ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Keep these rules in mind so that the pf account does not close

ALERT / ભૂલથી પણ ન કરતા આ ભૂલો, નહીં તો તમારું PF એકાઉન્ટ થઇ જશે બંધ, જાણો વિગત

Published By: Khyati

Last Updated: 06:34 PM, 25 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરિયાત વર્ગ માટે પીએફના પૈસા ઘણા મહત્વના હોય છે. પરંતુ જો તમે કેટલીક ભૂલો કરશો તો તમારુ  પીએફ ખાતુ બંધ થઇ શકે છે

ADVERTISEMENT

  • પ્રોવિડન્ટ ફંડના પૈસા નોકરિયાત વર્ગ માટે ઉપયોગી
  • નોકરિયાત EPFમાં આપે છે યોગદાન
  • પરંતુ કેટલીક બેદરકારીને લીધે ખાતુ થઇ શકે છે બંધ

નોકરી કરતા લોકો માટે, પ્રોવિડન્ટ ફંડના પૈસા તેમની આજીવન કમાણી છે. આવી સ્થિતિમાં, તમારા માટે EPFO ​​સંબંધિત નિયમો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી તમે નોકરીમાં રહો છો, ત્યાં સુધી તમે EPFમાં યોગદાન આપો છો, અને જ્યારે તમે નિવૃત્ત થાઓ છો, ત્યારે તમારી પાસે નોંધપાત્ર રકમ હોય છે, જેથી તમે આ પૈસાના આધારે તમારી વૃદ્ધાવસ્થાનો ખર્ચ કરી શકો. પરંતુ ઘણી વખત એવું બને છે કે માહિતીના અભાવ અથવા કેટલીક ભૂલોના કારણે પીએફ ખાતું બંધ થઈ જાય છે. તેથી તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારે આવી કોઈ ભૂલ ન કરવી જોઈએ.

1. ખાતું બંધ થઈ શકે છે

જો તમે પહેલા જે કંપનીમાં કામ કરતા હતા તે કંપનીમાંથી તમે તમારું પીએફ એકાઉન્ટ નવી કંપનીમાં ટ્રાન્સફર કર્યું નથી અને જૂની કંપની બંધ થઈ ગઈ હોય તો  આવી સ્થિતિમાં પીએફ ખાતામાંથી 36 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન ન થયું હોય તો તમારુ પીએફ એકાઉન્ટ બંધ થઇ જશે.  જે ખાતામાં  કોઇ ટ્રાન્ઝેક્શન જ ન થયુ હોય તેવા ખાતાને EPFO 'નિષ્ક્રિય' શ્રેણીમાં મૂકે છે.

2. કેવી રીતે થશે રિએક્ટિવ

એકવાર એકાઉન્ટ 'નિષ્ક્રિય' થઈ જાય પછી તમે ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં, એકાઉન્ટને ફરીથી સક્રિય કરવા માટે, તમારે EPFO ​​પર જઈને અરજી કરવી પડશે. 'નિષ્ક્રિય' થયા પછી પણ, ખાતામાં પડેલા પૈસા પર વ્યાજ મળતું રહે છે, જેનો અર્થ છે કે તમારા પૈસા ડૂબેલા નથી, તમને તે પાછા મળે છે. અગાઉ આ ખાતાઓ પર વ્યાજ મળતું ન હતું. પરંતુ, 2016માં નિયમોમાં સુધારો કરીને વ્યાજની શરૂઆત કરવામાં આવી હતી. તમારે જાણવું જોઈએ કે તમારી ઉંમર 58 વર્ષની થાય ત્યાં સુધી તમારા પીએફ ખાતા પર વ્યાજ જમા થાય છે.

3. ખાતું ક્યારે 'નિષ્ક્રિય'  થાય

નવા નિયમો અનુસાર, જો કર્મચારીએ EPF બેલેન્સ ઉપાડવા માટે અરજી ન કરી હોય તો EPF ખાતું 'નિષ્ક્રિય' થઈ જાય છે, જ્યારે

- જ્યારે સભ્ય કાયમી ધોરણે વિદેશમાં સ્થાયી થયો હોય
- જો સભ્ય મૃત્યુ પામ્યો હોય
- જો સભ્યએ સંપૂર્ણ નિવૃત્તિ ભંડોળ ઉપાડ્યું હોય

4. જો કોઈ વ્યક્તિ 7 વર્ષ સુધી કોઈપણ પીએફ ખાતાનો દાવો ન કરે તો આ આવા ખાતાને સિનિયર વેલફેર ફંડમાં દાખલ કરવામાં આવે છે. 


EPFO અંગે શું છે સૂચનાઓ 

EPFOએ તેના એક પરિપત્રમાં કહ્યું છે કે નિષ્ક્રિય ખાતાઓ સંબંધિત દાવાઓના સમાધાન માટે કાળજી લેવી જરૂરી છે. છેતરપિંડી સંબંધિત જોખમ ઓછું કરવામાં આવે અને યોગ્ય દાવેદારોને દાવો ચૂકવવામાં આવે તેની કાળજી લેવી જોઈએ.

નિષ્ક્રિય પીએફ ખાતાઓને કોણ પ્રમાણિત કરશે 

નિષ્ક્રિય પીએફ ખાતા સંબંધિત દાવાની પતાવટ કરવા માટે, તે જરૂરી છે કે કર્મચારીના એમ્પ્લોયર તે દાવાને પ્રમાણિત કરે. જો કે, જે કર્મચારીઓની કંપની બંધ છે અને દાવો પ્રમાણિત કરવા માટે કોઈ નથી, તો બેંક KYC દસ્તાવેજોના આધારે આવા દાવાને પ્રમાણિત કર

સંકળાયેલા મુદ્દાઓ

EPFO ઇપીએફઓ નોકરિયાત વર્ગ પીએફ ખાતા business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ