બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / Scientist Mahesh Thakkar explains why small earthquakes in Kutch are very good

ગજબનો દાવો / ડરના નહીં ! કચ્છમાં આવી રહેલા ભૂકંપના નાના આંચકા ખૂબ સારા, વૈજ્ઞાનિક મહેશ ઠક્કરે આપ્યું કારણ

Hiralal

Last Updated: 01:19 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં 2001ના વિનાશકારી ભૂકંપ બાદથી આજ દિન સુધી નાના-મોટા આંચકા આવતાં રહ્યાં છે પરંતુ આ આંચકા મોટા ભૂકંપને ટાળવામાં મદદ કરે છે તેવો વૈજ્ઞાનિકનો દાવો છે.

  • વૈજ્ઞાનિક મહેશ ઠક્કરે કચ્છમાં આવતાં ભૂકંપના નાના આંચકાને સારા ગણાવ્યાં 
  • જમીનમાં ભેગી થતી શક્તિ નાના આંચકા મારફતે બહાર નીકળી જાય છે
  • નાના આંચકામાં ઊર્જા વિખેરાઈ જતી હોવાથી મોટા ભૂકંપની શક્યતા ઘટી જાય છે 
  • 2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છમાં લગાતાર આવી રહ્યાં છે ભૂકંપના આંચકા 

2001ની સાલનો કચ્છ અને ત્યાર બાદ ગુજરાતનો મહાવિનાશકારી ભૂકંપ તો આજ દિન સુધી લોકોને કંપાવી મૂકે છે. 26 જાન્યુઆરી 2001ના બરાબર 8.45 વાગ્યે આખો દેશ જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતો બરાબર ત્યારે 6.9ની તીવ્રતાનો મોટો ભૂકંપ કચ્છમાં ત્રાટક્યો હતો, સેકન્ડોમાં તો હજારો લાશ પડી ગઈ હતી ત્યાર બાદ ગુજરાતમાં પણ ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. આ ટ્રેજેડીની યાદ માંડ વિસરાઈ ત્યાં પાછો એક નવો સિલસિલો શરુ થયો. 2001ના ભૂકંપ બાદ કચ્છમાં નાના નાના આંચકાઓ શરુ થયાં અને છેલ્લા 23 વર્ષથી અહીં નાના મોટા આંચકા આવ્યાં કરે છે. તેનાથી લોકોમાં પણ એવો ડર છે કે ક્યાંક 2001નો જેવો ભૂકંપ ફરી આવી ન જાય પરંતુ કદાચ પહેલી વાર નાના આંચકાઓને સારા ગણવામાં આવ્યાં છે. ભૂકંપના નાના આંચકા પણ મોટા ભૂકંપને ટાળવામાં મદદ કરી રહ્યાં છે તેવો દાવો એક વૈજ્ઞાનિકે કર્યો છે. 

ભૂકંપના આંચકાથી ડરવાની જરુર નથી

સામાન્ય રીતે વારંવાર આવતા ભૂકંપથી લોકો ડરી જતા હોય છે પરંતુ વૈજ્ઞાનિક મહેશ ઠક્કરના કહેવા પ્રમાણે ભૂકંપના આંચકા પણ મોટા ભૂકંપનો તોડ છે. તેથી તેનાથી ડરવાની જરુર નથી. 

ભૂકંપના આંચકા આવવા કેમ સારા? 
TV સાથે વાત કરતાં બિરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલીઓસાઈન્સ ,લખનૌ ના ડાયરેક્ટર ડો.મહેશ ઠક્કરે કચ્છના ભૂકંપ અને ત્યાર બાદના આંચકાઓને લઈને કેટલીક મહત્વની માહિતી આપી છે.  ડો.મહેશ ઠક્કરનું કહેવું છે કે ભૂકંપના આંચકા આવવું તે એક સામાન્ય અને સારી ઘટના છે જમીન નીચે જે ઊર્જા પેદા થાય છે તે આંચકા સ્વરૂપે નીકળી જાય છે. હવે જો આવું ન થાય તો જમીનમાં ઊર્જાની જમાવટ થાય છે અને સમય જતા તેમાં બ્લાસ્ટ થઈને બહાર આવે છે જે મોટા ભૂકંપમાં પરિણમે છે. 

કચ્છમાં કેમ આવે છે વારંવાર ભૂકંપના આંચકા કેમ આવે છે
ડો.મહેશ ઠક્કરે કહ્યું કે કચ્છમાં જે 6 ફોલ્ટલાઈન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી ભૂકંપના આંચકા નોંધાય છે. કચ્છની જેમ હિમાલયની તળેટીમાં પણ MCT નામની ફોલ્ટલાઈન એક્ટિવ છે જેમાં સમયાંતરે ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા નોંધાય છે જેની પરોક્ષ અસર ત્યાં થતા ભૂસખલન માં જોવા મળે છે. MCT ફોલ્ટલાઈનમાં દબાણયુક્ત પ્રેસર ઉભું થઈ રહ્યું છે જેથી તે વિસ્તારમાં ભવિષ્યમાં 8થી વધુ તીવ્રતાના મોટા ભૂકંપ આવી શકે છે. આમ ક્ચ્છથી હિમાલય સુધી જ્યાં વધુ કે ઓછા પ્રમાણમાં ભુકંપના આંચકા નોંધાય છે ત્યાં લોકોને ભયભીત નહિ પણ સતર્ક રહેવાની જરૂર છે. 

કચ્છમાં ભૂકંપની 6 ફોલ્ટલાઈન 
કચ્છમાં છેલ્લા 23 વર્ષથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે,કચ્છમાં ભૂકંપની 6 ફોલ્ટલાઈન આવેલી છે..જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે.. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે. જેતે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી.. પ્લેટોની નુકસાની આજસુધી યથાવત્ રહેતા આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. જેથી આ વિસ્તારના લોકોને આગામી સમયમાં પણ આ પ્રકારના આંચકાનો અનુભવ થઈ શકે છે.  

શું 2001 જેવો ભવિષ્યમાં આવી શકે છે ભૂકંપ? 
 આ સવાલ વારંવાર કચ્છના લોકોને ડરાવી રહ્યો છે.કારણ કે,  દર મહિને કચ્છની ધરતી ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠે છે.અને લોકોને 2001ની યાદ આવી જાય છે. કારણ કે, 2001માં આવેલા ભૂકંપે મોટી સંખ્યામાં લોકોનો ભોગ લીધો હતો.. હજારો પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા.. તેવામાં કેદ્ર સરકારના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ વિભાગ મારફતે સંશોધનો હાથ ધરાયા છે. જેમાં સામે આવ્યું છે કે, દર મહિને કચ્છમાં 3 થી 4 તીવ્રતાના આંચકા અનુભવાઈ રહ્યા છે.

વધુ વાંચો: જો અયોધ્યામાં રામ લલાના દર્શન માટે જવું છે, તો એક ક્લિકમાં અહીં વાંચો બધી જ માહિતી

 કયા સ્કેલનો ભૂકંપ ખતરનાક 
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.  6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.  
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ