બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / kanpur property dealer commits suicide after suffering losses in stock market

ચેતજો / શેરબજારમાં પૈસા રોકવા આવું ન કરતાં નહીંતર પ્રોપર્ટી ડીલર જેવા હાલ, ભયાનક ઘટના

Hiralal

Last Updated: 05:10 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક પ્રોપર્ટી ડીલરે ભારે દેવું કરીને શેરબજારમાં પૈસા રોકવા પર નિષ્ફળતાં મળતાં પોતાની જાતે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

શેરબજારમાં પૈસા રોકવા માટે કદાપી દેવું ન કરવું જોઈએ નહીંતર મર્યા સિવાય કોઈ માર્ગ નહીં રહે, આ વાતને સાચી પાડતો એક બનાવ બન્યો છે. યુપીના કાનપુરમાં એક પ્રોપર્ટી ડીલરે પોતાની જાતને ગોળીથી ઉડાવી મૂકી હતી હકીકતમાં આ પ્રોપર્ટી ડીલરે મોટું દેવું કરીને શેરબજારમાં પૈસા રોક્યાં હતા પરંતુ તેમાં ભારે ખોટ જતાં તેને લાગ્યું કે હવે જીવવામાં કંઈ દમ નથી અને તેણે પિસ્તોલથી પોતાની જાતને ઉડાવી મૂકી હતી અને લોહીથી લથપથ લાશ ઘેરથી મળતાં આજુબાજુમાં સન્નાટો વ્યાપી ગયો હતો. 

વધુ વાંચો : સાવધાન! યુવાઓમાં સતત વધી રહ્યું છે કેન્સરનું જોખમ, દર વર્ષે નોંધાય છે 15 લાખથી વધુ કેસ

શેરના વેપારમાં મોટું દેવું થયું 
યુપીના કાનપુરમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં ભાડાના મકાનમાં રહેતા એક પ્રોપર્ટી ડીલરે ગેરકાયદે પિસ્તોલથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ગોળીનો અવાજ સાંભળીને મકાન માલિક રૂમમાં પહોંચ્યા અને જોયું તો યુવકનો મૃતદેહ લોહીથી લથબથ હતો. માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમીક તપાસ દરમિયાન શેરના વેપારમાં નુકસાનીના કારણે મોટું દેવું થયું હોવાનું બહાર આવ્યું છે.પીએમ નિગમના ઘરમાં ભાડે રહેતો અંકિત અગ્રવાલ પ્રોપર્ટી ડીલિંગ અને શેર ટ્રેડિંગ કરતો હતો. મંગળવારે મોડી રાત્રે અંકિતે ગેરકાયદે પિસ્તોલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. 

પત્ની મામાને ઘેર જતાં કરી લીધો આપઘાત 
ઘટના સમયે મૃતકની પત્ની મહેક ઓરાઇ સ્થિત પોતાના મામાના ઘરે ગઇ હતી. મકાન માલિકની સૂચનાથી પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસમાં લાગી ગઈ છે. કલ્યાણપુરના એસીપી અભિષેક પાંડેએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં શેર ટ્રેડિંગમાં નુકસાન અને જંગી લોન લેવાનું બહાર આવ્યું છે. 

શેરબજારમાં પૈસા રોકવા જોખમભરેલા 
શેરબજારમાં પૈસા રોકવા બધાને ફળતાં નથી. નિષ્ણાંતો આમેય ચેતવણી આપી રહ્યાં છે કે શેરબજારમાં પૈસા રોકવા જોખમોથી ભરેલા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ