ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Politics / last 5 years indian economy goes down but Reliance Net Worth going Up

અર્થતંત્ર / કોનો વિકાસ? મોદી રાજમાં દેશનો GDP અડધો થયો તો ય Relianceની કુલ સંપત્તિ ત્રણ ગણી વધી

Published By: vtvAdmin

Last Updated: 05:09 PM, 18 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સનો ડિસેમ્બર -2019ના ક્વાર્ટરમાં 13 હજાર કરોડનો નફો નોંધાયો છે. ત્યારે અર્થશાસ્ત્રીઓમાં આ મુદ્દો ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. શું ભારત ક્યાંક અમેરિકા થવા જઈ રહ્યું કે જ્યાં માત્ર મુડિપતિ અર્થવ્યવસ્થાને જ સ્થાન હશે અને સામાન્ય લોકો નોકરિયાત જ બનીને રહી જશે. એનું ખુબ સારૂ અને સચોટ ઉદાહરણ મોદી સરકારના પાંચ વર્ષના નેતૃત્વમાં અર્થતંત્રનો GDP અડધો થઈ જવો જ્યારે દેશની મોટા ગજાની કંપનીઓનો નફો વધતો જ જઈ રહ્યો છે. દેશમાં ભારોભાર મંદી હોવા છતાં રિલાયન્સ નેટવર્થમાં પણ ત્રણ ગણી વધી છે ત્યારે આ મુદ્દે શું માનવું તે વિચાર કરવાનો વિષય છે.

ADVERTISEMENT

  • અર્થશાસ્ત્રીઓના મતે GDPના ગગડવા કરતાંય રિલાયન્સ સંપતિ વધવીએ અર્થતંત્ર માટે વધુ ધાતક
  • રિલાયન્સે પાંચ વર્ષમાં વધારેલી સંપતિમાંથી ગુજરાત 4 વર્ષ સુધી ચાલી શકે
  • 2017ના વર્ષમાં દર ત્રણ મહિને રિલાયન્સની સંપતિ 1-1 લાખ કરોડ વધી
     

જો સરકારના આંકડાકીય વિભાગનો આધાર લઈએ તો જુન-2014માં દેશનો GDP 8.2 ટકા હતો. જ્યારે લગભગ દેશમાં સત્તા પરિવર્તન થતાં ભાજપના નેતૃત્વમાં મોદી સરકાર બની હતી. આ સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડની ટોટલ નેટવર્થ ( કુલ સંપતિ) લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા હતી. જેમાં રિલાયન્સના તાબાની તમામ કંપનીઓની કુલ સંપતિનો સમાવેશ થાય છે. 

પાંચ વર્ષમાં રિલાયન્સની કુલ સંપતિ 6.5 લાખ કરોડ વધી

આજે જ્યારે આપણે 2019માં ફરી ભાજપના નેતૃત્વમાં મોદી સરકાર બની ત્યારની વાત કરીએ તો, સરકારના આંકડા મુજબ ડિસેમ્બર-2019માં દેશનો GDP માત્ર 4.3 ટકા છે જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડની કુલ સંપતિ 10 લાખ કરોડ રૂપિયા છે. અર્થાત્ દેશનો GDP પાંચ વર્ષમાં લગભગ અડધો થઈ ગયો અને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સની સંપતિ 6.5 લાખ કરોડ રૂપિયા વધી ગઈ. 

રિલાયન્સની સંપતિના વધારા જેટલી રકમથી ગુજરાત ચાર વર્ષ ચાલી જાય 

ભારતના ટોચના અર્થશાસ્ત્રીઓના મતે માત્ર GDPનું પાંચ વર્ષમાં અડધુ થઈ જવું એ દેશના અર્થતંત્ર માટે ધાતક છે. પરંતુ તેનાથી વધુ ધાતક તો માત્ર રિલાયન્સની આવક એકાએક પાંચ વર્ષમાં 6.5 લાખ કરોડ વધી જવી એ છે. આ રકમમાંથી દેશનું સૌથી વિકસીત મનાતું રાજ્ય ગુજરાત જેની અંદાજિત વસતી 6.5 કરોડની છે તે ચાર વર્ષ સુધી ચાલી જાય.

જે દરેક ક્વાર્ટરમાં GDP ઘટ્યો તેમાં રિલાયન્સની સંપતિ 1-1 લાખ કરોડ વધી

છેલ્લા પાંચ વર્ષ અર્થાત્ 2014 થી 2019માં જ્યારે દેશ મોદી સરકારના નેતૃત્વમાં ચાલી રહ્યો છે એવા સમયમાં GDP પતાના મહેલની જેમ ગગડી રહ્યો છે અને દેશના સૌથી અમીર મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ કંપનીની કુલ સંપતિ સસલાંની ચાલે વધી રહી છે. 2017ના પહેલાં ક્વાર્ટરથી જોવા જઈએ તો GDP દરેક ક્વાર્ટરમાં ઘટી રહ્યો છે અને રિલાયન્સની સંપતિ 1-1 લાખ કરોડ રૂપિયા વધી રહી છે.  2017ના વર્ષમાં નેટવર્થ તો એકાએક 2 લાખ કરોડ રૂપિયા વધી ગઈ. આ સૂચવે છે કે દેશમાં નિશ્ચિત મુડિપતિઓનો વિકાસ થઈ રહ્યો છે.

વર્ષ અને ક્વાર્ટર      GDP    RIL- કુલ સંપતિ   સમયગાળો
       
   June -2014        8.2   3.5 લાખ કરોડ  
 (2014-15-- Q1)        33 મહિના
       
   March-2017        7.4   4 લાખ કરોડ  
 (2016-17--Q4)       3 મહિના
       
  June- 2017       5.99   5 લાખ કરોડ  
 (2017-18--Q1)       3 મહિના
       
   Sep- 2017       6.77   6 લાખ કરોડ  
 (2017-18--Q2)       12 મહિના
       
   Sep-2018        7   8 લાખ કરોડ  
  (2018-19--Q2)       12 મહિના
       
  Sep-2019       4.55   9 લાખ કરોડ  
  (2019-20--Q2)      3 મહિના
       
   Dec-2019       4.3  10 લાખ કરોડ  
 (2019-20--Q3)      

આલેખનઃ ધવલ માકડિયા, ચીફ સબ એડિટર VTVGujarati.com 

સંકળાયેલા મુદ્દાઓ

GDP RIL Reliance Reliance Industries indian ecomony જીડીપી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી રિલાયન્સ઼ Economy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ