બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / know the mysterious person in the world edward mordake who had two face

OMG / આ હતો દુનિયાનો અદ્ભુત વ્યક્તિ જેના હતા બે ચહેરા, એક જાગે તો બીજો સૂતો હતો

Published By: Krupa

Last Updated: 05:31 PM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વ્યક્તિનું નામ એડવર્ડ મોરડ્રાકે હતો. કહેવાય છે કે એડવર્ડનો બીજો ચહેરો મોટા ભાગે અસક્રિય રહેતો. પણ જેવો તે સૂવાનો પ્રયાસ કરતો તેનો બીજો ચહેરો જાગી જતો અને રાતભર કંઇકને કંઇ બડબડાટ કરતો. જેનાથી એડવર્ડ રાતભર સૂતો ના રહી શકે.

દુનિયામાં એવી ઘણી ચીજો છે જે આજે પણ રહસ્ય બનેલી છે. જેના માટે હજુ સુધી પણ કોઇ જાણી શક્યું નથી. એવો જ એક વ્યક્તિ 19મી સદીમાં ઇંગ્લેન્ડમાં જન્મ્યો. જેના માટે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એના બે ચહેરા હતા. એક ચહેરો આગળ હતો અને બીજો પાછળ. આટલું જ નહીં આ વ્યક્તિએ બંન્ને ચહેરાથી અલગ અલગ કામ કરતો હતો એટલે કે એક ચહેરો સૂતો હતો ત્યારે બીજો જાગતો હતો. 

આ વ્યક્તિનું નામ એડવર્ડ મોરડ્રાકે હતો. કહેવાય છે કે એડવર્ડનો બીજો ચહેરો મોટા ભાગે અસક્રિય રહેતો. પણ જેવો તે સૂવાનો પ્રયાસ કરતો તેનો બીજો ચહેરો જાગી જતો અને રાતભર કંઇકને કંઇ બડબડાટ કરતો. જેનાથી એડવર્ડ રાતભર સૂતો ના રહી શકે.

વર્ષ 1985માં બોસ્ટન પોસ્ટમાં એક લેખ છાપવામાં આવ્યો હતો. જેમાં એડવર્ડ વિષે જાણકારી આપવામાં આવી હતી. અને લખ્યું હતું કે એડવર્ડને તેનો બીજો ચહેરો ખૂબ જ હેરાન કરે છે. અને આ કારણે જ તે અનેક રાતો સૂઇ નથી શકતો. કહેવાય છે કે એડવર્ડ પોતાની સારવાર માટે ડોક્ટર પાસે પણ ગયો. પણ તે વખતે મેડિકલ સાયન્સ એટલું વિકસિત નહતું કે તેની સારવાર થઇ શકે. અને આ માટે જ ડોક્ટરોએ તેની સારવાર કરવાની પણ ના પાડી દીધી.

કહેવાય છે કે એડવર્ડના ચહેરાની પાછળ જે ચહેરો હતો તેની આંખો મોં બધુ જ હતું પણ તે આ મોંથી ખાઇ નહતો શકતો. અને ના તે સ્પષ્ટ રીતે બોલી શકતો હતો. બસ તે ચહેરાથી બડબડાટ જેવો કંઇક અવાજ નીકાળતો. લોકો તેની આ પરિસ્થિતિ જોઇને અનેક વાતો પણ કરતા. કેટલાક તેવું પણ કહેતા કે એડવર્ડનો આ બીજો ચહેરો નર્ક વિષે જાણકારી આપે છે.

તેવું પણ મનાય છે કે માત્ર 37 વર્ષની નાની ઉંમરે એડવર્ડે તેના બીજા ચહેરાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. 1896 ની મેડિકલ ઇન્સાઇક્લોપીડિયામાં એડવર્ડની મેડિકલ કંડિશન વિષે જાણકારી આપવામાં આવી છે. જો કે કેટલાક લોકો તેના અસ્થિત્વ પર પણ સવાલ ઉઠાવે છે તો કેટલાક તેને કાલ્પનિક વાત પણ માને છે. ઉપરોક્ત તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ajab Gajab edward mordake mysterious ઇંગ્લેન્ડ રહસ્યમય OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ