બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health tips cancer risk increasing in india

ચોંકાવનારો રિપોર્ટ / સાવધાન! યુવાઓમાં સતત વધી રહ્યું છે કેન્સરનું જોખમ, દર વર્ષે નોંધાય છે 15 લાખથી વધુ કેસ

Arohi

Last Updated: 04:51 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Tips: રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં દેશમાં 13.9 લાખ કેન્સર દર્દી હતા. જેની સંખ્યા વર્ષ 2025 સુધી 15.7 લાખ પહોંચવાનો અંદાજ છે. એટલે કે 5 વર્ષમાં કેન્સરના કેસ 13 ટકા સુધી વધી ગયા છે.

ડાયાબિટીસ બાદ ભારતમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ જીવલેણ બીમારીની લપેટમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એક નવી સ્ટડીમાં ચોંકાવનોરો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ટૂંક સમયમાં જ ખૂબ જ વધારે કેન્સર વધી શકે છે. રિપોર્ટ અનુસાર દેશમાં યુવા કેન્સરના હાઈ રિસ્કમાં છે. 

ડરામણા છે આંકડા 
ઓછી ઉંમરના લોકો પણ તેના લપેટામાં આવી રહ્યા છે જે ખૂબ જ ચિંતાજનક છે. આંકડા પર ધ્યાન આપીએ તો વર્ષ 2020માં દેશમાં 13.9 લાખ કેન્સર દર્દી હતા જેની સંખ્યા વર્ષ 2025 સુધી 15.7 લાખ પહોંચવાનું અનુમાન છે. એટલે કે 5 વર્ષમાં કેન્સરના કેસોમાં 13 ટકા સુધી વધારો થયો છે. 

નાની ઉંમરમાં કેન્સરનું વધારે રિસ્ક 
આ સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પુરૂષોમાં લંગ્સ કેન્સર વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેમાં ઓછી ઉંમરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. રિપોર્ટ અનુસાર અમેરિકા અને બ્રિટન ઉપરાંત અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઓછી ઉંમરના લોકો વધારે ઝડપથી કેન્સરનો શિકાર બની રહ્યા છે. તેનું સૌથી મોટુ કારણ એ છે કે દેશોની તુલનામાં આ બીમારીની સ્ક્રીનિંગ ખૂબ જ ઓછી કે ખૂબ જ મોડી થઈ રહી છે. 

વધુ વાંચો: વજન ઓછુ કરવા માંગતા હોવ તો રાત્રે ભૂલથી પણ દૂધ ન પીઓ, જાણો દૂધ પીવાનો સાચો સમય કયો ?

ભારતમાં કેવા પ્રકારના કેન્સરના કેસ વધારે? 

  • રિપોર્ટ અનુસાર મહિલાઓમાં સર્વિક્સના કેન્સર અથવા તો સર્વાઈકલ કેન્સર અને ઓવરી કેન્સરના કેસ ખૂબ જ વધારે છે. 
  • પુરૂષોમાં માઉથ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો સૌથી વધારે છે. 
  • કોલન કેન્સર અથવા તો આંતરડાનું કેન્સર યુવાઓમાં વધારે જોવા મળી રહ્યું છે. આ કેન્સરના લગભગ 30 ટકા દર્દી 50 વર્ષથી ઓછી ઉંમરના છે. આશંકા છે કે આવનાર 10 વર્ષોમાં આ કેન્સરના દર્દીઓની સંખ્યા ડબલ થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cancer India health tips કેન્સર Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ