ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આજથી ચાલુ! ખાલી છાસ પીવાથી મટી જાય છે આ મોટી બીમારીઓ, જિંદગીમાં કદી થતી નથી

હેલ્થ / આજથી ચાલુ! ખાલી છાસ પીવાથી મટી જાય છે આ મોટી બીમારીઓ, જિંદગીમાં કદી થતી નથી

Published By: Nirav Kumar

Last Updated: 05:54 PM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છાસથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. તેના સેવનથી લીવરનું કાર્ય સુધરે છે. તે શરીરને હાઇડ્રેટ કરે છે અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવે છે. ચાલો તેનાથી થતા ફાયદા વિષે જાણીએ.

ADVERTISEMENT

છાશ એક નેચરલ ડ્રીંક છે. ઉનાળામાં ભોજન બાદ છાશ પીવી એ એક ભારતીય પરંપરા છે. તે શરીરને ઠંડુ કરવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. દરરોજ છાશ પીવાથી પાચનતંત્ર, લીવર, કિડની, હૃદય અને ત્વચા પર અસર પડે છે. છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ, વિટામિન્સ, મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને ઉત્સેચકોથી શરીરને અંદરથી ડિટોક્સિફાઇ થાય છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.  ચાલો છાશના ફાયદા અને તેની અસરો વિશે જાણીએ.

  • કઈ બીમારીઓ મટી શકે?

છાશ તાત્કાલિક પાચન શાંત કરનાર તરીકે કામ કરે છે. તેમાં હાજર લેક્ટિક એસિડ પેટમાં એસિડનું લેવલ સંતુલિત કરે છે. ગેસ અને હાર્ટબર્ન દૂર કરે છે. નિયમિતપણે છાશ પીવાથી કબજિયાત દૂર થાય છે. છાશ પેટનું ફૂલવાની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે. તેને પીવાથી રાહત મળે છે. જો કોઈને અલ્સર થવાનું જોખમ હોય કે પેટમાં બળતરા થતી હોય તો છાશ ફાયદાકારક સાબિત થાય છે. ઉનાળામાં, છાશ એક નેચરલ ઇલેક્ટ્રોલાઇટ ડ્રીંક તરીકે કામ કરે છે. તે સોડિયમ અને પોટેશિયમની ઉણપને પણ પૂર્ણ કરે છે અને શરીરને ઠંડુ રાખે છે. આ ગરમીમાં સ્ટ્રોકનું જોખમ ઘટે છે.

  • છાશથી થતા ફાયદા
    છાશમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ સામાન્ય બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરે છે.  છાશનું નિયમિત સેવન હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને પોષક તત્વોથી ભરપૂર હોય છે જે પાચનને ઝડપી બનાવે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જે વજન ઘટાડવા માટે મદદ કરે છે.
vtv app promotion

છાશ શરીરમાંથી ટોક્સીન્સ તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. ફેટી લીવરના કિસ્સામાં છાશના પ્રોબાયોટિક્સ અને કેલ્શિયમ ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તે લીવરમાં સોજો ઘટાડે છે અને પાચનમાં સુધારો કરે છે, જેનાથી લીવરનું કાર્ય સુધરે છે. છાશ પચવામાં સરળ હોય છે જે કિડની પર ભારણ લાવતું નથી. તે શરીરને હાઇડ્રેટ કરે છે અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવે છે. જો કોઈને કિડનીમાં પથરી હોય તો ડૉક્ટરની સલાહ લીધા બાદ જ છાશનું સેવન કરવું જોઈએ.

છાશમાં વિવિધ વિટામિન અને ખનિજો હોય છે.  છાશમાં વિટામિન B12, વિટામિન B2, વિટામિન A, વિટામિન D અને વિટામિન K હોય છે. આ સિવાય કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ,પ્રોટીન અને ગુડ બેક્ટેરિયા હોય છે. ખાલી પેટે છાશ પીવાથી શરીર માટે નેચરલ રીતે સાફ થાય છે. તે તરત જ પાચનક્રિયાને એક્ટીવ કરે છે અને ગટ હેલ્થમાં સુધારો કરે છે.

સવારની ગરમી અથવા થાક દરમિયાન છાશ શરીરને ઠંડુ પાડે છે અને ઉર્જાનું લેવલ વધારે છે. છાશ શરીરમાંથી ટોક્સીન્સને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા ચમકે છે. સવારે છાશ પીવાથી પેટ સાફ થાય છે અને કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં ઘટાડો થાય છે.

વધુ વાંચો : ક્યાંક તમે જરૂર કરતાં વધુ વિટામિન D નથી લઈ રહ્યાને? થઈ શકે ગંભીર નુકસાન

  • છાશ ક્યારે પીવાનું ટાળવું ?
    જો તમને તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, સાંધાનો દુખાવો કે સોજો હોય તો છાશ ન પીવી જોઈએ. આ સિવાય બપોરે 12 વાગ્યા બાદ અને રાત્રે તે ટાળવું જોઈએ. કેમ કે, તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી મનાતું.

(Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health Benefits Electrolyte Balance Buttermilk

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ