ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / E-Passport ની સુવિધા શરૂ, જાણો ફાયદાથી લઇને એપ્લાય પ્રોસેસ

ટેક્નોલોજી / E-Passport ની સુવિધા શરૂ, જાણો ફાયદાથી લઇને એપ્લાય પ્રોસેસ

Published By: Nidhi Panchal

Last Updated: 04:49 PM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે વિદેશ પ્રવાસ વધુ સરળ અને સુરક્ષિત બનશે! સરકારએ ઈ-પાસપોર્ટ સેવા શરૂ કરી છે, જે મુસાફરો માટે એક નવી ડિજિટલ સુવિધા લાવશે.

ADVERTISEMENT

સરકારે આખા દેશમાં ઈ-પાસપોર્ટ સેવા શરૂ કરી છે, જેનાથી હવાઈ મુસાફરો માટે મુસાફરી વધુ સરળ અને સુરક્ષિત બનશે. હવે વિદેશ પ્રવાસ દરમિયાન લાંબી પ્રક્રિયાઓમાં સમય બગાડવાનો પ્રશ્ન નહીં રહે. ઈ-પાસપોર્ટમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મુસાફરોની તમામ જરૂરી માહિતી એક જ ચિપમાં સંગ્રહિત કરવામાં આવશે.

passport-vtv

ઈ-પાસપોર્ટ દેખાવમાં સામાન્ય પાસપોર્ટ જેવો જ રહેશે, પરંતુ તેમાં ઇલેક્ટ્રોનિક ચિપ હશે. આ ચિપમાં પાસપોર્ટ ધારકનું નામ, સરનામું, જન્મ તારીખ, ફિંગરપ્રિન્ટ અને અન્ય વ્યક્તિગત માહિતી સુરક્ષિત રીતે સંગ્રહિત રહેશે. આથી કોઈ વ્યક્તિ અન્યનું પાસપોર્ટ ખોટી રીતે ઉપયોગ ન કરી શકે.

વેબસાઇટ પર જઈને નોંધણી કરાવવી

સરકાર મુજબ, ઈ-પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા બહુ સરળ છે અને સામાન્ય પાસપોર્ટ જેવી જ છે. સૌપ્રથમ તમારે સત્તાવાર પાસપોર્ટ વેબસાઇટ પર જઈને નોંધણી કરાવવી રહેશે. ત્યારબાદ, અરજી ફોર્મ ભરીને નક્કી કરેલી ફી ચૂકવી એપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડશે. ચુકવણી થયા પછી એપ્લિકેશન નંબર અને એપોઇન્ટમેન્ટની વિગતોવાળી રસીદ ડાઉનલોડ કરી શકાય છે.

vtv app promotion

એપોઇન્ટમેન્ટના દિવસે અરજદારને જરૂરી દસ્તાવેજો અને તેમની ફોટોકોપી સાથે પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) પર હાજર રહેવું પડશે. ત્યાં બાયોમેટ્રિક અને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા પૂરી થશે. ત્યારબાદ પોલીસ વેરિફિકેશન થશે, અને ચકાસણી પૂર્ણ થયા પછી તમારો ઈ-પાસપોર્ટ સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે પહોંચાડી દેવામાં આવશે.

આ પણ વાંચો : રેલવે વિભાગમાં ફરી ભરતી પડી, એ પણ એકસાથે 5800 પદ પર, જાણો છેલ્લી તારીખ

ઈ-પાસપોર્ટના અનેક ફાયદા છે. ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન અધિકારીઓ પાસપોર્ટ ખોલ્યા વગર જ તેમાં રહેલી માહિતી જોઈ શકશે, જેના કારણે સમયની બચત થશે. આ ઉપરાંત, આ નવી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણોનું પાલન કરે છે, જે ભારતીય મુસાફરોને વિશ્વસ્તરે વધુ સુરક્ષા આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

indian government digital passport e-passport

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ