ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Kohli is also likely to resign from ODIs

ક્રિકેટ / વિરાટ ક્હોલી લેશે વધુ એક મોટો નિર્ણય, T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં થશે આ ફેરફાર

Published By: Ronak

Last Updated: 07:07 PM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T-20 વર્લ્ડકપમાં રાજીનામુ આપ્યા બાદ વિરાટ ક્હોલી વન ડેમાંથી પણ રાજીનામું આપે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેથી ટૂંક સમયમાં હવે રોહિતશર્મા હવે ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન બની શકે છે.

ADVERTISEMENT

  • વનડે માંથી પણ ક્હોલી રાજીનામુ આપે તેવી શક્યતા 
  • રોહિત શર્મા સંભાળી શકે છે ટીમની કમાન 
  • T-20 માટે વિરાટક્હોલીની કપ્તાની સૌથી બેસ્ટ 

17 ઓક્ટોમ્બરે UAEમાં T-20 વર્લ્ડ કપ યોજાશે ત્યારબાદ વિરાટ ક્હોલી કેપ્ટન પદેથી રાજીનામું આપવાના છે. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચ બાદ તેમની ક્હોલીની કેપ્ટનશીપ સામે ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. ક્હોલીની કેપ્ટનશીપમાં હજુ પણ ભારતે કોઈ ટ્રોફી નથી જીતી. જેને લઈને તેની ઘણી આલોચના થઈ હતી. ત્યારે ક્હોલી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે. તેને લઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે.

ક્હોલીએ અગાઉ રોહિત શર્માનું નામ આપ્યું હતું 

વિરાટ ક્હોલીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કેમ લીધો તેની સામે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ પરિસ્થિતી એવી છે કે T-20માં કેપ્ટનશીપ રોહિત શર્મા કરી શકે છે. અગાઉ જ્યારે આઠ વર્ષ પહેલા ક્હોલીને પુછવામાં આવ્યું હતું કે ધોની સિવાય ટીમની કેપ્ટનશીપ કોણ કરી શકે. ત્યારે ક્હોલીએ રોહિત શર્માનુંજ નામ આપ્યું હતું. 

IPLમાં રોહિતનું પર્ફોમન્સ સૌથી બેસ્ટ 

એવી માહિતી સામે આવી છે કે ક્હોલી T-20 પછી વનડે માથી પણ કેપ્ટનશીપ છોડી શકે છે. બીજી તરફ રોહિતશર્મા એક મજબૂત કેપ્ટન તરીકે લોકોની સામે આવી રહ્યા છે. IPLમાં પણ તેમણે મુંબઈની ટીમમાં જબરદસ્ત કેપ્ટનશીપ કરી હતી. પરંતુ રોહિત શર્માને હજુ રાષ્ટ્રિય સ્તરે કેપ્ટનશીપની તક નથી મળી. 

રોહિતશર્મા સૌથી અનુભવી ખેલાડી 

આપને જણાવી દઈએ કે રોહિત શર્મા સૌથી અનુભવી ખેલાડીઓ પૈકી એક છે. ખાસ કરીને તેમનો IPLનો રેકોર્ડ સૌથી ખાસ રહ્યો છે. તેમણે અત્યાર સુધીમાં 10 વનડે મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમા 8 મેચ જીતી છે. તે સિવાય IPLમાં પણ મુંબઈની ટીમને તેની કેપ્ટનશીપમાં 5 વખત જીતી ચુકી છે. 

45 પૈકી 27 મેચ જીતી 

ઉલ્લેખનીય છે છે કે ક્હોલીની કેપ્ટનશીપમાં ભારતે 45 T-20 મેચ રમી જેમા 27 જીતી અને 14 મેચ હાર્યા છે. જોકે હાલ તેણે કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ તેના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Rohit Sharma Virat Kohli ક્રિકેટ રોહિત શર્મા વિરાટ કોહલી Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ