બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આખરે એલન મસ્કે કેવી રીતે તૈયાર કરી દુનિયાને દિવાના બનાવતી કાર, જાણો TESLAની કહાની
Last Updated: 10:17 AM, 15 July 2025
Tesla India Launch: હિન્દી ફિલ્મોમાં એવો પ્લોટ જોયો હશે કે કોઈ બહારથી આવીને આખી કંપની પર કબજો કરીને તેનો માલિક બની જાય. ટેસ્લા અને એલન મસ્કની વાર્તા પણ કંઈક આવી જ છે. ટેસ્લા ભારતીય બજારમાં એન્ટ્રી માટે તૈયાર છે અને આ સાથે ઘણા ભારતીયોનું તેને ખરીદવાનું સપનું પૂર્ણ થશે. 15 જુલાઈના રોજ, મુંબઈના બીકેસીમાં ટેસ્લાનો પહેલો શોરૂમ ખુલવા જઈ રહ્યો છે અને આ સાથે આ બ્રાન્ડ ભારતમાં પોતાનું ડેબ્યૂ કરશે. ભારતમાં ટેસ્લાનો પહેલો ગ્રાહક કોણ હશે તે જોવું પણ રસપ્રદ રહેશે. ટેસ્લાનું નામ આવતાની સાથે જ એલન મસ્કની તસવીર આપમેળે સામે આવી જાય છે. જો એલનને આ બ્રાન્ડનો પર્યાય કહેવામાં આવે તો ખોટું નહીં હોય. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ કંપની એલન દ્વારા શરૂ કરવામાં આવી ન હતી, પરંતુ તેણે રોકાણકાર તરીકે તેમાં પ્રવેશ કર્યો હતો.
ADVERTISEMENT

બે એન્જિનિયર્સે કરી હતી શરૂઆત
ADVERTISEMENT
જ્યારે પણ દુનિયામાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) ની વાત થશે, ત્યારે ટેસ્લાનું નામ સૌથી પહેલા લેવાશે. પરંતુ આ કંપની એલન મસ્ક દ્વારા નહીં પરંતુ કોઈ બીજા દ્વારા શરૂ કરવામાં આવી હતી. ટેસ્લાનું સપનું એ સમયે જોવામાં આવ્યું હતું, જયારે ઇલેક્ટ્રિક કાર ફક્ત એક કાલ્પનિક વસ્તુ હતી. પરંતુ આજે ટેસ્લાએ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી છે, સાથે જ ઉર્જા ક્ષેત્ર, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને સ્પેસ ટેકનોલોજીમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. આજે ટેસ્લા એક એવી કંપની તરીકે ઓળખાય છે જે વિશ્વમાં સૌથી ઇનોવેટિવ કંપની છે.

ADVERTISEMENT
1 જુલાઈ 2003 ના રોજ બે એન્જિનિયર માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગે ટેસ્લા મોટર્સનો પાયો નાખ્યો. બંને એ ઉદ્દેશ સાથે કંપની શરૂ કરવા માંગતા હતા જેમાં એક એવી ઇલેક્ટ્રિક કાર બનાવી કે જે પેટ્રોલ અને ડીઝલ કારની જેમ પર્યાવરણને નુકસાન ન પહોંચાડે. બંને એન્જિનિયર હતા, એટલે ટેકનોલોજી પ્રત્યેનો તેમનો ક્રેઝ પણ સ્વાભાવિક હતો. જ્યારે બંનેએ EVનું સપનું જોયું હતું, ત્યારે તે ખૂબ જ અવ્યવહારુ માનવામાં આવ્યું હતું. પરંતુ બંને તેમના વિચાર પર અડગ હતા. બંનેએ કંપની શરૂ કરી અને તેનું નામ મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાના માનમાં રાખ્યું. નિકોલા ટેસ્લાએ AC કરંટની શોધ કરી હતી. શરૂઆતમાં, બંનેએ ટેસ્લાના વિઝનને પ્રદૂષણ મુક્ત, ઝડપી અને સ્ટાઇલિશ EV તરીકે રાખ્યું હતું.

ADVERTISEMENT
2004માં થઈ એલન મસ્કની એન્ટ્રી
આ વાર્તા અહીં સુધી બરાબર ચાલી રહી હતી અને પછી 2004 માં એલન મસ્કની એન્ટ્રી થઈ. મસ્ક તે સમયે સ્પેસએક્સ અને પેપાલ જેવી કંપનીઓના ફાઉન્ડર તરીકે પ્રખ્યાત થઈ ગયા હતા. મસ્કે સીરીઝ A ફંડિંગ રાઉન્ડમાં $6.5 મિલિયનનું રોકાણ કર્યું અને કંપનીના ચેરમેન બની ગયા. ધીમે ધીમે, મસ્કે ટેસ્લાના પ્રોડક્ટ ડિઝાઇન, વિઝન અને માર્કેટિંગની જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી. વર્ષ 2008 માં, જ્યારે ટેસ્લા લગભગ નાદાર થઈ ચુકી હતી, ત્યારે મસ્ક તેના તારણહાર બન્યા અને CEO નો 'અવતાર' લઈને તેમણે કંપનીમાં એક નવો પ્રાણ ફૂંક્યો. શરૂઆતમાં ફક્ત એક રોકાણકાર રહેલા મસ્ક પછી CEO બન્યા અને પછી કો-ફાઉન્ડર પણ બની ગયા. એબરહાર્ડે મસ્ક પર માનહાનિનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો હતો અને 2009 માં નિર્ણય મસ્કની તરફેણમાં ગયો.
ADVERTISEMENT
ટેસ્લાની પહેલી કાર રોડસ્ટર
2008 માં, ટેસ્લાએ તેની પહેલી કાર - રોડસ્ટર લોન્ચ કરી હતી. તે એક હાઈ-પરફોર્મન્સ સ્પોર્ટ્સ કાર હતી, જે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક હતી. આ કાર ફક્ત 3.9 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ હાંસલ કરી શકતી હતી. એક જ ચાર્જ પર 320 કિલોમીટર સુધી દોડવાની ક્ષમતા. રોડસ્ટરે સાબિત કરી દીધું કે ઇલેક્ટ્રિક કાર પણ સેક્સી, ઝડપી અને પાવરફુલ હોઈ શકે છે. મસ્કે 2018 માં સ્પેસએક્સ રોકેટ દ્વારા રોડસ્ટરને સ્પેસમાં મોકલી હતી. આજે પણ તે કાર પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરી રહી છે.
ADVERTISEMENT
FSD Supervised gives you back time & energy
— Tesla (@Tesla) July 3, 2025
All while making the roads safer for you & others pic.twitter.com/PDvondh7Rh
ત્યારબાદ મસ્કે ટેસ્લા માટે એક સ્ટ્રેટેજી તૈયાર કરી જેને S3XY નામ આપવામાં આવ્યું. આ સ્ટ્રેટેજીમાં

રોબોટિક્સ અને AIવાળી ટેસ્લા
કેટલાક નિષ્ણાતોના મતે, ટેસ્લાને ફક્ત કાર ઉત્પાદક કંપની માનવી ભૂલ હશે. તે વાસ્તવમાં AI અને સોફ્ટવેર-સંચાલિત કાર કંપની છે. ઓટો-પાયલટ મોડથી સજ્જ ટેસ્લાની કાર હવે ધીમે ધીમે સેલ્ફ-ડ્રાઇવિંગ (FSD) તરફ આગળ વધી રહી છે. ટેસ્લાની કારમાં, વર્કશોપમાં ગયા વિના ઘરે બેઠા કારનું સોફ્ટવેર અપડેટ થઈ જાય છે. એટલું જ નહીં, ટેસ્લાએ હવે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે.
આ પણ વાંચો: 15 જુલાઈએ TESLAની ભારતમાં એન્ટ્રી, ફીચર્સ દમદાર, જાણો કિંમતથી લઇને પ્રીબુકિંગ પર અપડેટ
રોકેટ થ્રસ્ટ વાળી કાર
2016 માં, ટેસ્લાએ સોલાર સિટી ખરીદી અને ક્લીન એનર્જી પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કર્યું. કારમાં સોલર રૂફ, જેમાં છત તરીકે સૌર પેનલ છે. આ ઉપરાંત, પાવરઓલ અને પાવરપેક બેટરી સ્ટોરેજ સિસ્ટમ્સ છે જે સોલાર એનર્જી સંગ્રહિત કરી શકે છે. ટેસ્લાએ પોતાને ફક્ત અમેરિકા સુધી મર્યાદિત રાખ્યું નથી. વર્ષ 2020 માં, શાંઘાઈ ગીગાફેક્ટરી શરૂ કરવામાં આવી અને ચીનમાં બનેલી આ ફેક્ટરી ટેસ્લાનું પ્રથમ વિદેશી યુનિટ છે. હવે ગીગા બર્લિન અને ગીગા ટેક્સાસ સાથે, યુરોપ અને અમેરિકામાં મોટા પાયે ઉત્પાદન માટે તૈયારીઓ કરવામાં આવી. જણાવી દઈએ કે શાંઘાઈમાં સ્થિત ટેસ્લાની ગીગાફેક્ટરી એટલી મોટી છે કે તેમાં 100 ફૂટબોલ સ્ટેડિયમ ફિટ થઈ શકે છે. મસ્કના ટેસ્લા વિશે ઘણા સપના છે, જેમાં આગામી રોડસ્ટરનો પણ સમાવેશ થાય છે જે ફક્ત 1.9 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારમાં રોકેટ થ્રસ્ટ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.