ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હાઈ બ્લડ પ્રેશર થઈ જશે નોર્મલ, કાર્ડિયોલોજિસ્ટે આપી 10 શાકની યાદી, આજે જ ચાલુ કરી દેજો

તમારા કામનું / હાઈ બ્લડ પ્રેશર થઈ જશે નોર્મલ, કાર્ડિયોલોજિસ્ટે આપી 10 શાકની યાદી, આજે જ ચાલુ કરી દેજો

Published By: Nidhi Panchal

Last Updated: 09:21 AM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો? રોજબરોજની થાળીમાંથી જ તમને મળી શકે છે હાઈ બ્લડ પ્રેશરથી રાહત... પરંતુ કેવી રીતે? આ બે લીટી તમને ચોંકાવી દેશે. કેટલીક સામાન્ય શાકભાજી તમારા હૃદયને એવી રીતે સુરક્ષિત રાખે છે કે તમે કલ્પના પણ ન કરી હોય.

ADVERTISEMENT

ગુજરાતમાં વધતી જતી લાઈફસ્ટાઇલ સમસ્યાઓ વચ્ચે હાઈ બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન) ઝડપથી વધી રહ્યું છે. ડૉક્ટરોના મતે, યોગ્ય આહાર અને નિયમિત કસરત દ્વારા બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવું એકદમ શક્ય છે. ખાસ કરીને કેટલીક શાકભાજી એવી છે, જેના નિયમિત સેવનથી રક્તવાહિનીઓ પરનું તણાવ ઘટે છે, હૃદય પરનો ભાર ઓછો થાય છે અને શરીરમાં સોડિયમની અસરને સંતુલિત કરવામાં મદદ મળે છે. આ શાકભાજી સામાન્ય જીવનમાં સરળતાથી ઉપલબ્ધ છે અને તેની અસરકારકતા વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂકી છે.

BLOOD-LEVEL

સૌથી પહેલા વાત કરીએ લીલા પાંદડાવાળા શાકભાજીની. પાલક, કેલ, લેટીસ અને સ્વિસ ચાર્ડ જેવી શાકભાજી પોટેશિયમથી સમૃદ્ધ છે. પોટેશિયમ શરીરમાં વધારાના સોડિયમને બહાર કાઢવામાં મદદ કરે છે અને રક્તવાહિનીઓને આરામ આપે છે. આવી શાકભાજી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કુદરતી ઔષધિ સમાન માનવામાં આવે છે. રોજિંદા ભોજનમાં તેનો સમાવેશ શરીરને હળવું અને તંદુરસ્ત રાખે છે.

VTV Promo Image

બીટનો કંદ અને લસણ

બીજું મહત્વનું શાક છે બીટનો કંદ (બીટરૂટ). બીટરૂટમાં રહેલા કુદરતી નાઈટ્રેટ્સ શરીરમાં નાઈટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ નાઇટ્રિક ઓક્સાઈડ રક્તવાહિનીઓને પહોળી કરી રક્ત પ્રવાહને સુધારે છે, જે સીધો બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે. બીટરૂટનો રસ, સલાડ અથવા હળવું બાફીને ખાવાથી ઉત્તમ પરિણામ મળે છે. લસણ તો ઘરઘરનું મુખ્ય દવા સમાન ઘટક છે. તેમાં રહેલું એલિસિન ચેતાને આરામ આપે છે, રક્ત પ્રવાહ સુધારે છે અને નિયમિત સેવનથી ઊંચું બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે. દૈનિક 1–2 કચી કળીઓ લસણનું સેવન શરીરને અનેક રીતે લાભકારી છે.

BLOOD-PRESSURE

બ્રોકોલી અને ગાજર

બ્રોકોલી એન્ટીઑક્સિડન્ટ્સ અને ખનિજોથી ભરપૂર હોવાથી ધમનીઓને સ્વસ્થ રાખે છે અને શરીરમાં બળતરા ઘટાડે છે. હૃદયને સુરક્ષિત રાખવામાં તેનું યોગદાન મહત્વનું ગણાય છે.આ જ રીતે ગાજર પણ બીટા-કેરોટીન અને પોટેશિયમથી સમૃદ્ધ હોવાથી ચેતામાં આરામ આપે છે અને રક્ત પરિભ્રમણ સુધારે છે. ભીંડા, ફ્રેન્ચ બીન્સ અને કાકડી ઓછા સોડિયમવાળી અને હાઇડ્રેટિંગ શાકભાજી છે. આ શરીરમાં પ્રવાહી સંતુલન રાખે છે અને હૃદય પરનો ભાર ઘટાડે છે. ટામેટાંમાં રહેલું લાઇકોપીન ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે અને પોટેશિયમ ધમનીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : શિયાળામાં ઓછું પાણી પીવાથી થઈ શકે આ તકલીફ, જાણો દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?

આ જ રીતે શક્કરિયા, જેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે અત્યંત અસરકારક છે. આ તમામ શાકભાજી હળવું બાફીને, થોડી શેકીને અથવા સલાડમાં કાચું ખાવું વધુ લાભદાયક રહે છે, કારણ કે તેનાથી પોષક તત્વો જળવાઈ રહે છે. સાથે સાથે વધુ મીઠું ટાળવું, વધુ પાણી પીવું, જંક ફૂડ ઓછું કરવું અને નિયમિત કસરત કરવી પણ મહત્વપૂર્ણ છે. સામાન્ય દેખાતા આ શાકભાજી હૃદય માટે રક્ષક સમાન છે. દરરોજના આહારમાં તેનો સમાવેશ કરવામાં આવે તો બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને હૃદયનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી મજબૂત બને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

blood pressure healthy vegetables hypertension

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ