બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / યૂઝર્સને પડી મૌજ! એરટેલના નંબર પર રિચાર્જ કરવાથી મળશે 17 હજાર રુપિયાનો ફાયદો, જલદી જાણો

તમારા કામનું / યૂઝર્સને પડી મૌજ! એરટેલના નંબર પર રિચાર્જ કરવાથી મળશે 17 હજાર રુપિયાનો ફાયદો, જલદી જાણો

Nidhi Panchal

Last Updated: 02:27 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમની દુનિયામાં હવે સ્પર્ધા માત્ર ડેટા અને કોલિંગ સુધી સીમિત નથી રહી… કારણ કે હવે એઆઈ સબ્સ્ક્રિપ્શન મફતમાં મળી રહ્યું છે! એરટેલે એવો ઑફર શરૂ કર્યો છે, જેને સાંભળીને યુઝર્સ આશ્ચર્યમાં પડી જાય — કારણ કે ₹17,000 ના AI લાભ હવે સૌથી સસ્તા રિચાર્જમાં ફ્રી!

ભારતની ટેલિકોમ બજારમાં હાલમાં AIનો ક્રેઝ જબરદસ્ત રીતે વધી રહ્યો છે. દરેક કંપની પોતાના પ્લાનમાં કંઈક નવી અને ટેક્નોલોજી આધારિત સેવા ઉમેરવાના પ્રયત્નોમાં છે. આ જ વલણને આગળ વધારતાં એરટેલે એક એવી ઓફર આપી છે, જે ખાસ કરીને AIમાં રસ ધરાવતા અને સસ્તા રિચાર્જમાં મહત્તમ લાભ મેળવવા માંગતા ગ્રાહકો માટે આકર્ષક છે. એરટેલ પોતાના કેટલાક સૌથી સસ્તા પ્રીપેડ પ્લાન સાથે Perplexity Pro AI નું 12 મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે. સામાન્ય રીતે આ AI સર્વિસનો એક વર્ષનો ખર્ચ રૂ. 17,000 છે, એટલે કે આ ઓફર ગ્રાહકો માટે ખરેખર જ મોટો ફાયદો છે. ચાલો હવે દરેક પ્લાન અંગે વિગતે જાણીએ.

AIrtle-2

સૌપ્રથમ 398 રૂપિયાનો પ્રીપેડ પ્લાન ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટીની સાથે આવે છે અને દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા પ્રદાન કરે છે. સાથે સાથે યૂઝર્સને અનલિમિટેડ વૉઇસ કોલિંગ અને દરરોજ 100 મફત SMS પણ મળે છે. ખાસ વાત એ છે કે આ પ્લાનમાં 28 દિવસ માટે Jio Hotstar ની OTT ઍક્સેસ પણ મફતમાં મળે છે. આ ઉપરાંત Perplexity Pro AI નું પ્રીમિયમ એક્સેસ પણ શામેલ છે. સાથે એરટેલ HelloTunes પણ ફ્રી આપવામાં આવે છે.

Airtle-3

299 રૂપિયાનો પ્લાન

બીજા એક સસ્તા અને ફાયદાકારક પ્લાન તરીકે 299 રૂપિયાનો પ્લાન ખૂબ જ લોકપ્રિય છે. આ પ્લાન પણ 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તે દરરોજ 1GB ડેટા આપે છે અને સાથે અનલિમિટેડ કોલિંગ તથા દરરોજ 100 ફ્રી SMS પણ શામેલ છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત છે 12 મહિના માટે Perplexity Pro AI ની મફત ઍક્સેસ, જે સસ્તામાં એઆઈનો લાભ લેવાં ઇચ્છતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.

vtv app promotion

આ બંને પ્લાન પણ ખૂબ સરસ

જો તમે ઓછા ડેટાની જરૂરિયાત ધરાવતા હોવ તો 219 રૂપિયાનો પ્લાન તમારા માટે યોગ્ય છે. આ પ્લાન 28 દિવસ માટે 3GB કુલ ડેટા આપે છે. તેમાં 300 SMS તથા અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ છે. આ પ્લાનમાં પણ Perplexity Pro AI ની મફત ઍક્સેસ મળે છે. તે જ રીતે 199 રૂપિયા નો પ્લાન પણ 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન 2GB ડેટા પ્રદાન કરે છે, સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 મફત SMS પણ મળે છે. આ પ્લાનમાં પણ Perplexity Pro AI ની સેવા મફતમાં છે, જેથી ઓછા રિચાર્જમાં પણ યૂઝર્સ એઆઈનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચો : ધમાકેદાર! જિઓએ યૂઝર્સને આપી મોટી ગિફ્ટ, કિંમત છે 35,000 રુપિયા, જાણો કેવી રીતે લાભ લેવો?

આ બધાની સાથે એરટેલ તેના Spam Fighting Network વિશે પણ ગર્વ અનુભવે છે. એરટેલ ભારતનું પહેલું એવી કરી શકનારી નેટવર્ક કંપની છે, જે સ્પામ કોલ આવે ત્યારે ગ્રાહકોને લાઇવ "Airtel Warning: Spam" એલર્ટ આપે છે. આ સેવા યૂઝર્સને અનિચ્છનીય કોલ્સથી સુરક્ષિત રાખે છે અને તેમની ડિજિટલ સેફ્ટી વધારવામાં મદદ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Recharge Plans Airtel Perplexity Pro AI
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ