બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Sabarkantha youth climbs Mount Everest, overcomes diseases, death and hoists tricolor

ગુજરાતનું હીર / સાબરકાંઠાના યુવાને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું, 'મોત'ને માત આપીને લહેરાવ્યો તિરંગો, સફરનો અનુભવ ખુબ ડરામણો

Hiralal

Last Updated: 04:46 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગરના મેહુલ જોશી નામના એક તરવરિયા યુવાન માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પહેલા ગુજરાતી છે.

  • હિંમતનગરના મેહુલ જોશી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પહેલા ગુજરાતી
  • 16 મે 2018ના દુનિયાના ઊંચા પર્વત પર લહેરાવ્યો તિરંગો 
  • 4થા ધોરણમાં ભણતી વખતે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સપનું જોયું હતું 
  • અનેક બીમારીઓ વચ્ચે પણ મેળવી સિદ્ધી
  • ગિરનાર, આબુ, મનાલીના પહાડ પર ટ્રેકિંગ અને સાઈકલિંગની પ્રેક્ટિસ કરી 

Dev Goswami: 'મન હોય તો માળવે જવાય' કહેવતને એક ગુજરાતીએ ચરિતાર્થ કરી દેખાડી છે. 16 મે 2018ના દિવસ ગુજરાત અને દેશ માટે ભારે ગૌરવ અપાવે તેવો બની રહ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરના મેહુલ જોશી નામના એક તરવરિયા યુવાને દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર જઈને તિરંગો લહેરાવી દીધો હતો. માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવનાર મેહુલ જોશી પહેલા ગુજરાતી છે. 

4થા ધોરણમાં ભણતી વખતે મેહુલે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનું સપનું જોયું હતું. નાની ઉંમર પણ સપનું મોટું. નાની વયે જ સપનાનું બીજ રોપાઈ ગયું જે આગળ જતાં વટવૃક્ષ બન્યું હતું. પિતા પ્રવીણ ચન્દ્ર જોશી વ્યવસાયે શિક્ષક હતા. તેમની પાસેથી માઉન્ટ એવરેસ્ટ શિખરની ખૂબ વાતો સાંભળી અને 2012ની સાલમાં સપનું સાકાર કરવાની તક મળી. આ બધામાં વચ્ચે તેમને બીમારી નડી. તેમને હાઈ બ્લડ પ્રેશર,ડાયાબીટીશ, 50 પ્લસ કોલોસ્ટોરોલ જેવી બીમારી આવી ગઈ હતી. ડોક્ટરોની સલાહ પ્રમાણે તેમણે વ્યાયામ, ,યોગા ,સાઈકલીંગ કરવાનું શરુ કરી દીધું જેમાં તેમને મોટી રાહત મળી. આ બધાની વચ્ચે 2012-13માં તેમણે મનાલીમાં ટ્રેકિંગ અને સાઈકલીંગ કર્યું ત્યાના નાના મોટા શિખરો સર કરવાની શરુઆત કરી હતી. તે ઉપરાંત 2023માં પણ લેહ-લદાખમાં સાઈકલિંગ કર્યું હતું. 

ગિરનાર અને આબુ પર પ્રેક્ટિસ શરુ કરી 
આમ તો 2008માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી આઈ.પી.એસ અતુલ કરવાલ હતા. અતુલ કરવાલે  ‘થીંક એવરેસ્ટ’ નામનું પુસ્તક લખ્યું હતું જે મેહુલ જોશી એ દિલ્હી એરપોર્ટ ઉપર ૭ કલાક ના ગેપ સમય માં વાચી માઉન્ટ એવરેસ્ટ પર જવાનું દ્રઢ મનોબળ બનાવ્યું હતું. ત્યાર બાદ  મેહુલ જોશી માઉન્ટ એવરેસ્ટ સર કરવા ગીરનાર માં ચાલતા કોચીગ માં ટ્રેનીગ માટે દર બુધવારે ગીરનાર જઈ ગુરુવાર આખી રાત્રી પ્રેક્ટીસ કરતા ત્યારબાદ ત્યાંથી હિમતનગર આવી શુક્રવારે માઉન્ટ આબુમાં સાયકલીગ માટે જતા જેમાં આબુ ના તળેટી થી ગુરુશિખર અને ગુરુશિખર થી આબુ સુધી સાઈક્લીગ કરી બીજા દિવસે આબુ થી ગુરુશિખર અને ગુરુશિખર થી આબુ સુધી ફાસ્ટ રનીગ કરતા. 20 એપ્રિલ 2018ના દિવસે મેહુલે માઉન્ટ એવરેસ્ટ ચઢાણની શરુઆત કરી હતી. પહેલા 15 દિવસ બેઝ પોઈન્ટથી શિખર તરફ અમુક ફૂટ સુધી જવાનું પરત આવી જવાનું બીજા દિવસ એ આગલા દિવસ કરતા વધુ ઊંચાઈ પર જવાનું પાછા પરત આવી જવાનું એમ 15 દિવસ સુધી આવી પ્રેક્ટીસ કરે રાખી. મેહુલ જોશી એ શિખર સર કરવાના થોડું અંતર બાકી હતું ત્યાં તેમને અતિશય ખાંસી થઈ હતી. પરંતુ મા અંબાને યાદ કરતાં આગળ વધતાં રહ્યાં આખરે 18 મે 2018ના દિવસે સવારે તેઓ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયા અને તિરંગો લહેરાવી દીધો. 

માઉન્ટ એવરેસ્ટ ચઢતાં કેટલા દિવસ લાગે 
માઉન્ટ એવરેસ્ટ ચઢવા અને ઉતરવા માટે 8 દિવસ લાગતા હોય છે જેમાં ટ્રેકરે ભયંકર તોફાન, સ્નો ફલો સહિતની બીજી કુદરતી આફતોનો સામનો કરવો પડતો હોય છે. 
સામાન્ય -40 ડીગ્રી તાપમાન હોય જે ઉપર જતા – 60 ડીગ્રી સુધી પહોચી જતું હોય છે. 8848 મીટર એટલે કે 29029 ફૂટ, 8.8 કિલોમીટરની ઊંચાઈ પર બરફ સિવાય બીજું કંઈ જ જોવા નથી મળતું. 

મેહુલ જોશી હિંમતનગરમાં હરિઓમ મેડીકલ એજન્સી ચલાવે છે 
મેહુલ જોશી હિમતનગર માં એક હરિઓમ મેડીકલ એજન્સી ધરાવે છે, તેમના પિતા પ્રવિણચંદ્ર જોષી શિક્ષક છે, માતા ભાનુમતી જોષી અને ભાઈ તુષાર જોષી હાલ યુ.એસ છે. 

માઉન્ટ એવરેસ્ટ સર કરતાં કેટલો ખર્ચો આવે 
- માઉન્ટ એવરેસ્ટ સર કરવા અંદાજે 40 લાખથી વધુ નો ખર્ચ થાય છે
- માઉન્ટ એવરેસ્ટ સર કરવા નેપાલ સરકારમાં રજીસ્ટેશન કરવાનું હોય છે જેની ફી 10 લાખ રૂપિયા છે.
- માઉન્ટ એવરેસ્ટ સર કરવાની 2 સાઈડો છે સાઉથ અને નોર્થ જેમાં મેહુલ જોશી પહેલા ગુજરાતમાં થી આઈ.પી.એસ અતુલ કરવાલ અને ન્યુયોર્ક માં રહેતા એન.આર.આઈ મનોજ વોરા (શાહ) એ સાઉથ સાઈડ થી માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. 
- જ્યારે મેહુલ જોશી એ નોર્થ સાઈડ થી માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પ્રથમ ગુજરાતી હતા. અત્યાર સુધી લગભગ 10 ગુજરાતી ઓ એ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 

16 કિલો જેટલું વજન ઊંચકીને એવરેસ્ટ સર કરવાનું હોય છે-મેહુલ જોશી 
માઉન્ટ એવરેસ્ટ ચઢાણ કરવું એટલે મોતને આમંત્રણ આપવા સમાન છે. મેહુલ જોશીએ તેમની રોમાંચક પણ ભારે જોખમકારી સફરનો અનુભવ કહ્યો છે જે ખૂબ ડરામણો છે પરંતુ કહેવાય છે ને કે મક્કમ મનવાળાને હિમાલય પણ નડતો નથી. ચઢાણનો અનુભવ વર્ણવતાં મેહુલ જોશીએ કહ્યું કે માઉન્ટ એવરેસ્ટ પર જવા અને આવવા 20 કિલો ઓક્સીજન ની જરૂર પડે એક સિલિન્ડર 4 કિલો નું હોય છે જે જુદા જુદા અંતરે શેરપા દ્વારા મુકેલા હોય છે. શું શું વસ્તુઓ સાથે લઈ જવી પડે તે વિશે વાત કરતાં તેમણે કહ્યું કે માઉન્ટ એવરેસ્ટ ચઢાણમાં કેટલીક વસ્તુઓની જરુર પડે છે જેમ કે જેકેટ, હેલ્મેટ,હેડ લાઈટ ,સ્નો ગ્લવ્ઝ ,બફ,ડાઉન શૂટ,મીટન્સ, ઇનર ગ્લોવ્ઝ, હારનેસ, કેટા બિનર, જુમાર, સ્લીવ, સ્નો શુઝ ,શોકસ, સ્કેમ્પર, બેગ,વોટર બોટલ, ફૂડ,માસ્ક વગેરે જેનો ટોટલ વજન 16 કિલો થાય. એટલે 16 કિલો જેટલું વજન ઊંચકીને એવરેસ્ટ સર કરવાનું હોય છે. 

માઉન્ટ એવરેસ્ટ પર જતાં કોઈનું મોત થાય તો શું?
આ અંગે મેહુલ જોશીએ કહ્યું કે માઉન્ટ એવરેસ્ટ પર જતા કોઇપણ અવરોહણનું મૃત્યું થાય તો આખા વિશ્વમાં માત્ર ભારત સરકાર જ તેની ડેડ બોડી પરત લાવી પરિવારને સોંપે છે. તેમણે કહ્યું કે માઉન્ટ એવરેસ્ટ સર કરવા મિત્ર વર્તુળ માંથી 10 લાખની આર્થિક મદદ મળી હતી. શિખર સર કર્યાના એક વર્ષ બાદ રાજ્ય સરકારે 15 લાખની આર્થિક સહાય કરી હતી. સાથે માઉન્ટ એવરેસ્ટની સફર માટે 1.50 લાખનો વીમો લેવો પણ ફરજીયાત છે. 

વાંચવા જેવું: ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં ભૂકંપના 8માંથી 7 આંચકા તો માત્ર કચ્છમાં જ, આ કારણો છે જવાબદાર

મેહુલ જોશીની સિદ્ધીઓ ઉડતી નજર
-  લદાખ સ્ટોક ડોંગરી શિખર સર કર્યું
- ઉત્તરાખંડમાં આવેલા માઉન્ટ ભગીરથી,માઉન્ટ થેલું અને માઉન્ટ સતોપંત નામના શિખરો સર કરેલા છે
- રશિયાનું માઉન્ટ એલ્ગુઝ સર કર્યું જેની ઊંચાઈ 5642 મીટર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ