બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Former MLA Madhu Srivastava accused bjp party

લોકસભા ચૂંટણી 2024 / '...તો ભાજપ સીધું ઝીરોએ આવી જશે, આ ખોટું કરી રહ્યાં છે', શું મધુ શ્રીવાસ્તવ પણ પાર્ટીથી નારાજ?

Ajit Jadeja

Last Updated: 04:18 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે કેતન ઇનામદારને ગાંધીનગરમાં બેઠક કરી મનાવી લીધા પરંતુ હવે પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ પર આક્ષેપ કર્યા

Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે, પક્ષમાં જૂના કાર્યકરોની અવગણનાનો મુદ્દો આજે દિવસભર ચર્ચાતો રહ્યો અને રાજકિય ધમાસણ પણ જોવા મળ્યુ હતું. પ્રદેશ નેતૃત્વએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદારને સાંજ પળતા પળતા મનાવી લીધા છે પરંતુ હવે પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ પર આક્ષેપ કરી સવાલો કર્યા છે. તેમણે કહ્યુ ભરતી મેળો કરી તેમને સન્માન અપાય છે જ્યારે જૂના કાર્યકરોની અવગણના કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે. લોકસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપમાં છેલ્લા ત્રણ વર્ષથી ભરતી મેળો ચાલી રહ્યો છે પરંતુ મતદાન પહેલા જ આ ભરતીમેળાને કારણે ભાજપના જૂના કાર્યકરો નારાજ થયા છે. પક્ષમાં તેમનું  માન સન્માન નહી જળવાતુ નથી. હવે મધુ શ્રીવાસ્તવે પણ ભાજપ સામે સવાલ ઉઠાવતા રાજકિય ભૂકંપ સર્જાયો છે. જો કે કેતન ઇનામદાર સી.આર.પાટીલ સાથેની બેઠક બાદ માની ગયા છે અને રાજીનામું પરત ખેંચી લીધુ છે.

જુના કાર્યકરોને યોગ્ય સન્માન નથી મળતુ

હવે પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપમાં પાયાના કાર્યકરોને માન સન્માન અને યોગ્ય પદ મળતુ નથી. આયાતી ઉમેદવારોને માન સન્માન અપાતું હોવાનો પણ આક્ષેપ કરક્યો છે. મધુ શ્રીવાસ્તવએ કહ્યુ કે ભાજપમાં અન્ય પક્ષોના લોકોની ભરતી કરવામાં આવે છે અને એમને માન સન્માન આપે છે. ભાજપને જમીનથી ઉપર લાવનારા કાર્યકર્તાઓના ચપલ ઘસાઈ ગયા છે, એમના માટે કંઈ નહીં અને બીજા આવે તેમને સત્તા આપી દે છે. વધુમાં તેમણે ભાજપના સંગઠનના નેતાઓ ખોટું કરી રહ્યાં હોવાનો મધુ શ્રીવાસ્તવે આક્ષેપ લગાવ્યો છે. ભવિષ્યમાં આમને ખુબ મોટી તકલીફ પડવાની છે. એક સાથે પહાડ તૂટશે તો ભાજપને એક સાથે શુન્ય કરી નાખશે.

પાર્ટીને ઉપર સુધી લાવવા ચપ્પલ ઘસાઇ ગયાઃ મધુ શ્રીવાસ્તવ

મધુ શ્રીવાસ્તવે કહ્યુ કે 'ભાજપ પાસે કોંગ્રેસ વાળા એને લે-લે કરે છે, બીજા પાર્ટીવાળાને માન સન્માન આપે છે અને ભારતીય જનતા પાર્ટીને જમીનથી લઇને છેક ઉપર સુધી લાવનારા કાર્યકર્તાઓના ચપ્પલ ઘસાઇ ગયા, એમના માટે કશું નહીં, બીજા આવે એને સત્તા આપી દે, આ એક ખોટું કરી રહ્યાં છે. ભાજપના જે પણ હોય, સંગઠનના હોય કે જે કોઇ પણ હોય, પરંતુ આજે નહીં ભવિષ્યમાં તેમને ખૂબ મોટી તકલીફ પડશે. એકસામટો જ્યારે પહાડ તૂટશે ને ત્યારે સીધું ભાજપને ઝીરો કરી દેશે અને કોંગ્રેસમાં આવી જશે.'

આ પણ વાંચોઃ નવસારી બેઠકને લઇ કોંગ્રેસમાં હજુ અસમંજસ, મુમતાઝ પટેલનું નામ ચર્ચાતા આગેવાનો ચિંતામાં

પાર્ટીનો વફાદાર કાર્યકર છું અને રહીશ

સી.આર.પાટીલ સાથે બેઠક પુર્ણ થયા બાદ બહાર આવેલા કેતન ઇનામદારે રાજીનામું પરત ખેચ્યુ હોવાનું કહ્યુ હતું. કેતન ઇનામદારે કહ્યુ કે પાર્ટીના કાર્યકર્તાઓના માન સન્માનની વાત હતી. જે બેઠકમાં રજુ કરી હતી. મને સંતોષ થાય એ રીતે મારી વાત સંગઠને સાંભળી છે. પાર્ટી તરફથી સંતોષકારક જવાબ મળ્યો છે. સી.આર.પાટીલ સાથે ચર્ચા કરી છે.  પક્ષના નેતૃત્વએ મને  સાંભળ્યો છે એટલે મારુ રાજીનામું હું પરત લઉ છું. હું પાર્ટીનો વફાદાર કાર્યકર છું એટલે પાર્ટીનો કોઇ નુકશાન થવા નહી દઉ. તેમણે કહ્યુ મારા મતવિસ્તામાં બાકી કામ ઝડપથી પુર્ણ થાય તે માટે બેઠકમાં રજુઆત કરી છે. 2027ની ચૂંટણી હું નથી લડવાનો તેમ પણ જણાવ્યુ હતું. નોધનીય છે કે, કેતન ઇનામદારે રાજીનામું આપ્યુ હતુ પરંતુ રાજીનામું સ્વીકારવામાં આવ્યુ ન હતું. ત્યાર બાદ ગાંધીનગરમાં પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક મળી જેમાં સંતોષકારક જવાબ મળી રહેતા કેતન ઇનામદારએ રાજીનામું પરત ખેંચી લીધુ છે.  પાર્ટીના નાનામાં નાના કાર્યકરને સાંભળવામાં આવે તેવી રજૂઆત બેઠકમાં કરવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ