બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 6 કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકો સાવધાન! શરીરના આ ભાગ પર પડે છે ગંભીર અસર

આરોગ્ય / 6 કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકો સાવધાન! શરીરના આ ભાગ પર પડે છે ગંભીર અસર

Maulik Patel

Last Updated: 02:38 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોર્ટિસ હોસ્પિટલના નિષ્ણાંતો અનુસાર સારી અને પૂરતી ઊંઘ માત્ર આરામ જ નહીં, પણ મગજ અને શરીરની સંપૂર્ણ મરામત માટે અતિઆવશ્યક છે. વ્યસ્ત જીવનશૈલી અને તણાવના કારણે ઊંઘની સમસ્યા વધી રહી છે, જે આરોગ્ય માટે ગંભીર ખતરો બની શકે છે.

સારી અને પૂરતી ઊંઘ માત્ર શરીરને આરામ આપે છે એટલું જ નહીં, પણ એ મગજની કોશિકાઓની મરામત, હોર્મોન્સના સંતુલન, મસલ્સની પુનઃસ્થાપના અને ઈમ્યુનિટી વધારવા માટે પણ ખૂબ જરૂરી છે. આજના વ્યસ્ત લાઇફસ્ટાઈલમાં ઊંઘ આપણા માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. લોકો સતત કાર્યના દબાણ, ફાસ્ટ ફૂડ અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે સારી ઊંઘથી વંચિત રહે છે. કેટલીકવાર લોકો ‘સમય મળશે ત્યારે ઊંઘી લઈશ’ એવા દૃષ્ટિકોણ સાથે જીવવા લાગ્યા છે, જે શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

sleeping-darkness,

એક નિષ્ણાંત ડોક્ટરનાં જણાવ્યા અનુશાર ઊંઘ દરમિયાન મગજ પોતાની અંદરની કચરાપટ્ટીને સાફ કરે છે, કોશિકાઓ રીપેર થાય છે અને નર્વસ સિસ્ટમ પુનઃસક્રિય બને છે. ઊંઘની અછત મગજની કાર્યક્ષમતા ઘટાડી શકે છે. લાંબા સમય સુધી ઊંઘ નહીં લેવાથી યાદશક્તિ કમજોર થવી, એકાગ્રતા ઘટવી અને નિર્ણયો લેવા ક્ષમતા પર અસર થવી જેવી સમસ્યાઓ ઉભી થાય છે. ઉંઘ પૂરતી નહીં હોય તો શરીરમાં ગ્રેલિન અને લેપ્ટિન જેવા ભૂખને નિયંત્રિત કરનારા હોર્મોન અસંતુલિત થાય છે, જેના કારણે ભૂખ વધારે લાગે છે અને વજન વધે છે. આ સાથે સાથે, સ્ટ્રેસ વધારનારા કોર્ટેસોલ હોર્મોનનું સ્તર પણ વધી જાય છે, જે અન્ય ઘણી બીમારીઓને આમંત્રિત કરે છે.

app promo1

એક રીપોર્ટ અનુસાર, જે લોકો રોજ 5થી 6 કલાકથી ઓછી ઊંઘ લે છે, તેમને હાઈ બ્લડપ્રેશર, અનિયમિત હ્રદયગતિ અને હાર્ટ એટેકની શક્યતા વધારે રહે છે. ઊંઘ દરમિયાન હ્રદયની મસલ્સ આરામ પામે છે. જો સતત આરામ વગર કામ કરવું પડે, તો હ્રદય પર ભાર વધે છે અને તે નુકસાનકારક બની શકે છે. નિષ્ણાંતનાં મત અનુસાર, ઊંઘ દરમિયાન શરીરની રોગપ્રતિકારક કોશિકાઓ સક્રિય બનીને બેકટેરિયા અને વાયરસ સામે લડે છે. જો પૂરતી ઊંઘ નહીં હોય, તો આ કોશિકાઓ નબળી પડી જાય છે, જેને કારણે સદી-ઝૂકામ, ફલૂ જેવી બીમારીઓ વારંવાર થવા લાગે છે. લાંબા ગાળે આ ઈમ્યુનિટી કોમ્પ્રોમાઈઝ થઈને ગંભીર બીમારીઓ પણ સર્જી શકે છે.

વધુમાં વાંચો: દિવાળી પર સરકારી કર્મચારીઓને મળશે ગૂડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે આટલો વધારો

નિષ્ણાંતનાં મત અનુશાર એક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાક ઊંઘ લેવી જોઈએ. ખાસ કરીને રાતની ઊંઘ વધુ અસરકારક હોય છે. મોબાઇલ અને લૅપટોપનો વધુ ઉપયોગ, મોડે સૂવાનો ટેવો અને અસ્વસ્થ જીવનશૈલી તાત્કાલિક સુધારવી જરૂરી છે. જીવનમાં આગળ વધવા કામ મહત્વનું છે, પણ આરોગ્ય તેનીથી પણ વધુ મહત્વનું છે. સારી ઊંઘ એ આરોગ્ય માટે એડવાન્સ ઇન્વેસ્ટમેન્ટ છે. ઊંઘની લાપરવાહી ન કરો નહિ તો એ ગંભીર મૂલ્ય આપાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hormone Balance Immunity, Stress, Healthy Lifestyle
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ