ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નિરાશ ન થતાં ઉપાય હાજર છે! આ 10 ચીજોથી વધી જશે મર્દાના તાકાત, 2000 વર્ષ પહેલાંના ગ્રંથમાં ઉલ્લેખ

તમારા કામનું / નિરાશ ન થતાં ઉપાય હાજર છે! આ 10 ચીજોથી વધી જશે મર્દાના તાકાત, 2000 વર્ષ પહેલાંના ગ્રંથમાં ઉલ્લેખ

Published By: Nidhi Panchal

Last Updated: 06:14 PM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુરુષોમાં નબળી જીવનશક્તિનો રહસ્ય… શું રોજના ખોરાકથી દૂર થઈ શકે છે થાક અને ઓછી શક્તિ? શરીરના હોર્મોન અને ઊર્જા સંતુલન પાછળ છુપાયેલા છે કેટલાક કુદરતી આયુર્વેદિક રહસ્ય…

ADVERTISEMENT

આજના ઝડપી જીવનમાં પુરુષોમાં થાક, નબળાઈ, તણાવ, સ્નાયુઓ કમજોર પડવું, ઓછી સહનશક્તિ અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટવું જેવી સમસ્યાઓ સામાન્ય બની ચૂકી છે. ખરાબ જીવનશૈલી, ખોટો આહાર, પોષક તત્વોની ઉણપ, સતત તણાવ અને પૂરતી ઊંઘનો અભાવ એ તેના મુખ્ય કારણો છે. પરંતુ સાંત્વનારી વાત એ છે કે આપણાં દૈનિક આહારમાં કેટલાક એવા કુદરતી ખોરાક મળે છે જે શરીરને અંદરથી શક્તિ આપે છે અને પુરુષ સ્વાસ્થ્ય માટે વિશેષ ફાયદાકારક છે.

mental-health

આયુર્વેદિક નિષ્ણાતના જણાવ્યા મુજબ અશ્વગંધા, ગાયનું ઘી, સરગવો, કાળી દાળ, ખજૂર, કાળા તલ, શણના બીજ, કોળાના બીજ અને સફેદ મુસલી પુરુષોની આંતરિક અને બાહ્ય શક્તિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વસ્તુઓ હોર્મોન સંતુલન, ટેસ્ટોસ્ટેરોન વૃદ્ધિ, સ્નાયુ શક્તિ, સહનશક્તિ અને પ્રજનન સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ બને છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વસ્તુઓ આરોગ્યપ્રદ રીતે લેવાય તો કોઈ મોટી આડઅસર કરતી નથી અને સહેલાઈથી મળી જાય છે.

અશ્વગંધા

આ પ્રાચીન ઔષધ ટેસ્ટોસ્ટેરોન વધારવામાં, સ્નાયુ શક્તિ મજબૂત કરવા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. ચરક સંહિતામાં પણ તેની શક્તિનો ઉલ્લેખ છે. રાત્રે 1–2 ચમચી ગરમ પાણી અથવા દૂધ સાથે લેવાથી લાભ મળે છે.

ગાયનું ઘી

દરરોજ 1–2 ચમચી ઘી ભોજનમાં લેવાથી પાચન સુધરે છે, હોર્મોન સંતુલિત થાય છે અને મગજ તથા શરીરની ઊર્જામાં વધારો થાય છે.

healthy-food

સરગવો (ઢોલ) અને ગોખરુ

સરગવો રોગપ્રતિકારક શક્તિ, ચયાપચય અને ઊર્જા વધારવામાં મદદ કરે છે. એક ચમચી મોરિંગા પાવડર ગરમ પાણી સાથે લેવાથી લાભ મળે છે. ગોખરુ કામવાસના વધારવામાં, કિડની કાર્ય સુધારવામાં અને સ્નાયુ પુનઃપ્રાપ્તિ વધારવામાં મદદ કરે છે. તે પાવડર અથવા ગોળી સ્વરૂપે લેવાય છે.

કાળી મસૂર

પ્રજનન શક્તિ, સહનશક્તિ અને સ્નાયુ મજબૂતી માટે ઉત્તમ માનવામાં આવે છે. રોજિંદા આહારમાં સામેલ કરી શકાય.

Khajur.jpg

ખજૂર

ઉર્જા અને શક્તિ વધારવા અત્યંત લાભકારી. રાત્રે 1–2 ખજૂર પાણીમાં પલાળી બીજા દિવસે દૂધ અને ઘી સાથે ઉકાળીને લેવું વધુ ફાયદાકારક.

vtv app promotion

કાળા તલ અને શણના બીજ

કાળા તલ હાડકાં મજબૂત બનાવે છે, વાળ વધારવામાં મદદ કરે છે અને પ્રજનન શક્તિ વધારવામાં મદદરૂપ છે. તેને શેકીને ખાઈ શકાય અથવા લાડુ બનાવી શકાય. શણના બીજ હોર્મોન સંતુલન, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને પ્રોસ્ટેટ સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : આજથી ચાલુ! ખાલી છાસ પીવાથી મટી જાય છે આ મોટી બીમારીઓ, જિંદગીમાં કદી થતી નથી

કોળાના બીજ અને સફેદ મુસલી

ઝીંકથી ભરપૂર કોળાના બીજ ટેસ્ટોસ્ટેરોનમાં વધારો કરે છે, પ્રોસ્ટેટ સ્વાસ્થ્ય સુધારે છે અને ફર્ટિલિટી વધારવામાં મદદ કરે છે. તેને શેકીને અથવા સ્મૂધીમાં ઉમેરીને લેવાય છે. સફેદ મુસલી ઊર્જા, પ્રજનન સ્વાસ્થ્ય અને સહનશક્તિ વધારવામાં જાણીતી છે. સૂતા પહેલાં દૂધ સાથે લેવાથી લાભ મળે છે. આ રીતે જો પુરુષોમાં સતત નબળાઈ, તણાવ, ઓછી ઊર્જા અથવા પ્રદર્શન સંબંધિત સમસ્યાઓ હોય તો આ કુદરતી ખોરાકને દૈનિક જીવનમાં સામેલ કરવું આરોગ્ય માટે કુદરતી અને સુરક્ષિત વિકલ્પ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Testosterone Ashwagandha Natural Stamina

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ