બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Know Causes And Remedies For Arthritis

દેશી ઉપચાર / હાથ-પગ, ઘૂંટણ, કોણી, ખભા સહિત સાંધાઓમાં થતો દુખાવો આ દેશી દવાથી મટાડો, ક્યારેય નહીં ખાવી પડે પેઈનકિલર

Noor

Last Updated: 11:52 AM, 15 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુર્વેદમાં વાયુદોષથી 80 જાતના વાતવિકારો દર્શાવ્યા છે. તેમાંનો એક વિકાર એટલે સંધિવા. જેને અંગ્રેજીમાં આર્થાઈટિસ કહેવાય છે. શરીરના સાંધાઓ (જોઈન્ટ્સનો) વા એટલે સંધિવા. જેમાં હાડકાંની વચ્ચે રહેલું લ્યુબ્રિકેન્ટ ઓછું થઈ જતાં સાંધાઓ જકડાઈ જાય છે. જેથી વ્યક્તિને હલનચલન કરવામાં તકલીફ થાય છે. જેથી આજે અમે તમને આ તકલીફ થવાના કારણો, લક્ષણો અને ઉપાય જણાવીશું.

  • શરીરના સાંધાઓ (જોઈન્ટ્સનો) વા એટલે સંધિવા
  • આમાં હાડકાંની વચ્ચે રહેલું લ્યુબ્રિકેન્ટ ઓછું થઈ જતાં સાંધાઓ જકડાઈ જાય છે
  • ઘરેલૂ ઉપાયો દ્વારા આ તકલીફો કરો દૂર

સંધિવાના કારણો

આયુર્વેદમાં સંધિવાનું મુખ્ય કારણ વાયુદોષ જણાવેલ છે. જ્યારે આધુનિક વિજ્ઞાન મતે રક્તમાં અમ્લતા (ખટાશ), એસિડિટી વધવાથી શરીરમાં અમ્લતા વધે છે અને તેના કારણે હાડકાઓના સાંધાઓમાં સોજો, અક્કડતા અને દુખાવો થાય છે. 

લક્ષણો

સંધિવાના દર્દમાં વ્યક્તિના હાથ-પગના ઢીંચણ-કોણી, ખભા જેવા મોટા સાંધાઓમાં કે નાના-નાના સાંધાઓમાં સોજો આવી જાય છે. દર્દીને હલનચલન કરવામાં તકલીફ થાય છે. આ સમસ્યા પગમાં વધુ જોવા મળે છે. આ તકલીફ રાતે, ઠંડીમાં અને ચોમાસામાં વધુ થાય છે.

સંધિવા માટેના ઉપાયો

  • સંધિવાની સારવારમાં ધીરજની જરૂર હોય છે. સંધિવાના દર્દીઓએ ઠંડા પવન અને ઠંડા પાણીથી દૂર રહેવું. 
  • આયુર્વેદમાં વાયુનાશક એરંડિયું સંધિવામાં ખૂબ જ ફાયદાકારક છે. સૂંઠમાં ઉકાળા સાથે એરંડિયું વૈદ્યકિય સલાહ મુજબ લેવું. એરંડિયું સાંધાઓ જકડાઈ ગયા હોય ત્યાં પહોંચીને તેને છૂટા પાડવાનું કામ કરે છે. 
  • વિરૂદ્ધ આહાર ન ખાવો. તેનાથી લોહીમાં અમ્લતા વધે છે અને સાંધાઓ જકડાઈ જાય છે.
  • નિર્ગુન્ડી તેલ, પંચગુણ તેલ, મહાવિષગર્ભ તેલ, ધતુરાનું તેલ વગેરે જેવા વાતનાશક તેલની માલિશ કરવાથી સંધિવાના રોગમાં ફાયદો થાય છે.
  • સંધિવામાં થોડું હલનચલન કરતાં રહેવું. સાવ નિષ્ક્રિય ન રહેવું, જેથી સાંધાઓ એકદમ જકડાઈ ન જાય.

સંધિવામાં શું ખાવું અને શું ન ખાવું

વાના દર્દીએ પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવું. ચોમાસામાં તો ખાસ ઉકાળ્યા વિના પાણી પીવું જ નહીં. રોજ દૂધ પીવું. હળવો-સુપાચ્ય ખોરાક ખીચડી, બાજરો, જવ, રાબ, ગોળ, આદુ, મરી, લસણ, મેથી, સૂંઠ, પીપર, તજ, કોથમીર એરંડિયું લઈ શકાય છે. 

આમલી, કોકમ, છાશ, દહીં, લીંબુ, ભારે ખોરાક, મીઠાઈઓ વગેરે ન ખાવા. કબજિયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમાકુ, દારૂ જેવા વ્યસન છોડી દેવા. ઢીંચણની પીડા હોય ત્યારે પલાંઠી વાળીને કે ઉભડક બેસવું નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

Arthritis Causes Remedies Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ