બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Politics / | Leave BJP and contest elections from MVA, Uddhav Thackeray's open offer to Nitin Gadkari

ઉદ્ધવની ઓફર / નીતિન ગડકરીને ઉદ્ધવ ઠાકરેની ઓપન ઓફર, કહ્યું 'ભાજપ છોડી MVAમાં આવી જાઓ...', ગરમાયું રાજકારણ

Vishal Dave

Last Updated: 04:21 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠાકરેએ કહ્યું, 'ગડકરીજી, ભાજપ છોડી દો. અમે તમને MVA થી ચૂંટણી જીતાડીશું. ગડકરીજી, તેમને બતાવો કે મહારાષ્ટ્ર શું છે. મહારાષ્ટ્ર ક્યારેય દિલ્હી સામે ઝૂક્યું નથી

મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ખુલ્લી ઓફર આપી છે. તેમણે તેમને ભાજપ છોડીને MVAમાં જોડાવા અને ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'દિલ્હી સામે ઝૂકશો નહીં. તેમની ઓફરનો જવાબ આપતા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નીતિન ગડકરી અમારા મોટા નેતા છે. ઉદ્ધવની પાર્ટી માત્ર બેન્ડ વગાડવાની છે.

ઉદ્ધવ  ઠાકરેએ શું  કહ્યું ?

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (યુબીટી) એ શુક્રવારે કહ્યું, 'ભાજપની યાદી બહાર આવી છે. અનેક નામો સામે આવ્યા છે. કૃપાશંકર સિંહ કે જેમના પર ભાજપે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, તેમનું નામ પણ પીએમ મોદીની સાથે યાદીમાં છે, પરંતુ નીતિન ગડકરી કે જેમણે મહારાષ્ટ્રમાં ભાજપનો આધાર તૈયાર કરવા માટે આટલા વર્ષો સુધી કામ કર્યું. તેમનું નામ નથી. ઠાકરેએ કહ્યું, 'ગડકરીજી, ભાજપ છોડી દો. અમે તમને MVA થી ચૂંટણી જીતાડશું. ગડકરીજી, તેમને બતાવો કે મહારાષ્ટ્ર શું છે. મહારાષ્ટ્ર ક્યારેય દિલ્હી સામે ઝૂક્યું નથી.

 સુપ્રિયા સુલેએ કહ્યું નીતિન ગડકરી કોઇ પાર્ટીના નહીં, પણ દેશના નેતા 

આ મામલે NCP નેતા સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે નીતિન ગડકરી કોઈ પાર્ટીના નેતા નથી પરંતુ સમગ્ર દેશના મોટા નેતા છે. ક્યારેય બદલાની ભાવના સાથે રાજકારણ કર્યું નથી. તેમની વિશેષતા એ છે કે જ્યારે પણ કોઈ સાંસદ તેમની પાસે તેમના લોકસભા મતવિસ્તાર માટે ફંડ માંગે છે ત્યારે તેઓ વિચાર્યા વગર જ ફંડ આપે છે. સુપ્રિયાએ વધુમાં કહ્યું કે ભાજપ સાથે અમારો વૈચારિક મતભેદ છે પરંતુ ગડકરી સાહેબ માટે માન છે કારણ કે તેઓ આ સંબંધમાં ક્યારેય કઠોરતા લાવ્યા નથી, બદલાની ભાવનાથી ક્યારેય રાજકારણ નથી કર્યું.

આ પણ વાંચોઃ કોણ છે સુધા મૂર્તિ? જેઓને રાજ્યસભા માટે કરાયા નામાંકિત, PM મોદીએ ટ્વિટ કરીને આપી જાણકારી

મહારાષ્ટ્રની સીટો પર હજુ ઉમેદવારોની સૂચિ જાહેર કરવામાં આવી નથીઃ ફડણવીસ 

તે જ સમયે, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી માત્ર બેન્ડ બાજા સાથે રહી ગઈ છે અને તેઓ ગડકરી જેવા આપણા રાષ્ટ્રીય નેતાને સીટ ઓફર કરી રહ્યા છે..  .તેમણે કહ્યું આ એવું છે જાણે કોઇ શેરી

ગડકરીનું નામ ઉમેદવારોની યાદીમાં ન હોવાને લઇને તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની સીટો પર હજુ ઉમેદવારોની સૂચિ જાહેર કરવામાં આવી નથી, કારણ કે મહાગઠબંધન પક્ષોમાં મંથન ચાલી રહ્યું છે, જ્યારે મહારાષ્ટ્રના લોકસભા ઉમેદવારોની ચર્ચા થશે ત્યારે પહેલું નામ નીતિન ગડકરીજીનું હશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ