બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / Know how to make Cholafali At Home, simple Recipe to make dough on Diwali 2019
સામગ્રી
ADVERTISEMENT
રીત
ADVERTISEMENT
સૌપ્રથમ પા કપ નવશેકા પાણીમાં એક બેકિંગ સોડા નાખી અને તેને ઓગાળો. ત્યારબાદ એક મોટા બાઉલમાબેસન અને આ સિવાય અડદની દાળનો લોટ લો. તેની અંદર ૨ ટેબલસ્પૂન તેલ નાખો અને તમે સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી લો. થોડું સોડાવાળુ પાણી નાખી અને પૂરી જેવો કડક લોટ બાંધો. એક કલાક માટે આ લોટને ઢાંકીને સેટ થવા મૂકી દો. એક કલાક બાદ તમે લોટને ૮ થી ૧૦ મિનિટ સુધી મસળો. લોટમાંથી તમે એકસરખા માપના લગભગ ૧૨ થી ૧૩ લુવા બનાવો અને ત્યારબાદ બાકીના લુવાને ઢાંકી એક લુવાને તમે વણવા લાગો. ઓરસિયા અને વેલણ પર થોડું તેલ લગાવી અને તેને એકદમ પાતળી પૂરી વણી લો. તેમાંથી લાંબી સ્ટ્રીપ કાપો અને આ સ્ટ્રીપને તમે એક પ્લેટમા રાખો. આ દરમિયાન તેલ ગરમ કરવા મૂકી દો અને તેલ ગરમ થઈ જાય એટલે તમારે ચોળાફળી તળવી. ચોળાફળી તળીને તમારે ઉપર આવે એટલે તેને પલટી લેવી અને લાઇટ ગોલ્ડન બ્રાઉન તળવી. તળીને એક પ્લેટમા કિચન ટૉવેલ પાથરી તેની પર રાખો. બધી જ ચોળાફળી તળાઈ જાય એટલે તેની પર સંચળ, કાળામરી અને લાલ મરચું સ્પ્રિંકલ કરવું અને તમારે મિક્સ કરી દેવું. બસ તૈયાર છે આ ખૂબજ એક ટેસ્ટી અને ક્રિસ્પી ચોળાફળી. હવે તેને ડબ્બામાં ભરી લો અને દિવાળીમાં મહેમાનોનું સ્વાગત કરો આ ચોળાફળી સાથે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.