ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / KGF-2 Release Date Out on 9 September

Release Date Out / સલામ રોકી ભાઈ : KGF 2 ધૂમ મચાવવા તૈયાર, આવી ગઈ રિલીઝ ડેટ

Published By: Arohi

Last Updated: 07:06 PM, 23 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2021ની ફેમસ ફિલ્મ KGF-2ની રિલીઝ ડેટ આવી ગઈ છે.

ADVERTISEMENT

  • કોરોના મહામારીના કારણે ઘણી બધી ફિલ્મોની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો
  • વર્ષ 2021ની ખૂબ જ ફેમસ ફિલ્મ 'KGF-2'ની દર્શકો ખૂબ જ રાહ જોઈ રહ્યા છે.
  • આ પહેલા  'KGF-2' 16 જુલાઈએ રિલીઝ થવાની હતી

કોરોના મહામારીના કારણે બધા થિએટર બંધ છે. શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ ઠપ થઈ ગયું છે. એવામાં ઘણી બધી ફિલ્મોની રિલીઝ ડેટ્સમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે કન્નડ સ્ટાર યશની ફિલ્મ 'KGF-2'ની રિલીઝ ડેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે લાંબી રાહ જોયા બાદ તેની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. 

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ 
વર્ષ 2021ની ખૂબ જ ફેમસ ફિલ્મ 'KGF-2'ની દર્શકો ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. આ પહેલા  'KGF-2' 16 જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે તેની ડેટ્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મ ટ્રે઼ડ એનાલિસ્ટ સુમિત કંડેલે એક ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. ફિલ્મના મેકર્સ કોરોના મહામારીને જોતા આ ફિલ્મની રિલીઝ ડેટ લંબાઈ રહી હતી. હવે ફિલ્મની 9 સપ્ટેમ્બરે રિલીઝ કરવાની સંભાવના છે. આશા દર્શાવવામાં આવી રહી છે કે ત્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ સુધરશે અને થિયેટર ખુલશે. 

થિયેટર્સમાં રિલીઝ કરવાની યોજના 
મેકર્સનું એવું પ્લાન છે કે ફિલ્મને ત્યારે રિલીઝ કરવામાં આવે જ્યારે થિયેટર્સમાં ભારે સંખ્યામાં લોકો ફિલ્મ જોવા પહોંચે. એવામાં અત્યારે 9 સપ્ટેમ્બર 'KGF-2' ની રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી છે. ફિલ્મના મેકર પ્રશાંત નીલની તરફથી હજુ સુધી રિલીઝને લઈને કોઈ ઓફિશ્યલ જાણકારી નથી આપવામાં આવી.  

સંકળાયેલા મુદ્દાઓ

KGF-2 Release Date Release Date Out

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ