બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 11:46 AM, 29 January 2024
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં આવેલા ભૂકંપનાં આંચકાના આંકડાની વાત કરીએ તો કચ્છમાં 33 આંચકા આવી ચૂક્યા છે. જેમાં 2019 માં 6, 2020 માં 11, 2021 માં 7, 2022 માં 1 આંચકાનો સમાવેશ થાય છે.
ત્યારે મળતી માહિતી મુજબ કચ્છ, અમરેલી, સુરત સહિતના જીલ્લાઓમાં આંચકા વધવા પાછળનું મુખ્ય કારણ ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન મુખ્ય ટ્રાયન્ગલમાં તુર્કી, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. જેથી ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન ડિસ્ટર્બનથી ભૂકંપ વધ્યા છે.
ADVERTISEMENT
નવી ફોલ્ટ લાઈનો જમીનની અંદર સક્રિય થઈ જવા પામી
ફોલ્ટ લાઈનને અનુરૂપ વિસ્તારોમાં ભૂકંપથી તિરાડો પડી છે. જેમાં તિરાડો પડતા જ નવી ફોલ્ટ લાઈનો જમીનની અંદર સક્રિય થઈ જવા પામી છે. જેમાંથી એક મેજર ફોલ્ટ લાઈન કચ્છની અને બીજી તાપી ફોલ્ટલાઈન ખંભાત અખાત, ભરૂચ, રાજપીંપળા, ડાંગને અસર કરે છે. જ્યારે બીજી એક ફોલ્ટ લાઈન ભાવનગર, અમરેલી સહિતનાં વિસ્તારોમાં અસર કરતી હોય છે.
વધુ વાંચોઃ ડરના નહીં ! કચ્છમાં આવી રહેલા ભૂકંપના નાના આંચકા ખૂબ સારા, વૈજ્ઞાનિક મહેશ ઠક્કરે આપ્યું કારણ
ADVERTISEMENT
ભૂકંપ દ્વારા જમીનમાંથી દબાણ મુક્ત કરવાની ઘટનાએ સારી બાબતઃ નિષ્ણાંતો
નિષ્ણાંતો એવું માને છે કે, ભૂકંપ દ્વારા જમીનમાંથી દબાણ મુક્ત કરવાની ઘટનાએ સારી બાબત છે. અને જો આવું ન થાય તો પૃથ્વી પર દબાણ અને તાણ વધશે. અને તે મોટા ભૂકંપનું કારણ બની શકે છે. પરંતું જ્યારે પ્રેશર છોડવામાં આવે છે. ત્યારે મોટા ભૂકંપની શક્યતાઓ ઘટી જાય છે. ભૂકંપએ પૃથ્વીની સપાટી પર અચાનક અનુભવાતી ધ્રુજારી છે. આ ધ્રુજારી તીવ્રતામાં બદલાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.