કોરિયન લોકોની સ્કિન આખી દુનિયામાં ફેમસ છે. તેમની સ્કિન હમેશાં ક્લિન, સ્પોટલેસ અને શાઈની હોય છે. આ લોકો જેવી સ્કિન મેળવવી એક સપના સમાન છે. જોકે, આ તેમના જિનેટિક્સ પર પણ નિર્ભર કરે છે. પરંતુ આ લોકો રેગ્યુલર તેમના સ્કિન રૂટીનને ફોલો કરે છે. આ પણ તેમની ફ્લોલેસ સ્કિન પાછળનું એક કારણ છે. પણ શું તમને ખબર છે કે, સુંદર દેખાવા આ લોકો ખૂબ અજીબ વસ્તુઓ ચહેરા પર લગાવે છે. ચાલો જણીએ.
આખી દુનિયા કોરિયન લોકોની સ્કિનની દિવાની છે
કોરિયન લોકો સ્કિન કેર માટે વિચિત્ર વસ્તુઓનો કરે છે ઉપયોગ
સુંદર દેખાવા માટે ચહેરા પર લગાવે છે આ અજીબ વસ્તુઓમાંથી બનેલી પ્રોડક્ટ્સ
આપણાં દેશમાં કોરિયન પ્રોડક્ટ્સની ભરમાર છે. પણ કોરિયન લોકો જે વસ્તુઓથી પોતાની સુંદરતા વધારે છે જો તેના વિશે તમે જાણી લેશો તો તમારા હોશ ઉડી જશે. જી હાં, તેઓ એવી વિચિત્ર વસ્તુઓ લગાવો છે જેનાથી સ્કિન આટલી હેલ્ધી અને ગ્લોઈંગ દેખાય છે.
ગધેડાનું દૂધ
ગધેડાના દૂધમાં ગાયના દૂધ કરતાં પાંચ ગણું વધારે વિટામિન સી હોય છે. આ સ્કિનમાં ફેટી એસિડ્સ અને પ્રોટીનની કમીને દૂર કરે છે, કારણ કે વધતી ઉંમરની સાથે સ્કિનમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમી સર્જાય છે. ક્લિયોપેટ્રા સ્કિનને હેલ્ધી અને સોફ્ટ બનાવી રાખવા માટે ગધેડાના દૂધથી જ સ્નાન કરે છે.
મધમાખીનું ઝેર
જ્યારે મધમાખીને ઝેરની વાત આવે ત્યારે લોકોના મનમાં ડર પેદા થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કોરિયન પ્રોડક્ટ્સમાં તેનો ઉપયોગ સ્કિન સેલ્સના રિજનરેશનને બૂસ્ટ કરવા અને કોલેજનને વધારવા માટે કરવામાં આવે છે. તેનો ઓર્ગેનિક ફોર્મના બોટોક્સ તરીકે પણ ઉપયોગ થાય છે. તમને જણાવી દઈએ કે, મધમાખીને ઝેરનો ઉપયોગ ઘણાં પ્રકારની આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ભૂંડનું કોલેજન
ઉંમર વધવાની સાથે આપણાં સ્કિનની ઈલાસ્ટિસિટી પણ ખતમ થવા લાગે છે અને ચહેરા પર ફાઈન લાઈન્સ દેખાવા લાગે છે. પરંતુ આ પદાર્થ સ્કિનની ઈલાસ્ટિસિટી વધારવા અને તેને શાઈની બનાવવામાં મદદ કરે છે. આ સ્કિનમાં બેબી ફેસ ગ્લોને પાછું લાવે છે. કોરિયન માર્કેટમાં આ જેલ બેસ્ડ ફોર્મમાં વેચાય છે. આને લગાવવાથી સ્કિન હાઈડ્રેટ રહે છે અને શાઈની બને છે.
સ્નેલ સ્લાઈમ
આ એક પ્રકારનું મ્યુકસ છે અને કોરિયન મહિલાઓ સ્નેલ સ્લાઈમ અને એક્સટ્રેક્ટને તેમની સ્કિન પર લગાવે છે. આના પ્રયોગથી સ્કિનની કરચલીઓ દૂર થાય છે અને ડાઘ ઓછાં થાય છે. તેમાં હાઈલૂરોનિક એસિડ હોય છે, જે એન્ટીએજિંગની પ્રક્રિયાને સ્લો કરવામાં મદદ કરે છે. આ સિવાય તે સ્કિનને હાઈટ્રેડ રાખે છે. એન્ટીમાઈક્રોબિયલ પેપ્ટાઈડ્સને ખીલ દૂર કરવા અને હાઈપર પિગમેન્ટેશનના ઉપચારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણથી આ પદાર્થ ફેસ ક્રીમના મેન ઈન્ગ્રીડિયન્ટ્સ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.