ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:25 PM, 19 March 2024
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂર જોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે રાજકીય પક્ષોના નેતાઓએ પણ પોતાના જુદા જુદા રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. એક તરફ કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. તો બીજી તરફ ભાજપના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈમાનદારે ફેક્સ મારફતે રાજીનામું ધરી દીધું હતું. જો કે, અંતે કેતન ઈનામદાર પ્રદેશ અધ્યક્ષની વાત માની લીધી છે અને હવે તેઓ રાજીનામું નહી આપે તેવી વિગતો આવી છે. જો કે, આ રાજીનામાને એક ડ્રામો હોવાની પણ ચર્ચા છે.
ADVERTISEMENT
હર્ષ સંઘવીએ શું કહ્યું ?
કેતન ઇનામદારના રાજીનામા અને નારાજગી મામલે હર્ષ સંઘવીનું નવિદેન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, તમામ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. વિકાસની યાત્રાને આગળ વધારવાનો નિર્ણય થયો છે. નગરજનોની વાત હતી,એમના મનમાં લોકોની સેવા ધ્યેય હોય છે. લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને વાત કરી હતી. તેમણે ઉમેર્યું કે, કાર્યકર્તા તરીકે અધ્યક્ષની વાતને માન આપ્યું છે. હવે કોઇ પ્રશ્ન નથી. જે પ્રશ્ન હતા એ ક્લીયર કરવામાં આવ્યા છે
ADVERTISEMENT
કેતન ઈનામદારે શું કહ્યું ?
કેતન ઈનામદારે કહ્યું કે, રાજીનામા વાળી વાત 2020માં પણ હતી આજે પણ છે. મેં મારા અંતર આત્માના અવાજની વાત કરી છે. મારા અંતર આત્માની વાત પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી મંત્રી સાથે પહોંચાડી છે. જેમણે આ વાતને પોઝિટીવ લીધી છે. મારા તમામ પ્રશ્નો સકારાત્મક નિવારણની ખાતરી આપી છે. પ્રભારી મંત્રી અને સંગઠને બધું જ પોઝિટીવ લીધું છે. મેં સાચી અને સારી વાત ઉપર સુધી પહોંચાડી છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: '...તો ભાજપ સીધું ઝીરોએ આવી જશે, આ ખોટું કરી રહ્યાં છે', શું મધુ શ્રીવાસ્તવ પણ પાર્ટીથી નારાજ?
કોણ છે કેતન ઇનામદાર
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે બાંયો ચઢાવી હતી
સી આર પાટીલે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો
વિસ્તારમાં ‘સરકાર’ નામથી પ્રખ્યાત
2010માં જિલ્લા પંચાયતની ધનતેજ સીટ પરથી અપક્ષ જીત્યા હતા
વિધાનસભામાં ભાજપે 2012માં ટીકીટ ના આપતા અપક્ષ ચૂંટણી લડ્યા
સાવલી બેઠક પરથી 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા
ત્યાર બાદ 2017 અને 2022ની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીત્યા
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.