બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Know The Best And Easy Method To Make Curd at Home Like Dairy Curd

કિચન ટિપ્સ / ડેરી જેવું જ ઘટ્ટ અને લીસું દહીં જમાવવું છે તો આ રીત કરી લો ટ્રાય, જાણો કામની ટિપ્સ

Published By: Bhushita

Last Updated: 07:19 AM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહીં તો દરેકને ભાવતું હોય છે. તમારામાંથી ઘણા બધા લોકો રોજ દહીં ખાતા હશે. કારણ કે તે કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત હોય છે. અને તેમાં પ્રોટીનની ભરપુર માત્રા હોય છે. દહીં એક શાનદાર પ્રાકૃતિક પ્રોબાયોટીક છે. દહીં પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

આ રીતે ઘરે જમાવો ડેરી જેવું ઘટ્ટ દહીં

ઘરે જ દહીં જમાવવા માટે તમારે સૌથી પહેલા લેવાનું છે દૂધ. તેને પહેલા તો ગરમ કરી લેવાનું છે. તમે કોઈપણ કઢાઈમાં કે તપેલીમાં દૂધ ગરમ કરી શકો છો. ગેસ ફુલ કરીલો.  તમે 3 લિટરથી વધારે દૂધનું દહીં બનાવો છો, તો તેમાં અડધો લીટર પાણી ઉમેરી શકો છો. કારણ કે ઘરનો ગેસ નાનો હોવાના કારણે તે ધીરે ધીરે ગરમ થાય છે. ગરમ કરતા સમયે તમારે દૂધને સતત હલાવતા રહેવાનું છે. અને તેને નીચેથી વધારે હલાવતા રહેવાનું છે. જયારે દૂધ ઉકળવા લાગે તો તેને 1 મિનિટ સુધી ઉકળતુ રહેવા દેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી દેવાનો છે.

હવે એક વાસણ લઇ લો જેમાં તમે દહીં જમાવવા માંગો છો. હવે એની ઉપર સૂકું કપડું રાખવાનું છે, કપડું એવું લેવાનું છે જેનાથી પાણી ગાળી શકાય છે. તમે દૂધને ગરમ કર્યા પછી કે પહેલા પણ ગાળી શકો છો. ખુબ સાવધાનીથી દૂધને ગાળી લેવાનું છે. દૂધને ગાળવા માટે તમારે સફેદ કપડાનો જ ઉપયોગ કરવાનો છે. કારણે કે કલર વાળું કપડું રંગ છોડી શેકે છે. અને તમારું દહીં બગડી શકે છે. ગાળ્યા બાદ દૂધને પંખા નીચે મુકી દો. 1-2 મિનિટ રાખ્યા પછી તેને સારી રીતે એકવાર ફરી હલાવી નાખો, ધ્યાન રાખો કે દૂધ જો ઠંડુ થઇ ગયું હોય તો તેને હલાવવાનું નથી. દૂધ જયારે નવશેકું થઇ જાય ત્યારે તેમાં બધી બાજુથી દહીં એડ કરી દેવાનું છે જેથી બધી જગ્યા પર પહોંચી રહે.

પ્રતિકાત્મક ફોટો

ત્યારબાદ તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. હવે તેની ઉપર ગરમ ચાદર ઢાંકી દેવાની છે, આવું શિયાળામાં જરૂર કરો. આવું કરવાથી બધી ઋતુમાં દહીં સારી રીતે જામી જાય છે. અને એક વાતનું ધ્યાન રહે કે દૂધમાં દહીં એડ કર્યા પછી તે વાસણમાં રહેલ દૂધને અડવાનું નથી કે હલવા દેવાનું નથી. એટલે કે તેને એવી જગ્યા પર મુકવાનું છે જ્યાં તેને કોઈ હલાવી શકે નહિ. ઉનાળામાં દહીં જમાવો તો એને 6 કલાક પછી ચેક કરી લેવાનું છે અને શિયાળામાં જમાવો તો 8 કલાક પછી ચેક કરી લેવાનું છે. 6 કલાક પછી જયારે દહીં જામી જાય છે તો તેને બે કલાક માટે ફ્રિજમાં રાખી દેવાનું, જેથી તેની ઉપરની મલાઈ જાડી થઇ જાય. બે કલાક પછી તમારુ દહીં તૈયાર છે.

ડેરી વાળા પણ આવું જ કરે છે, તે દહીં જમાવ્યા પછી તેને ઠંડુ થવા મૂકી દે છે પછી જ ગ્રાહકને આપે છે. જો તમારું દહીં કોઈ કારણે જામી રહ્યું નથી તો પાણીને ગરમ કરી દહીં વાળા વાસણને તેમાં 2 કલાક માટે રાખો. ત્યારબાદ તમારું દહીં સારી રીતે જામી જશે.


ઘરે દહીં જમાવવા માંગો છો, તો આ વાતો પર ખાસ ધ્યાન રાખો 

  • ઘટ્ટ દહીં જમાવવા માટે ફુલક્રીમ દૂધનો જ ઉપયોગ કરો.
  • ધ્યાન રહે કે જે મેળવણથી તમે દહીં જમાવો છો, તે ખુબ વધારે ખાટ્ટુ ન હોય.
  • ત્રીજી વાત એ કે તમે જે વાસણમાં દૂધ ઉકાળો છો તે જ વાસણમાં દહીં જમાવવું નહિ.
  • વધારે ગરમ દૂધમાં દહીં મિક્સ કરીને દહીં જમાવો નહિ, આનાથી તે પાણી છોડી દેશે.
  • જયારે પણ દહીં જમાવો ત્યારે જમાવતા સમયે દૂધ ખુબ વધારે ગરમ કે બિલકુલ ઠંડુ થવા દેવાનું નથી.
  • શિયાળાની ઋતુમાં દહીં જમાવવા માટે થોડું વધારે દહીં મિક્સ કરો.
  • ઉનાળા કરતા શિયાળામાં દહીં જમાવવામાં વધારે સમય લાગે છે. એટલે ઉતાવળ કરવી નહી.

સંકળાયેલા મુદ્દાઓ

Curd Dailry Curd Kitchen Tips Way To make Curd Yoghurt ઘટ્ટ દહીં જમાવવાની રીત ટિપ્સ દહીં રેસિપી Recipe Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ