ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 15 જુલાઈએ TESLAની ભારતમાં એન્ટ્રી, ફીચર્સ દમદાર, જાણો કિંમતથી લઇને પ્રીબુકિંગ પર અપડેટ

photo-story

12 ફોટો ગેલેરી

ટેક્નોલોજી / 15 જુલાઈએ TESLAની ભારતમાં એન્ટ્રી, ફીચર્સ દમદાર, જાણો કિંમતથી લઇને પ્રીબુકિંગ પર અપડેટ

Last Updated: 06:04 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવે ટેસ્લા ભારતમાં તેની સત્તાવાર એન્ટ્રી કરવા જઈ રહી છે. 15 જુલાઈએ મુંબઈના BKCમાં પહેલો શોરૂમ ખુલશે,પણ પ્રશ્ન એ છે કે, ટેસ્લા એટલી ખાસ કેમ માનવામાં આવે છે? જાણો 10 ખાસ વાતો

1/12

photoStories-logo

1. ભારતમાં ટેસ્લાની કિંમત કેટલી હશે?

Tesla Model Y ની કિંમત ભારતમાં કસ્ટમ ડ્યૂટી અને ટેક્સના કારણે થોડી વધારે હશે. ટેસ્લાની CBU યુનિટની અંદાજિત બેઝ કિંમત 32,000 ડોલર છે. ભારતમાં 70% કસ્ટમ ડ્યૂટી બાદ તેની અંદાજિત કિંમત આશરે 50 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) થઈ શકે છે. જોકે આ કિંમત લૉન્ચ થયા પછી જ સ્પષ્ટ થઈ શકશે. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. ટેસ્લાની કાર ક્યારે અને ક્યાંથી ખરીદી શકશો?

પ્રથમ શોરૂમ - BKC, મુંબઈમાં ખુલશે જેની લૉન્ચ તારીખ 15 જુલાઈ 2025 છે. પ્રી-બુકિંગ અને ટેસ્ટ ડ્રાઇવ લૉન્ચ થયા બાદ તરત શરૂ થઈ શકે છે. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/12

photoStories-logo

3. ટેસ્લાની જબરદસ્ત ટેકનોલોજી

ટેસ્લાનું મુખ્ય ધ્યાન માત્ર કાર બનાવવામાં નથી, પણ ફ્યુચર ટેકનોલોજી બનાવવા પર છે. તેની કાર સ્માર્ટ, સોફ્ટવેર આધારિત અને OTA અપડેટવાળી હોય છે. જેમ મોબાઇલ ફોન અપડેટ થાય છે, તેમ તમારી કાર પણ અપડેટ થાય છે. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. રેન્જમાં નંબર 1

ટેસ્લાની કાર દુનિયામાં સૌથી વધુ રેન્જ આપે છે. જેમ કે Model Y નું લોન્ગ રેન્જ વેરિયન્ટ માત્ર એકવાર ફુલ ચાર્જમાં 750 KM સુધી ચાલી શકે છે. આ આંકડો અન્ય કોઇપણ EV કરતાં ઘણો વધુ છે. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/12

photoStories-logo

5. ઝડપમાં પણ જબરદસ્ત

Teslaની EVs માત્ર સ્માર્ટ જ નથી, ઝડપમાં પણ આગળ છે. Model Y જે ભારતમાં આવી રહી છે, તેનો લૉન્ગ રેન્જ વર્ઝન માત્ર 4.3 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડે છે. આ ઝડપ ઘણી સુપર કાર્સને પણ પાછળ છોડી દે છે. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. ટચસ્ક્રીનથી ચાલે છે આખી કાર

ટેસ્લાનું ઇન્ટિરિયર ખૂબ ક્લીન અને મિનિમલ હોય છે. નેવિગેશન, એર કન્ડીશનિંગ, મ્યુઝિક, ડ્રાઇવ મોડ બધું 15.4 ઇંચની મોટી ટચસ્ક્રીનથી સંચાલિત થાય છે. આ આખા કારના અનુભવને સંપૂર્ણ ડિજિટલ બનાવી દે છે. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/12

photoStories-logo

7. ઓટો પાયલોટ મોડ

ટેસ્લાની સૌથી ચર્ચિત ટેકનોલોજી છે ઓટો પાયલોટ. આ ડ્રાઈવર આસિસ્ટન્ટ ફીચર કારને સેલ્ફ-ડ્રાઇવિંગ બનાવે છે, જેમાં સેન્સર, કેમેરા અને AI મળી કારને ટ્રાફિકમાં પોતે ચલાવે છે. જો કે ભારતમાં આ મોડલ હજુ નહીં આવે. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. ઝીરો ઇમિશન કાર

ટેસ્લા સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક વાહન છે. એટલે કે ન પેટ્રોલ, ન ડિઝલ અને ન ધુમાડો. આ એક ઝીરો ઇમિશન કાર છે, જેના કારણે પર્યાવરણને કોઇ નુકસાન નથી થતું. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/12

photoStories-logo

9. મેન્યુફેક્ચરિંગમાં પણ સૌથી ઝડપી

ટેસ્લાના કાર પ્લાન્ટ્સને Gigafactories કહેવામાં આવે છે. આ દુનિયાની સૌથી ઝડપી EV ઉત્પાદન સુવિધાઓ છે. ભારતમાં ભલે શરૂઆત CBU મોડલ્સથી થાય છે, પરંતુ ભવિષ્યમાં લોકલ એસેમ્બલી અથવા પ્લાન્ટની સંભાવના છે. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. મોબાઇલથી આખી કાર કંટ્રોલ

ટેસ્લાની કારને મોબાઇલ એપથી લોક-અનલોક કરી શકાય છે. એટલું જ નહીં, ચાર્જ સ્ટેટસ ટ્રેક કરવો, એર કન્ડીશનિંગ ચાલુ કરવું જેવા કામ પણ મોબાઈલથી કરી શકાય છે. આ ફીચર્સ ભારતીય ગ્રાહકો માટે એકદમ નવો અનુભવ હશે. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/12

photoStories-logo

11. સોફ્ટવેર અપગ્રેડ

ટેસ્લાની કારો દર મહિને OTA (Over-The-Air) અપડેટ્સ દ્વારા પોતાને વધુ સ્માર્ટ બનાવે છે. સર્વિસ સેન્ટર ગયા વિના જ તમારી કાર વધારે ટેકનોલોજી આધારિત બની જાય છે. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. ટેસ્લાની ડિઝાઇન

ટેસ્લાની કાર માત્ર ટેકનોલોજીથી ભરપૂર જ નથી, તેમની ડિઝાઇન પણ સ્લીક, સિમ્પલ અને સ્માર્ટ ટેક્નોલોગી ટચવાળી હોય છે. Model Y પણ એક શાનદાર કૂપે-સ્ટાઈલ SUV છે. (ફોટો ક્રેડિટ : tesla.com)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tesla prebooking update Tesla car price India Tesla
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ