ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હ્યુંડાઈ ક્રેટાનો દબદબો: ભારતમાં વેચાઈ ગઈ 15 લાખથી વધુ SUVs, જાણો ખાસિયતો
5 ફોટો ગેલેરી
Last Updated: 06:39 PM, 16 October 2026
1/5
હ્યુંડાઈ ક્રેટા હવે ભારતીય ઓટો માર્કેટમાં એક એવું નામ બની ગયું છે જેની સામે મિડ-સાઈઝ SUV સેગમેન્ટમાં કોઈ મોટી સ્પર્ધા ઊભી કરી શકતું નથી. જુલાઈ 2015માં લોન્ચ થયા બાદથી સપ્ટેમ્બર 2026ના અંત સુધીમાં આ કારની કુલ 15,12,036 યુનિટ્સ વેચાઈ ચૂકી છે. એટલે કે 15 લાખથી વધુ ભારતીયો પરિવારે આ SUVને પોતાનું વાહન બનાવ્યું છે.
2/5
ADVERTISEMENT
3/5
નાણાકીય વર્ષ 2026માં ક્રેટાએ રેકોર્ડ 2,01,921 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું, જે પાછલા વર્ષ કરતાં 4 ટકા વધારે છે. જો કે ચાલુ નાણાકીય વર્ષ 2027ના પહેલા 6 મહિનામાં ક્રેટા અને ક્રેટા ઈલેક્ટ્રિક બંને મળીને 89,727 યુનિટ્સ વેચાઈ છે જે ગયા વર્ષના આ જ સમયગાળા કરતાં 10 ટકા ઓછું છે.
4/5
હાલની ક્રેટા જાન્યુઆરી 2024 માં આવી હતી અને ઈલેક્ટ્રિક વર્ઝન જાન્યુઆરી 2025માં લોન્ચ થયું. કિંમત 10.91 લાખથી શરૂ થઈને 20.14 લાખ રૂપિયા સુધી જાય છે. ત્રણ એન્જિન વિકલ્પ છે જેમાં 1.5 લિટર પેટ્રોલ (115હોર્સપાવર), 1.5 લિટર ટર્બો પેટ્રોલ (160 હોર્સપાવર) અને 1.5 લિટર ડીઝલ (116હોર્સપાવર) નો સમાવેશ થાય છે. ચાર ગિયરબોક્સ વિકલ્પ અને કુલ 27 વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ