બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદ / Korean boy making content in gujarati exclusive interview of donnie and radhika in gujarati

VTV Exclusive / કોરિયન છોકરાને પહેલી નજરનો પ્રેમ થયો અને ગુજરાતીમાં બનાવવા લાગ્યો રીલ્સ!

Bhavin Rawal

Last Updated: 12:35 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને સવાલ એ થતો હશે ને કે સાત સમુંદર પાર બેઠેલા આ કોરિયન છોકરાને ગુજરાતી શીખવ્યુ કોણે? અને એને ગુજરાતી વીડિયોઝ બનાવવાની શરૂઆત કેવી રીતે કરી? તો એક્ચ્યુઅલી આ સ્ટોરીની શરૂઆત થાય છે કેનેડાના વાનકુંવરથી.

તમે ઈન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્ક્રોલ કરી રહ્યા છો. જુદા જુદા વીડિયોઝ જોઈ રહ્યા છો. ક્યાંક ક્રિન્જ કન્ટેન્ટ છે, ક્યાંક ખરેખર મીનિંગફૂલ ક્ન્ટેન્ટ છે. પણ આ બધાની વચ્ચે જો તમે કોઈ સુપરક્યુટ કોરિયન છોકરાને એકદમ ફાંકડુ ગુજરાતી બોલતા જુઓ તો શું થશે? પહેલા તો તમે ખડખડાટ હસશો, પછી તમને સવાલ થશે કે આ કોરિયન છોકરો ગુજરાતી બોલે છે કેવી રીતે? તો સોશિયલ મીડિયામાં છવાયેલા આ જબરજસ્ત ક્યુટડા કોરિયન છોકરાની ભધી જ માહિતી ખાસ તમારા માટે વીટીવી લઈને આવ્યું છે. 

સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ગુજરાતીમાં વીડિયોઝ બનાવીને લાખો ગુજરાતીઓમાં વાઈરલ થનાર આ મસ્ત મજાના કોરિયન છોકરાનું નામ ડોની છે, અને ડોની આપણી પોતાની ગુજરાતણ ગોરી રાધિકાના પ્રેમમાં છે. ડોનીના આ ગુજરાતી વીડિયોઝ પાછળ રાધિકાનો જ હાથ છે. રાધિકા સાથે રિલેશનશીપમાં આવ્યા બાદ જ ડોનીએ આ વીડિયો બનાવવાના શરૂ કર્યા અને લાખો લોકોએ તેમને ફોલો કર્યા.

કોરિયન છોકરાને ગુજરાતી શીખવ્યુ કોણે?

પણ તમને સવાલ એ થતો હશે ને કે સાત સમુંદર પાર બેઠેલા આ કોરિયન છોકરાને ગુજરાતી શીખવ્યુ કોણે? અને એને ગુજરાતી વીડિયોઝ બનાવવાની શરૂઆત કેવી રીતે કરી? તો એક્ચ્યુઅલી આ સ્ટોરીની શરૂઆત થાય છે કેનેડાના વાનકુંવરથી. જ્યાં આપણી રાધિકા રહે છે. રાધિકા અને ડોની કેટલાક કોમન ફ્રેન્ડ્ઝ દ્વારા મળ્યા હતા. ડોની એજ બિલ્ડિંગમાં રહેતો હતો, જ્યાં રાધિકાના ક્લોઝ ફ્રેન્ડ્ઝ રહેતા હતા. આવામાં કોવિડ આવ્યો અને લોકડાઉન આવ્યું. ત્યારે ડોની રાધિકા સાથે એમ કહીને મસ્તી કરતો કે તેને લવ એટ ફર્સ્ટ સાઈટ થયો છે. પહેલા તો આ મસ્તી હતી, પણ લગભગ એક મહિના પછી ડોનીભાઈએ રાધિકાને પ્રપોઝ કર્યું અને રાધિકાએ હા પણ પાડી દીધી.

ગરબા ગાતા શીખી ગયો છે ડોની

હવે આ તો થઈ લવ સ્ટોરીની વાત, પણ ગુજરાતીમાં વીડિયો કેવી રીતે? તો રાધિકા અને ડોનીનું કહેવું છે કે અમે બંને બહુ જ જુદા જુદા કલ્ચરમાંથી આવીએ છીએ. આમ તો કલ્ચરલ ડિફરન્સ એડ઼ેપ્ટ કરવાનું અઘરું નહોતું, પણ અમારી રિલેશનશિપના એક વર્ષમાં જેમ જેમ ડોનીને ખબર પડવા લાગી કે ભારતમાં તો લગબગ દર અઠવાડિયા જુદા જુદા લોકો કોઈને કોઈ તહેવાર ઉજવે છે, તો એને એક્સાઈટમેન્ટ થઈ. કારણ કે એને તો વર્ષમાં 2 જ તહેવાર ઉજવવાની આદત છે. રાધિકાનું કહેવું છે કે આપણે ભારતીયો ક્યારેક હોળી, ક્યારેક ઈદ, નવરાત્રિ એમ દર મહિને કંઈકને કંઈક ઉજવા હોઈએ છીએ. એટલે ડોનીને ભારતીય અને ખાસ તો ગુજરાતી કલ્ચરમાં એટલી મજા પડી કે હવે એ ગરબા પણ શીખી ગયો છે. અહીં કેનેડામાં જ્યારે પણ ગરબા થાય ત્યારે સૌથી પહેલા ડોની ગરબા ગાતો હોય છે.

આ રીતે વાઈરલ થયા વીડિયોઝ

પછી, રાધિકા જ્યારે પોતાના ગુજરાતી ફ્રેન્ડ્ઝ સાથે અને ઘરે ગુજરાતીમાં વાતો કરતી, તો ડોની એમાંથી અમુક ગુજરાતી શબ્દો શીખવા લાગ્યો. એને જુદા જુદા ગુજરાતી શબ્દો સાંભળીને બોલવાની મજા આવવા લાગી. ડોની જ્યારે જ્યારે ગુજરાતી બોલે ત્યારે ત્યારે રાધિકાને અને તેમના ફ્રેન્ડ્ઝને બહુ મજા આવતી. કોવિડકાળમાં જ્યારે લોકડાઉન હતું તો ઘણા બધા લોકો કન્ટેન્ટ ક્રિએટર બનતા હતા, ત્યારે રાધિકા અને ડોનીએ પણ એક પેજ સોશિયલ મીડિયા પર શરૂ કર્યું. જેમાં ડોનીના વીડિયોઝ પોસ્ટ કરતા હતા. શરૂઆતમાં તો ઓફિસના કમિટમેન્ટને લીધે વીડિયોની ફ્રિકવન્સી જાળવવામાં મુશ્કેલી પડી, પરંતુ અમારા ફ્રેન્ડ્ઝને આ વીડિયોઝમાં મજા આવવા લાગી. લોકોને વીડિયોઝ ગમ્યા, જબરજસ્ત રિએક્શન આવ્યા તો અમને પણ મજા પડવા લાગી.  બસ, પછી તો રેગ્યુલર કન્ટેન્ટ બનાવવાની શરૂઆત કરી.

ડોનીને ગુજરાતીઓ અંગે થાય છે સવાલ

રાધિકા અને ડોની સાથે અમે થોડીક પર્સનલ વાતો પણ કરી છે. ભારતમાં તો ઈન્ટરકાસ્ટ મેરેજમાં પણ ધમાલ થઈ જાય છે, ત્યારે અમે રાધિકાને પૂછ્યુ કે તને આ સાત સમુંદર પારના છોકરા સાથે સેટલ થવામાં કોઈ તકલીફ પડી કે નહીં? તો હસતા હસતા રધિકાનું કહેવું છે કે ખાસ કોઈ તકલીફ નહોતી પડી. ડોની એટલો સારો છે કે હંમેશા મારા કન્ફર્મટનું ધ્યાન રાખે છે. જો કે મને કોરિયન ફૂડ તરત નહોતું ભાવ્યું. પરંતુ હવે આદત પડી રહી છે. મને એની જુદી જુદી ફ્લેવર્સ અને કૂકિંગ સ્ટાઈલ પણ ફાવવા લાગી છે. ડોનીતો અડધો ગુજરાતી જ બની ગયો છે. બસ એને એ નથી સમજાતું કે આપણે જમવામાં ફરસાણ કેમ સાથે રાખીએ છીએ? બાકી આ જર્નીમાં અમને બંનેને બહુ મજા પડે છે 

વધુ વાંચો: સાબરકાંઠાના યુવાને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું, 'મોત'ને માત આપીને લહેરાવ્યો તિરંગો, સફરનો અનુભવ ખુબ ડરામણો

ગુજરાતી કન્ટેનટ્ બનાવીને લોકપ્રિય થનાર ડોની અને રાધિકા ટૂંક સમયમાં ગુજરાત પણ આવવાના છે. હજી સુધી ડોનીએ ગુજરાતમાં પગ નથી મૂક્યો. પણ હાલ તો ડોની યુટ્યુબના માધ્યમથી ગુજરાત અને ભારતને વિઝિટ કરે છે. અને રાધિકા કહે છે કે એ મને રોજેરોજ કહે છે,, આપણે આ જગ્યાએ જઈશું. એ આ જગ્યાએ શું ખાસ છે, કેમ જોવા જેવી છે? એટલે ડોની ભારત આવવા ઉત્સાહિત છે, અને હું એને લઈે આવવા માટે ઉત્સાહિત છું. એટલે આ  નવરાત્રિમાં જો તમને કોઈ કોરિયન છોકરો ગરબા રમતો જોવા મળે તો એ ડોની જ હશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ