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.