બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you want to lose weight then do not drink milk even by mistake at night
Vishal Dave
Last Updated: 04:15 PM, 10 April 2024
દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી મોટી માત્રામાં જોવા મળે છે. આને પીવાથી દિમાગ શાર્પ અને હાડકાં મજબૂત બને છે. સૌથી સારી વાત એ છે કે દૂધ પીવાથી આપ ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો.., આ જ કારણોથી લોકો મોટાભાગે તેમના આહારમાં દૂધનો સમાવેશ કરે છે. કેટલાક લોકોને સવારે વહેલા ઊઠીને દૂધ પીવું ગમે છે તો કેટલાક લોકોને સૂતા પહેલા દૂધ પીવું ગમે છે.
ADVERTISEMENT
જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને તેને ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો રાત્રે દૂધ પીવાનું બંધ કરો. આ લેખમાં આપણે જાણીશું કે રાત્રે દૂધ પીવાથી વજન કેમ વધે છે અને દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે?
રાત્રે દૂધ પીવાથી વજન વધે છે
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ દૂધમાં મોટી માત્રામાં લેક્ટોઝ અને પ્રોટીન હોય છે. એક ગ્લાસ દૂધમાં ઓછામાં ઓછી 120 કેલરી હોય છે, જ્યારે તમે દૂધ પીઓ છો અને સૂઈ જાઓ છો, ત્યારે તે કેલરી બર્ન થતી નથી.જો તમારે વજન ઓછું કરવું હોય તો રાત્રે ભૂલથી પણ દૂધ ન પીવો.
આ પણ વાંચોઃ શું ગરમીની સિઝનમાં તમે પણ પીવો છો અતિશય કોલ્ડ વૉટર, તો પહેલા જાણી લેજો તેના સાઇડ ઇફેક્ટ્સ
દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે?
જો તમારે વજન ઓછું કરવું હોય તો રાત્રે દૂધ પીવાને બદલે સવારે નાસ્તામાં દૂધ પીવો. સવારે 9 થી 11 વચ્ચે દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે. જો તમને પાચનની સમસ્યા હોય તો રાત્રે દૂધ ન પીવો. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે અથવા વજન ઓછું કરવા માંગો છો, તો રાત્રે દૂધ પીવું અયોગ્ય છે... જમ્યા પછી તમે જે દૂધ પીઓ છો તે ઠંડુ ન હોવું જોઇએ તે પણ જરૂરી છ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.