બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / know why himesh reshamiya gives chance to Ranu Mandal for his film Teri meri Kahani
ADVERTISEMENT
હિમેશ રેશમિયાએ શનિવારે સાંજે એક ઈવેન્ટમાં ભાગ લીધો. જેમાં તેઓએ પોતાના મ્યુઝિશિયન હોવાની સાથે સાથે પોતાની એક્ટિંગ અને નવી ફિલ્મની પણ વાત કરી. સાથે જ તેઓએ રાતોરાત સ્ટાર બનેલી રાનૂ મંડલને ચાન્સ આપવાના કારણની પણ વિગતે વાત કરી. એક પ્યાર કા નગમા હૈ ગીત ગાઈને સોશ્યિલ મીડિયા પર ફેમસ થયેલી રાનૂ મંડલે હિમેશની ફિલ્મમાં તેરી મેરી કહાની પણ ગાયું.
ADVERTISEMENT
શા માટે હિમેશે રાનૂને આપ્યો ચાન્સ?
હિમેશે રાનૂને વિશે જણાવ્યું છે કે કેટલી પણ મહેનત કરો પણ તમારું નસીબ તમારા કર્મોના કારણે જ નક્કી થાય છે. તમારું હાર્ડ વર્ક જરૂરી છે. કોઈ ગમે તેટલું મોટું એચિવર હોય પણ ઘણી વાર એવું બને છે કે દરેકને પ્લેટફોર્મ મળતું નથી. દરેકને ચાન્સ આપવો જરૂરી છે. તેરી મેરી કહાની એક સારું ગીત છે જે રાનૂના અવાજની ફ્રેશનેસ સાથે આવ્યું છે.
ADVERTISEMENT
આ વાત ગમી માટે આપ્યો ચાન્સ
હિમેશે વધુમાં કહ્યું છે કે તે મારા રિયાલિટી શોમાં આવી હતી. મને તેની અવાજમાં ફ્રેશનેસ અનુભવાઈ. તે ટ્રેન્ડ સિંગર ન હતી પણ તેણે જે ગાયું તે ઘણું જ સારું હતું. એક પ્યાર કા નગમા જ્યારે તેઓએ ગાયું તો ખૂબ જ સુંદર રીતે ગાયું. તેમાં એક ટ્રેન્ડ હતો. આ ગીતના કારણે જ તેમને મારી ફિલ્મમાં ગાવાનો ચાન્સ મળ્યો.
ADVERTISEMENT
ફીમેલ વોઈસની જરૂર હતી જે મને મળ્યોઃ હિમેશ રેશમિયા
ADVERTISEMENT
જ્યારે રાનૂ મંડલ મારા રિયાલિટી શોમાં આવી તો મને મારી ફિલ્મ માટે તે પરફેક્ટ લાગી. હું તેરી મેરી કહાની માટે એક ફીમેલ અવાજ શોધી રહ્યો હતો. એક એવો અવાજ જે સ્ક્રીન પર છવાઈ જાય. મને રાનૂના અવાજમાં તે કનેક્શન લાગ્યું. મેં તેને બીજા દિવસે બોલાવી અને તેણે ગીત ગાયું. મેં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી, પછી તે ગીત હિટ બન્યું.
રાનૂ મંડલ પોતાને કરી રહી છે ટ્રેઈન
ADVERTISEMENT
હાલમાં રાનૂ મંડલ પ્રોફેશનલ સિંગિગની તાલીમ લઈ રહી છે. પોતાને વધારે ટ્રેઈન કરી રહી છે. અમે તેને ગાઈડ કરી રહ્યા છીએ. હવે અન્ય લોકો તેને આગળ લાવે તે જરૂરી છે. જ્યાં તમે સારા ટેલેન્ટને જુઓ તો તેને સપોર્ટ કરવો જોઈએ, સાથે પ્લેટફોર્મ આપવાની કોશિશ પણ કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે રાનૂ મંડલે પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર એક પ્યાર કા નગમા હૈ ગીત ગાયું હતું. આ ગીતનો વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયા પર શેર કર્યો જે ખૂબ વાયરલ થયો અને ત્યારથી રાનૂ મંડલ ફેમસ થઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.