બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ધમાકેદાર! જિઓએ યૂઝર્સને આપી મોટી ગિફ્ટ, કિંમત છે 35,000 રુપિયા, જાણો કેવી રીતે લાભ લેવો?
Last Updated: 02:15 PM, 19 November 2025
JIOએ તેની AI ઓફરમાં એક મોટું અપડેટ જાહેર કર્યું છે, જેમાં હવે દેશના દરેક જિયો અનલિમિટેડ 5G યુઝરને Google Gemini Pro પ્લાનની ઍક્સેસ સંપૂર્ણપણે મફતમાં મળશે. અગાઉ આ ઓફર માત્ર યુવા ગ્રાહકો માટે મર્યાદિત હતી, પરંતુ હવે કંપનીએ તેને સમગ્ર 5G યુઝર બેઝ સુધી વિસ્તારી દીધી છે.
ADVERTISEMENT

આ સાથે JIOએ AI ટેકનોલોજીને સામાન્ય ભારતીયના હાથમાં પહોંચાડવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે જિયોએ આ પ્લાનમાં Googleનું નવું અને વધુ શક્તિશાળી Gemini 3 મોડેલ ઉમેર્યું છે, જે અગાઉની વર્ઝન કરતાં વધુ એડવાન્સ્ડ, ઝડપી અને વધુ સમજદાર છે. એટલે કે, હવે દરેક જિયો યુઝર પ્રીમિયમ લેવલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મફતમાં આનંદ લઈ શકશે.
ADVERTISEMENT

કંપની અનુસાર, આ Gemini Pro પ્લાનની કિંમત કુલ ₹35,100 છે, પરંતુ જિયો તેના તમામ અનલિમિટેડ 5G યુઝર્સને તેને 18 મહિનાં સુધી 0 રૂપિયામાં આપી રહી છે. આ ઓફર 19 નવેમ્બર 2025થી સમગ્ર દેશમાં ઉપલબ્ધ બનશે.
ADVERTISEMENT

સબ્સ્ક્રિપ્શન એક્ટિવેટ કરવાનું પણ ખૂબ સરળ છે—માયજિયો એપ ખોલીને ફક્ત “Claim Now” બટન ક્લિક કરવું અને પ્લાન તરત જ સક્રિય થઈ જશે. આ સરળ પ્રોસેસ અને એડવાન્સ એઆઈ સોલ્યુશન્સના કારણે જિયોના કરોડો ગ્રાહકોને મોટી સુવિધા મળી રહી છે.
ADVERTISEMENT
JIOની આ જાહેરાત પછી ભારતમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ વધુ ઝડપથી વધશે એવી શક્યતા છે. Gemini 3 જેવા એડવાન્સ્ડ મોડેલ સાથે યુઝર્સને વધુ સચોટ રિઝલ્ટ, ઝડપી પ્રોસેસિંગ અને વધુ કુદરતી ભાષા સમજ જેવી સુવિધાઓ મળશે. સાથે સાથે ગૂગલના એઆઈ ઈકોસિસ્ટમ, જેમ કે Gemini એપ, AI Studio, Google Search AI Mode, Vertex AI અને Google Antigravity જેવી સર્વિસિસ સાથે વધુ ઈન્ટિગ્રેશન પણ સરળ બનશે. આ અપડેટને ટેક એક્સપર્ટ્સ દ્વારા ભારતના એઆઈ ફ્યુચર માટે એક મોટા ટર્નિંગ પોઈન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે હવે લાખો વપરાશકર્તા એડવાન્સ્ડ AI નો અનુભવ મફતમાં કરી શકશે. જીયોના આ નવા અપગ્રેડથી દેશના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને નવી ગતિ મળશે એવી પૂરી શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.