બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Kim Yo Jong Believed To Be Next Supreme Leader Of North Korea

ચર્ચા / ઉત્તર કોરિયામાં કિમ જોંગ કરતા પણ ક્રૂર વ્યક્તિ બની શકે છે નવા તાનાશાહ

Published By: Juhi

Last Updated: 01:10 PM, 26 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉનની ખરાબ તબિયતની અટકળો વચ્ચે એક નામની ચર્ચા સતત થઇ રહી છે અને તે વ્યકિત છે કિંમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગ. માનવામાં આવી રહ્યુ છે કે, કિમ જોંગ ઉન પછી દેશની સુપ્રીમ લીડર બનાવવામાં આવી શકે છે.

ખાસ વાત એ છે કે, જો આમ થયું તો તે દુનિયાની પહેલી મહિલા તાનાશાહી હશે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર તેની ચર્ચા થઇ રહી છે. લોકો તેણે ક્યૂટ ગણી રહ્યા છે. તો કેટલાકનું કહેવુ છે કે, તે પોતાના ભાઇ કરતા પણ વધારે ક્રૂર છે. 

એક જાણીતા સમાચાર પત્ર અનુસાર, એક્સપર્ટ્સ આ વાતની ચેતવણી આપી રહ્યા છે કે, કિં યો જોંગ ખૂબ જ ક્રૂર છે. માનવામાં આવે છે કે, તે જે નિર્ણય કરે છે કે કયો મુદ્દો કિંમ જોગ ઉન સુધી લઇ જવાય એટલો મહત્વનો છે. 

ઓર્ગેનાઇઝેશન એન્ડ ગાઇડન્સ ડિપોર્ટમેન્ટ કિમ યો જોંગે તેને વર્કર્સ પાર્ટીમાં બ્યૂરોક્રેટેસની નજરોમાં નોર્થ કોરિયામાં નંબર 2 બનાવી દીધુ છે. OGDમાં તેનું મહત્વ મળવુ તે વાતનો પુરાવો છે તેણે ઘણા વર્ષોથી તૈયારી કરી હતી. તે ભાઇની જગ્યા લેવા માટે સક્ષમ છે. 

એક્સપર્ટ્સ અનુસાર, કિમ યો જોંગ હંમેશા પોતાના ભાઇની પાછળ રહીને પોતાની જગ્યા બનાવી રહી હતી. તેણે ક્યારેય પણ આગળ આવીને કોમ્પિટિશન ઉભી કરવા માટે પ્રયત્ન કર્યો નથી. કિંમ જોગ ઉને પણ બહેનુ કદ સમય પ્રમાણે વધાર્યુ છે. કારણ કે કિમ યો જોંગ મહત્વના મુદ્દા પર સતત પોતાની પ્રતિક્રિયા આપતી રહી છે. 

ઉત્તર કોરિયાના લાઇવ ફાયર મિલિટ્રી અભ્યાસનો દક્ષિણ કોરિયાએ વિરોધ કર્યો છે કે કિમ યો જોંગે કહ્યુ કે, ડરેલા કૂતરા ભસી રહ્યા છે. આ પહેલા માર્ચ મહિનામાં કિમ યો જોંગ સાર્વજનિક રીતથી અમેરિકન પ્રમુખ ટ્રમ્પની પત્ર મોકલવામાં પ્રશંસા કરી હતી. તેણે આશા વ્યક્ત કરી હતી, ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા બનશે. 

ઉત્તર કોરિયાઇમાં મામલામાં જાણકાર લિઓનિડ પેટ્રોવે કહ્યુ કે, ''કિમ યો જોંગ પોતાના ભાઇની નજીક છે. આટલું જ નહી ઉત્તર કોરિયાઇ શાસક પર પણ તેની બહેને ઉંડી છાપ છે, તે પ્રમાણિક છે અને વિદેશીઓ સાથે ડીલ કરે છે. કિમ યો જોંગ પોતાના ભાઇની સકારાત્મક છબી દુનિયામાં બનાવવાનું કામ કરે છે.''

સંકળાયેલા મુદ્દાઓ

Kim Jong Un North Korea Reports kim yo jong world Reports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ