ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પ્લાનમાં ફેરફાર કરતા આ કંપનીના યુઝર્સને લાગ્યો ઝટકો, જાણો

ટેક્નોલોજી / પ્લાનમાં ફેરફાર કરતા આ કંપનીના યુઝર્સને લાગ્યો ઝટકો, જાણો

Published By: Shilpa Parmar

Last Updated: 03:32 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ આ કંપનીનું સિમ કાર્ડ યુઝ કરો છો તો તમારા માટે એક ખરાબ સમાચર છે. જિઓ બાદ આ ટેલિકોમ કંપનીએ અચાનક પોતાના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યો છે. જાણો કયા યુઝર્સને લાગશે ઝટકો?

ADVERTISEMENT

જિઓ બાદ ટેલિકોમ કંપની એરટેલે તાજેતરમાં તેના સૌથી સસ્તા પ્લાનને બંધ કરી દીધો છે. કંપનીએ પહેલા 249 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો હતો. હવે કંપનીએ વધુ એક ઝટકો આપતાં 195 રૂપિયાના પ્લાનમાં પણ ફેરફાર કરી નાખ્યો છે. જાણો કંપનીએ શું ફેરફાર કર્યો છે રિચાર્જ પ્લાનમાં?

ટેલિકોમ કંપની એરટેલે હાલ તેના રિચાર્જ પ્લાનમાં ઘણા ફેરફાર કર્યા છે. થોડા દિવસ પહેલા જ કંપનીના નેટવર્કમાં ઇશ્યૂ આવતા યુઝર્સ ઘણા હેરાન થયા હતાં. ત્યાર બાદ કંપનીએ તેના સસ્તા પ્લાનમાં ફેરફાર કરીને ફરી એકવાર યુઝર્સને ઝટકો આપ્યો છે.

airtel-bharti

ઘટશે ડેટાનો લાભ

એરટેલે તેના 195 રૂપિયાના પ્લાનમાં મળતા ડેટા બેનેફિટ્સમાં ઘટાડો કર્યો છે. 195 રૂપિયામાં કંપની ડેટા વાઉચર ઓફર કરે છે. આનો અર્થ એ છે કે આ પ્લાન સાથે તમને કોઈ સર્વિસ વેલિડિટી નહીં મળે.

પહેલા મળતો હતો 15GB ડેટા

એરટેલના 195 રૂપિયાના ડેટા વાઉચર સાથે કંપની અગાઉ 15GB ડેટા આપી રહી હતી. હવે કંપનીએ તેમાં કાપ મૂકીને ડેટાના લાભમાં ઘટાડો કર્યો છે. હવે આ પ્લાન સાથે તમને 12GB ડેટા મળશે. આ ઉપરાંત તમને 90 દિવસ માટે JioHotstar Mobile નો એક્સેસ પણ મળશે.

  • પહેલા : 15GB ડેટા
  • નવા ફેરફાર પછી : 12GB ડેટા + 90 દિવસ માટે JioHotstar Mobile એક્સેસ
  • સર્વિસ વેલિડિટી: નહીં મળે (માત્ર ડેટા માટે ઉપયોગી)
AIRTEL-2

249 રૂપિયાનો પ્લાન પણ બંધ

195 રૂપિયાનો પ્લાન હવે અગાઉની સરખામણીમાં મોંઘો બની ગયો છે. તે પહેલાં કંપનીએ 249 રૂપિયાનો પ્લાન હટાવી દીધો હતો. આ કંપનીનો સૌથી સસ્તો પ્લાન હતો, જેમાં રોજના 1GB ડેટા સાથે કોલિંગ અને SMSના લાભ પણ મળતા હતા.

વધુ વાંચો: જિયોનો સસ્તો રિચાર્જ પ્લાન, એક વર્ષની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને 5G ડેટાનો લાભ

હવે કેટલો ખર્ચ કરવો પડશે?

હવે ગ્રાહકોને રોજના 1GB ડેટા વાળા પ્લાન માટે ઓછામાં ઓછા 299 રૂપિયા ખર્ચવા પડશે. જોકે, એરટેલ પોતાના યૂઝર્સને Perplexity Pro નું સબ્સ્ક્રિપ્શન પણ આપી રહી છે. Perplexity Pro નું એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન અંદાજે 17 હજાર રૂપિયાનું આવે છે. કંપની આ સબ્સ્ક્રિપ્શન પોતાના ગ્રાહકોને મફતમાં આપી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Network Airtel Data Plan Airtel Recharge Plan

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ