બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Google Geminiમાં ફોટો બનાવવો ક્યાંક ભારે ના પડે? ઉત્સાહિત યુવાનો નોટ કરી લેજો આ સેફ્ટી ટિપ્સ

VTV Exclusive / Google Geminiમાં ફોટો બનાવવો ક્યાંક ભારે ના પડે? ઉત્સાહિત યુવાનો નોટ કરી લેજો આ સેફ્ટી ટિપ્સ

Nidhi Panchal

Last Updated: 03:39 PM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"એક તરફ યુવાનોમાં AI ફોટોઝ બનાવવાનો ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે, પણ બીજી તરફ એ જ ફોટોઝના મીસયુઝની ચર્ચાએ બધાને વિચારમાં મુકી દીધા છે." ત્યારે આ કેટલું સુરક્ષિત છે જાણો એકસ્પર્ટ પાસેથી

આજકાલ સોશિયલ મીડિયા ખોલો કે WhatsApp સ્ટેટસ જુઓ, દરેક જગ્યાએ લોકો પોતાના AI ફોટોઝ શેર કરતા નજરે પડે છે. ChatGPT દ્વારા બનાવાયેલા Gibli ફોટોઝ થોડા સમય પહેલા જ ખુબ વાયરલ થયા હતા. લાખો લોકો એ ફોટોઝમાં પોતાની ક્યૂટ કાર્ટૂન સ્ટાઇલ ઇમેજ બનાવીને અપલોડ કરી હતી. હવે ફરીથી એ જ વાત થઇ રહી છે, પણ આ વખતે Google Geminiની Nano Banana AI ટૂલ સાથે. આ ટૂલ તમને તમારી ઇમેજને 3D Figurine અથવા ક્રિયેટિવ સ્ટાઇલમાં બદલી આપે છે. લોકોને પોતાની જાતને નવી રીતે જોવા મજા પડે છે. એ કારણે આ ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Gemini-7

આ મજા અને ક્રિએટિવિટીના વચ્ચે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે – શું આપણા ફોટોઝનો ગેરઉપયોગ થઇ શકે છે? ઘણા વિડિઓઝ અને મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે કે જો તમે Google Gemini અથવા અન્ય AI એપ્સમાં ફોટો આપશો તો તેનો મીસયુઝ થઇ શકે છે. આ વાતે ખાસ કરીને યુવાનોમાં ભારે મૂંઝવણ પેદા કરી છે.

ChatGPT Gibli ફોટોઝથી શરૂ થયો ટ્રેન્ડ

AI ફોટોઝનો ક્રેઝ કોઈ નવો નથી. ChatGPTના Gibli ફોટોઝે પ્રથમ વખત લોકોને પોતાની તસવીરોને નવી જ દુનિયામાં જોવા માટે ઉત્સાહિત કર્યા હતા. એ ફોટોઝને લાખો લોકોએ ડાઉનલોડ કર્યા, સોશિયલ મીડિયામાં શૅર કર્યા અને થોડા સમયમાં જ એ ટ્રેન્ડ વાયરલ થઇ ગયો હતો. એ પછીથી જ લોકો AI દ્વારા ફોટોઝ બનાવતા થયા છે.

Gemini-8

Google Gemini Nano Banana AI શું છે?

Google Gemini એ Googleનું જ એક અદ્યતન AI વર્ઝન છે. તેના Nano Banana AI ટૂલ દ્વારા લોકો પોતાની સામાન્ય તસવીરને 3D Figurine અથવા અલગ-અલગ સ્ટાઈલમાં કન્વર્ટ કરી શકે છે. એટલે કે તમે ફોટો અપલોડ કરો અને AI તમને એક અનોખી, આર્ટિસ્ટિક અને ડિજિટલ રીતે સુંદર તસવીર બનાવીને આપે છે.

લોકોમાં ફેલાતી ભય અને શંકા

પરંતુ, આ ટ્રેન્ડ વચ્ચે સોશિયલ મીડિયામાં એવા વિડિઓઝ પણ જોવા મળે છે જેમાં કહેવામાં આવે છે કે જો તમે આ એપ્સમાં ફોટો આપશો તો એ ડેટા હેકરો સુધી પહોંચી શકે છે. કેટલાક વિડિઓઝમાં તો સાબીત કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા કે AI ફોટોઝના બહાને તમારા મોબાઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સુધીની ઍક્સેસ મેળવી શકાય છે. જેના કારણે ઘણા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે કે ફોટો બનાવવો સુરક્ષિત છે કે નહીં.

Gemini-8

Google એક્સપર્ટ પુનિત વિઠલાણીનું મત

આ મુદ્દે અમે વાત કરી પુનિત વિઠલાણી સાથે, જેઓ Clients Now Technologiesના ફાઉન્ડર છે અને તેમની કંપની Google Partner સાથે વર્ષોથી જોડાયેલી છે. તેઓ જણાવે છે કે Google Gemini પોતે Googleનું જ AI વિઝર્ન હોવાથી તેમાં સેફ્ટી લેવલ વધારે મજબૂત છે. એટલે જો તમે સીધા Googleની ઓફિશિયલ સાઇટ કે પ્લેસ્ટોર પરથી જ Gemini ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરો છો તો ફોટો બનાવવામાં મોટો ખતરો નથી. પરંતુ જો કોઈ અજાણી કે ત્રીજા પક્ષની એપ (Third Party Apps) દ્વારા AI ફોટોઝ બનાવવામાં આવે તો જોખમ વધી શકે છે, કારણ કે આવી એપ્લિકેશન્સ માત્ર તમારા ફોટા જ નહીં પરંતુ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, બેંક ID અને અન્ય માહિતી સુધી ઍક્સેસ મેળવી શકે છે. તેથી, સાવચેત રહીને માત્ર ઓફિશિયલ એપ્સનો ઉપયોગ કરવો જરૂરી છે.

સુરક્ષિત રહેવા માટે જરૂરી બાબતો

પુનિત વિઠલાણી જણાવે છે કે જો તમને ખરેખર AI ફોટોઝ બનાવવાના જ હોય તો કેટલીક જરૂરી સાવધાનીઓ રાખવી જ પડશે:

સુરક્ષિત રહેવા માટે જરૂરી બાબતો

જો ફોટોનો મીસયુઝ થાય તો શું કરવું?

જો ક્યારેય તમારી તસવીરનો કોઈ ખોટી રીતે ઉપયોગ કરે તો સૌથી પહેલા ગભરાવું નહીં. Google એક્સપર્ટ પુનિત વિઠલાણી જણાવે છે કે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. સૌ પ્રથમ 1930 નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવો, કારણ કે આ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે જ્યાં તમારી ફરિયાદ સત્તાવાર રીતે નોંધવામાં આવશે. ત્યારબાદ, Google કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં રહેલા Official Support Toolsનો ઉપયોગ કરીને તમારી તસવીરનો મિસયુઝ રિપોર્ટ કરો. સાથે સાથે તમારે ઓફિશિયલ Mail દ્વારા તમામ માહિતી અને પુરાવા મોકલવા જોઈએ જેથી ઝડપથી કાર્યવાહી થઇ શકે. પુનિત વિઠલાણી કહે છે કે શક્ય તેટલી વહેલી તકે ફરિયાદ કરવામાં આવે તો જ તમારી તસવીરોને દૂર કરાવવામાં અને આગળના ગેરઉપયોગથી બચાવવામાં મદદ મળશે

app promo6

આ પણ વાંચો : ટ્રેડિશનલથી લઇને અનારકલી સ્ટાઇલ, હવે Google Gemini પર બનાવો નવરાત્રિ લુક Photos

યુવાનોમાં વધતી ઉત્સુકતા

ભલેને જોખમની ચર્ચા ચાલી રહી છે, પણ યુવાનોમાં AI ફોટોઝ બનાવવાની ઉત્સુકતા જોરદાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે Instagram, Facebook, YouTube Shorts વગેરે પર આ ફોટોઝ ભારે વાયરલ થઇ રહ્યા છે. ખાસ કરીને Nano Banana 3D Figurineના ફોટોઝ લોકોમાં ખૂબ લોકપ્રિય થઇ રહ્યા છે. પરંતુ સાથે દરેક યુઝરને સાયબર સેફ્ટીના નિયમોનું પાલન કરવું જરૂરી છે. અજાણી એપ્સથી દૂર રહેવું, બેસ્ટ સિક્યોરિટી સેટિંગ્સ રાખવી અને ગેરઉપયોગ થાય તો તરત કાર્યવાહી કરવી – આ જ સૌથી મોટી સાવચેતી છે. ટેક્નોલોજી હંમેશાં આપણા કામની હોય છે, શરત એ છે કે તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nano Banana AI AI Photos Google Gemini
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ