ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / lok-sabha-elections-2019-announcement-elections-dates-in-today-press-conference

NULL / લોકસભા ચૂંટણીઃ મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાની પ્રેસ કોન્ફરન્સ

Published By: vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

લોકસભાની ચૂંટણીને લઇને આજે તારીખોની જાહેરાત થઇ શકે છે. ચૂંટણીપંચ આજે ચૂંટણીની તારીખ જાહેર કરે તેવી સંભાવના છે. સાંજનાં 5 વાગ્યે ચૂંટણીપંચ જાહેરાત કરશે. મહત્વનું છે કે શનિવારે ચૂંટણીપંચની આ જ મુદ્દે બેઠક પણ મળી હતી.



આ મેરેથોન બેઠકમાં તૈયારીઓ અને વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાઇ હતી. મહત્વનું છે કે 2004માં પણ રવિવારે જ ચૂંટણીની જાહેરાત થઇ હતી. 3 જૂને ચાલુ સરકારનો કાર્યકાળ પૂર્ણ થાય છે. દેશભરમાં ચૂંટણી 7-8 તબક્કાઓમાં યોજાશે. લોકસભાની ચૂંટણી સાથે કેટલાંક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત થઇ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં ચૂંટણીલક્ષી તારીખોની જાહેરાત થઇ શકે છે.
  ચૂંટણીપંચ આજે લોકસભાની ચૂંટણીની તારીખનું એલાન કરી શકે છે. એપ્રિલ અને મેં મહિનામાં સાતથી આઠ તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણીપંચનાં અધિકારીએ ગઈ કાલે ત્રણ કલાકની મેરાથોન બેઠક કરી હતી. જે બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે આજે ચૂંટણીપંચ લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી શકે છે. ચૂંટણીપંચનાં સુત્રોનાં જણાવ્યાં મુજબ, આજથી માંડીને મંગળવાર સુધીમાં વિજ્ઞાન ભવનને પણ બુક કરી લેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીનાં કાર્યક્રમની જાહેરાત વિજ્ઞાન ભવનમાં જ થશે.



ચૂંટણીપંચનાં રેકોર્ડ મુજબ વર્ષ 2004માં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન પણ રવિવારનાં રોજ જ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે પણ આજે ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે. ચૂંટણીપંચના સુત્રોનું કહેવું છે કે લોકસભા ચૂંટણી માટે કેટલીક તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. ચાલુ લોકસભાનો કાર્યકાળ ત્રીજી જૂને પુર્ણ થશે. ચૂંટણીની તારીખોના એલાન બાદ આગામી સપ્તાહમાં પહેલા અને બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી નિરીક્ષકોની બેઠક યોજાશે. પહેલા તબક્કાના મતદાન માટે એપ્રિલનાં પહેલા સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે.



ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગ આ સપ્તાહે કોઇ પણ સમયે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસ પહેલાં પણ મોડું કર્યું હોવાનાં આરોપો લગાવી ચૂકેલ છે કે ચૂંટણી પંચ તારીખોની જાહેરાત પહેલાં પીએમ મોદીનાં યાત્રા કાર્યક્રમ પૂર્ણ થવાની રાહ જોઇ રહેલ છે.
  પહેલાની સામાન્ય ચૂંટણીની તારીખઃ
2014ની સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત 5 માર્ચનાં રોજ કરવામાં આવી હતી. એ જ રીતે 2009 લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત તે સમયે 2 માર્ટનાં રોજ કરવામાં આવી હતી. ત્યારે 2004ની સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત 29 ફેબ્રુઆરીનાં રોજ કરાઇ હતી.

આનું શું હોય છે મહત્વ?
ચૂંટણી આયોગ એક સંવૈધાનિક સંસ્થા છે કે જેને સંવિધાનની અનુચ્છેદ 324 અંતર્ગત ચૂંટણીને કરાવવા માટે તમામ શક્તિઓ મળી હતી. તેને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીને સુનિશ્ચિત કરવાની જવાબદારી મળી છે. જેથી જરૂરી છે કે આ કોઇ પણ પ્રકારનાં દબાવથી સંપૂર્ણ રીતે મુક્ત છે. આવાં નિર્ણય જેનાંથી પક્ષપાતી રવૈયાની શંકા પેદા થાય, તેની વિશ્વસનીયતાને પણ નુકસાન પહોંચાડી શકે છે.

ચૂંટણી આયોગ જલ્દી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઇ રહેલ છે. ત્યારે એપ્રિલ-મેં મહીનામાં સાત-આઠ ચરણોમાં ચૂંટણી સંપન્ન થઇ શકે છે. સૂત્રોએ ગુરૂવારનાં રોજ આ અંગે જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટણી આયોગ 17મી લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવાનાં અંતિમ ચરણમાં છે. ચૂંટણીનાં વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત આ સપ્તાહાંત સુધી અથવા તો આગામી સપ્તાહની શરૂઆત સુધી થઇ શકે છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ ત્રણ જૂનનાં રોજ સમાપ્ત થઇ રહેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ