ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ, મેચ્યોરિટી પર મળશે 1,57,162 રૂપિયાનું ગેરેન્ટેડ વ્યાજ

તમારા કામનું / પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ, મેચ્યોરિટી પર મળશે 1,57,162 રૂપિયાનું ગેરેન્ટેડ વ્યાજ

Published By: Nidhi Panchal

Last Updated: 11:45 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે એવું રોકાણ શોધી રહ્યા છો જેમાં પૈસા પણ સુરક્ષિત રહે અને વ્યાજ પણ મજબૂત મળે? તો પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) 8મી ઇશ્યૂ યોજના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

ADVERTISEMENT

પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરાયેલી નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) યોજના એક લાંબા ગાળાનું સુરક્ષિત રોકાણ વિકલ્પ છે, જેમાં રોકાણકારોને ખાતરીપૂર્વકનું વળતર મળે છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમે તમારું મૂડી રોકાણ સુરક્ષિત રાખી શકશો અને સાથે નક્કી વ્યાજ દરથી નફો પણ મેળવી શકશો.

post-office-new

આ યોજનામાં ભારતના રહેવાસી નાગરિકો ભાગ લઈ શકે છે. વ્યક્તિગત રીતે ખાતું ખોલી શકાય છે અથવા ત્રણ પુખ્ત વ્યક્તિઓ સુધી સંયુક્ત ખાતું ખોલવાની સુવિધા છે. સગીર વતી પણ ખાતું ખોલી શકાય છે અને જો કોઈ બાળકની ઉંમર દસ વર્ષથી વધુ હોય તો તે પોતે પણ ખાતું ખોલી શકે છે.

vtv app promotion

હાલમાં આ યોજનામાં 7.7 ટકા વ્યાજ દર આપવામાં આવે છે. જો તમે આ યોજનામાં ₹3,50,000નું રોકાણ કરો છો, તો પાંચ વર્ષ પછી તમને ₹1,57,162 જેટલું વ્યાજ મળશે. એટલે કે, પરિપક્વતાના સમયે તમને કુલ ₹5,07,162 મળશે. આ રકમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સરકારે તેની ખાતરી આપે છે.

આ પણ વાંચો : બેંકની FD છોડો! સરકારની પાંચ યોજનામાં રોકાણથી કરો બમ્પર કમાણી

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) યોજનામાં લઘુત્તમ રોકાણ ₹1,000 રાખવામાં આવ્યું છે. ત્યારબાદ, તમે ₹100 ના ગુણાંકમાં કોઈપણ રકમ જમા કરી શકો છો. આ યોજનામાં કરવામાં આવેલ રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર છૂટ માટે પણ પાત્ર ગણાય છે. આ યોજનાની મુદત 5 વર્ષની હોય છે, એટલે કે ડિપોઝિટની તારીખથી પાંચ વર્ષ પછી તમારું રોકાણ પરિપક્વ થશે. જો તમે નિયમિત બચત સાથે સુરક્ષિત વળતર ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસની NSC 8મી ઇશ્યૂ યોજના એક વિશ્વસનીય અને ફાયદાકારક વિકલ્પ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NSC 8th Issue Post Office Scheme National Savings Certificate

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ